Gujarat election 2022 : કુલ 135માંથી 45 પાટીદાર ઉમેદવારો જીત્યા, 90 પાટીદાર ઉમેદવારો હાર્યા, ભાજપના 40-કોંગ્રેસના 03-આપના 02 ઉમેદવારોની જીત

Gujarat election 2022 : ગુજરાતમાં આદિવાસીઓ માટે આરક્ષિત 27 બેઠકો છે. ભાજપ-કોંગ્રેસ-આપ એમ ત્રણેય પક્ષોના મળીને 81 આદિવાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી ભાજપના 27માંથી 23 આદિવાસી ઉમેદવારોની જીત થઇ છે.

Gujarat election 2022 : કુલ 135માંથી 45 પાટીદાર ઉમેદવારો જીત્યા, 90 પાટીદાર ઉમેદવારો હાર્યા, ભાજપના 40-કોંગ્રેસના 03-આપના 02 ઉમેદવારોની જીત
bjp-congress-aap (simbol)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 12:18 PM

Gujarat election 2022 : ચૂંટણીના પરિણામોમાં પાટીદારોનું પ્રભુત્વ સામે આવ્યું. 45 બેઠકો પર પાટીદાર ઉમેદવારો જીત્યા છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપમાંથી એકીસાથે 40 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં. ભાજપે 46 ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જે પૈકી 6 ઉમેદવારોને બાદ કરતા 410ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો. કોંગ્રેસના 3 પાટીદાર ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના 2 પાટીદાર ઉમેદવારો વિજયી બન્યાં છે. રાજ્યની 25 બેઠકો એવી હતી, જેમાં ભાજપ-કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી.

વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ રહ્યું

ભાજપના 40 પાટીદાર ઉમેદવારો વિજયી થયા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભાજપે 46 પાટીદારોને આપી હતી ટિકિટ

કોંગ્રેસના 3 પાટીદાર ઉમેદવારોની જીત

AAPના 2 પાટીદાર ઉમેદવારો વિજયી

25 બેઠકો પર હતી પાટીદારો વચ્ચે સીધી ટક્કર

આ વખતે ભાજપ, કોંગ્રેસ અને AAPના મળીને 135 પાટીદાર ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી માત્ર 45 પાટીદારની જીત થઈ છે. પક્ષ પ્રમાણે જોઈએ તો ભાજપના 46 પાટીદાર ઉમેદવારોમાંથી 40 જીત્યા છે, જ્યારે કોંગ્રેસના 38 પાટીદારમાંથી માત્ર 3 પાટીદાર ઉમેદવારોની જીત થઈ છે. AAPએ સૌથી વધારે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. AAPના 51 પાટીદાર ઉમેદવારોમાંથી માત્ર બે જ ઉમેદવારોની જીત થઈ છે. એટલે ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના 135માંથી 90 પાટીદાર ઉમેદવારો હારી ગયા છે.

ભાજપના 23 આદિવાસી ઉમેદવારો જીત્યા, કોંગ્રેસના માત્ર 03 જ ઉમેદવારો જીત્યા, AAPનો 01 ઉમેદવાર જીત્યો

આવી જ રીતે ગુજરાતની ચૂંટણીમાં આદિવાસી મતો પણ નિર્ણાયક સાબિત થતા હોય છે. અને, આ વખતની ચૂંટણીમાં પણ આદિવાસી મતબેંક નિર્ણાયક સાબિત થઇ છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે આરક્ષિત 27 બેઠકો છે. આ 27 સીટ પર ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ભાજપ-કોંગ્રેસ-આપ એમ ત્રણેય પક્ષોના મળીને 81 આદિવાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી ભાજપના 27માંથી 23 આદિવાસી ઉમેદવારોની જીત થઇ છે. ભાજપના 04 આદિવાસી ઉમેદવારો હાર્યા છે. કોંગ્રેસના 24 આદિવાસી ઉમેદવારો હાર્યા છે. અને, કોંગ્રેસના 03 આદિવાસી ઉમેદવારો જીત્યા છે. અને આમ આદમી પાર્ટીના 27માંથી માત્ર એક ઉમેદવાર જ વિજયી બન્યા છે. બાકીના આપ પક્ષના 26 આદિવાસી ઉમેદવારો હાર્યા છે. નોંધનીય છેકે કોંગ્રેસનું હંમેશા 15 આદિવાસી બેઠકો પર પ્રભુત્વ રહ્યું છે. જેમાંથી હવે માત્ર 03 જ આદિવાસી બેઠકો કોંગ્રેસ પાસે અકબંધ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">