Gujarat Election 2022: અમદાવાદની 21 બેઠકો પર મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, કુલ 5,599 બુથ પર થશે મતદાન

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Dec 03, 2022 | 11:48 PM

Gujarat Election 2022: અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર મતદાનને લઈને પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે.

Gujarat Election 2022: અમદાવાદની 21 બેઠકો પર મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, કુલ 5,599 બુથ પર થશે મતદાન
મતદાનની તૈયારી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાવાનુ છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે.અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર ડૉ.ધવલ પટેલે કહ્યું કે- 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ EVMને વેરહાઉસમાં લઈ જવાશે. EVMને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. A કેટેગરીમાં નોર્મલ વોટિંગ, B કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, C કેટેગરીમાં મોકપોલ અને D કેટેગરીમાં વપરાયા નથી તેવા EVMનો સમાવેશ કરાયો છે. કુલ 5 હજાર 599 મતદાન મથકોમાંથી 2 હજાર 800 મથકો પર CCTVથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ 9 હજાર 154 CU મશીન, 9 હજાર 154 BU મશીન અને 9 હજાર 425 VVPAT મશીન વહેંચવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાર ફોટો ઓળખપત્ર (EPIC કાર્ડ)ની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર અંતર્ગત આરજીઆઈ દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈશ્યૂ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈશ્યૂ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલિટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે. અલબત્ત, આ ઓળખપત્રોની હાર્ડ કૉપી દર્શાવવી જરૂરી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati