Gujarat Election 2022: બોટાદમાં PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યુ-સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે

ગુજરાતમાં 20 વર્ષ પહેલા પ્રાથમિક જરુરિયાતોની વસ્તુઓ માટે પણ ફાંફા પડતા હતા. તે જ ગુજરાતે આજે પ્રગતિની દિશા પકડી હોવાનું વડાપ્રધાને (PM Modi) જણાવ્યુ હતુ.

Gujarat Election 2022: બોટાદમાં PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યુ-સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે
બોટાદમાં PM મોદીનું સંબોધન
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Nov 20, 2022 | 5:21 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વડાપ્રધાને ધોરાજી અને અમરેલીમાં સંબોધન બાદ બોટાદમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતમાં ભાજપની સરકારે કેટલા વિકાસ કામો કર્યા અને કેટલાક બદલાવ આવ્ચા તેની વાત કરી. તેમણે ગુજરાતમાં 20 વર્ષ પહેલા પ્રાથમિક જરુરિયાતોની વસ્તુઓ માટે પણ ફાંફા પડતા હતા. તે જ ગુજરાતે આજે પ્રગતિની દિશા પકડી હોવાનું વડાપ્રધાને જણાવ્યુ હતુ. વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, જે ગુજરાતમાં પહેલા સાયકલ પણ બની શકતી ન હતી. ત્યાં હવે વિમાનો બનવાના છે. તે વાત ગુજરાત કેટલો વિકાસ કરી રહ્યો છે, તે વાત દર્શાવે છે. વડાપ્રધાને ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરી હોવાનું પણ જણાવ્યુ. તેમણે જણાવ્યુ કે આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી. આ ચૂંટણી તો 25 વર્ષનું ગુજરાત કેવુ હશે તે માટેની છે.

જનતાએ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધા છે: PM મોદી

PM મોદીએ જણાવ્યુ કે, એક દિવસમાં હું જ્યાં પણ ગયો છુ. ત્યા લોકોનો ઉત્સાહ જોઇને જ લાગે છે કે ગુજરાતની જનતાએ ભાજપને અભુતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કર્યુ છે. આ બોટાદ તેનું જીવતુ જાગતુ સાક્ષી છે. જનતાએ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધા છે.

બોટાદમાં પહેલી નગરપાલિકા જનસંઘની બની હતી: PM મોદી

ખુદ પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આવીને બોટાદની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે આ પારખુ જનતાની ભૂમિ એટલે બોટાદ છે. એ પછી આવતા આવતા મને અહીં ત્રણ પેઢી નીકળી ગઇ, પણ બોટાદે ક્યારેય સાથ છોડ્યો નથી. આ પંથકે પણ સાથ છોડ્યો નથી. એટલા માટે આજે હું તમારો આશીર્વાદ લેવાની સાથે આભાર પણ માનવા આવ્યો છું.

પહેલા ચૂંટણીનો મુદ્દો ગોટાળાઓ અંગે હતો, હવે વિકાસ અંગે: PM મોદી

પહેલા ચૂંટણીના મુદ્દાઓમાં કોણે કેટલા ગોટાળાઓ કર્યા તેનાથી છાપાઓ ભરેલા રહેતા હતા. કોણે કેટલા કરોડોનું કરી નાખ્યુ તે મુદ્દો રહેતો. જો કે ભાજપ જ્યારથી ગુજરાતમાં આવી છે. ત્યારથી ચૂંટણીનો મુદ્દો ગોટાળાનો નહીં વિકાસનો મુદ્દો હોય છે. રાજનીતિમાં વિકાસનો મુદ્દો લાવવાનું કામ ભાજપે કર્યુ છે.

સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે: PM મોદી

વડાપ્રધાને કહ્યુ કે, એ દિવસ દુર નથી જ્યારે વલભીપુર ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર આ આખો પટ્ટો ઉદ્યોગોની દ્રષ્ટિએ સૌથી ધમધમતો હશે. આ એ ભૂમિ છે જ્યાં તમારા પાડોશમાં જ વિમાન બનવાના છે. જે ગુજરાતમાં સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય કેટલુ ઉજ્જવળ છે તેનું આ ઉદાહરણ છે.

20 વર્ષ પહેલા તો પ્રાથમિક જરુરિયાતોના પણ ફાંફા હતા: PM મોદી

આજે ગુજરાતમાં સ્કૂલ સ્માર્ટ બને તેની ચિંતા થઇ રહી છે. કોલેજોમાં પ્રોફેસરોની કોચિંગ શરુ થાય તે માટેની ચિંતાની આકાંક્ષા ગુજરાતમાં જોવા મળી રહી છે. એટલે કે ગુજરાતમાં આપણે વિકાસનું વાતાવરણ આપણે ઊભુ કર્યુ છે. વિકાસના સંકલ્પ કર્યા છે. 20 વર્ષ પહેલા તો પ્રાથમિક જરુરિયાતોના પણ ફાંફા હતા. હવે તો મારે ભવ્ય અને વૈભવશાળા ગુજરાતનું સપનું જોઇને આગળ વધવુ છે. એટલા માટે મારે તમારા આશીર્વાદ જોઇએ છે. ભુપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતની સરકાર પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati