Gujarat Election 2022: સુરતમાં મેગા રોડ શો બાદ પીએમએ મોટા વરાછામાં સંબોધી જંગી જનસભા, કહ્યુ આ વખતે ગુજરાતે તમામ વિક્રમો તોડવાનું નક્કી કર્યુ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 11:55 PM

Gujarat Election 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા એડીથી લઈને ચોટી સુધીનુ જોર લગાવી રહ્યા છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચારો અહીં.

Gujarat Election 2022: સુરતમાં મેગા રોડ શો બાદ પીએમએ મોટા વરાછામાં સંબોધી જંગી જનસભા, કહ્યુ આ વખતે ગુજરાતે તમામ વિક્રમો તોડવાનું નક્કી કર્યુ છે
Gujarat Election 2022

Gujarat Vidhansabha Election 2022 : ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા અલગ- અલગ પૈંતરા અજમાવી રહ્યા છે. તો બીજી તરફ વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ ન આવતા ચૂંટણી ટાણે જનતાએ નેતાઓને રોકડુ પરખાવ્યુ છે. ચૂંટણી સમયે માત્ર પ્રચારમાં કરવા આવતા નેતાઓને સ્થાનિકોએ પોતાની સમસ્યાને લઈ પ્રશ્નો કરી રહ્યા છે. એક તરફ ભાજપ સત્તાનો ગઢ કાયમી રાખવા મતદારોને મનાવી રહી છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પરિવર્તનની આશયથી આગળ વધી રહી છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગપેસારો કરવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. આ વખતનો જંગ પરિવર્તન સામે પુનરાવર્તનનો છે. જો કે મતદારોનો મિજાજ શું છે તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Nov 2022 09:39 PM (IST)

    સુરતમાં જૂના તમામ રેકોર્ડ તૂટવા જોઈએ- પીએમ મોદી

    નવી શિક્ષણ નીતિ હેઠળ ડૉક્ટરી અને એન્જિનિયરિંગ પણ માતૃભાષામાં ભણાવવામાં આવશે. જેથી કરીને ગરીબનો દીકરો પણ ડૉક્ટર બની શકે. આજે સુરત આવ્યો છુ તો કંઈ કહેવુ તો ન પડે છતા એટલુ જરૂર કહીશ કે સુરત પોતાના જૂના રેકોર્ડ તોડે. એક વિકસીત ગુજરાત જોવુ છે આપણે. વધુમાં વધુ મતદાન થાય,જૂના બધા રેકો઼ર્ડ તોડી બધા જ કમળ ખૂલી ,આખુ  દક્ષિણ ગુજરાતમાં એકપણ કમળ હારે એવુ મારે નથી જોઈતુ.

  • 27 Nov 2022 09:35 PM (IST)

    સુરતમાં 40,000 પાથરણાવાળાને પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મળી- પીએમ મોદી

    મોબાઈલ ડેટાનો ભાવ ઓછો થયો તેની પાછળ સરકારની તિજોરીમાંથી એક રૂપિયો ઓછો થયો નથી, પરંતુ નીતિઓ એવી બનાવી કે ડેટાનો ચાર્જ ઓછો કરવામાં આવ્યો. ભાજપની સંવેદનશીલ સરકાર ફુટપાથ પર પાથરણાવાળાને પણ ભૂલ્યા નથી. પીએમ સ્વનિધિ યોજના દ્વારા પાથરણાવાળાને પણ બેંકમાંથી લોન નજીવા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવી છે. એકલા સુરતમાં 40,000 પાથરણાવાળાને પીએમ સ્વનિધિ હેઠળ લોન આપવામાં આવી છે.

  • 27 Nov 2022 09:33 PM (IST)

    3 કરોડથી વધુ પાકા મકાનો બનાવવાનુ કામ કર્યુ- પીએમ મોદી

    3 કરોડથી વધુ પાકા મકાનો બનાવવાનું કામ કર્યુ. એક આખુ નવુ ઓસ્ટ્રેલિયા ઉભુ થઈ જાય એટલા ઘર ભાજપની સરકારે બનાવ્યા છે. આઝાદી પછી પ્રથમવાર મધ્યમ વર્ગના લોકોનું ઘર બનાવવાનુ સપનુ સાકાર કર્યુ છે. 12 હજાર કરોડ રૂપિયા મધ્યમ વર્ગના લોકોના ઘર બનાવવા માટે ખર્ચ્યા છે.

  • 27 Nov 2022 09:31 PM (IST)

    દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાનુ કામ કર્યુ- પીએમ મોદી

    કોરોનાની આટલી મોટી મહામારી સમયે ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રહે તેના માટે મફત રાશન આપવાનું કામ કર્યુ. મફત વેક્સિન આપવાનુ કામ કર્યુ. આજે દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપી રહી છે. જેની પાછળ 3 લાખ કરોડ મફત રાશન પાછળ ખર્ચી રહ્યા છે. દુનિયાના 125 દેશની કુલ વસ્તી કરતા વધુ 3 લાખ કરોડનું મફત અનાજ છેલ્લા ત્રણ વર્ષથી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેના માટે સાડા બાર હજાર કરોડ રૂપિયા ખર્ચ સરકારે કર્યો છે.

  • 27 Nov 2022 09:29 PM (IST)

    ભારતના વિકાસ માટે ગરીબોને સશક્ત કરવા જરૂરી- પીએમ મોદી

    અમે આતંકવાદીઓને પણ નથી છોડતા અને આતંકવાદીઓના આકાઓને પણ ઘરમાં ઘુસીને મારીએ છીએ. આ ભાજપની જ સરકાર છે જેમણે સર્જિકલ સ્ટ્રાઈક કરી. અમે ક્યારેય વોટબેંક માટે અપિઝમેન્ટ પોલિટિક્સ નથી કરતા. ભારતના તેજ વિકાસ માટે, ભારતના ગરીબોને સશક્ત કરવા એટલા જ જરૂરી છે.

  • 27 Nov 2022 09:27 PM (IST)

    ભાજપ સરકાર આતંકવાદને ડામવા પુરી તાકાત સાથે કામ કરી રહી છે-પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે વિરોધીઓને ઘેર્યા, બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા કહ્યુ કેટલાક દળો હજુ બાટલા હાઉસ એન્કાઉન્ટરને ફર્જી ગણાવી રહ્યા છએ. વોટબેંકની રાજનીતિ કરનારા આતંક મુદ્દે મૌન સેવી લે છે. તુષ્ટિકરણની રાજનીતિ કરનારા લોકો સુરત અને ગુજરાતને આતંકવાદથી સલામત ન રાખી શકે. જ્યા આતંક હશે તો ઉદ્યમી, શ્રમિકો, મજૂરો, તમામ લોકો બર્બાદ થઈ જશે. યુવાનોને પીએમ મોદીએ જણાવ્યુ કે બહુ મહેનત બાદ અમે ગુજરાતના આતંકવાદથી મુક્ત રાખ્યુ છે. બચાવીને રાખ્યુ છે.  અમે હજુ 14 વર્ષ પહેલા થયેલા દેશના સૌથા મોટા આતંકી હુમલાની યાદ આવે છે. તત્કાલિન સરકારે આતંકવાદીઓને બચાવી હિંદુઓને આતંકી સાબિત કરવામાં લાગેલી હતી. આજે ભાજપ સરકાર રાજ્યમાં હોય કે કેન્દ્રમાં આતંકવાદને ડામવામાં પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

  • 27 Nov 2022 09:23 PM (IST)

    20 વર્ષમાં સુરત ટેક્સ્ટાઈલનું હબ બન્યુ છે-પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યુ છેલ્લા 20 વર્ષમાં સુરત  ટેકસ્ટાઈલનું હબ બન્માંયુ છે.   20 વર્ષ પહેલા સુરતમાં અઢી લાખ ટેકસ્ટાઈલના લૂણ હતા આજે 7 લાખ લૂણ છે.

  • 27 Nov 2022 09:20 PM (IST)

    ગુજરાત ટ્રેડિંગ સ્ટેટમાંથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ બન્યુ છે- પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ આજે ટેક્સ્ટાઈલ તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. એક જમાનો હતો ગુજરાત ખાલી ટ્રેડિંગ સ્ટેટ ગણાતુ હતુ પરંતુ આજે ગુજરાતની ગણતરી દેશના સૌથા મહત્વના મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે થવા લાગી છે. આજે ગુજરાતમાં 16 લાખ કરોડનુ મેન્યુફેક્ચરીંગ થાય છે.

  • 27 Nov 2022 09:19 PM (IST)

    વડાપ્રધાને નામ લીધા વિના કોંગ્રેસ અને આપને ને ઘેરી

    નર્મદા યોજનામાં રોડા નાખનારા લોકોને કેટલાક લોકોએ લોકસભાની ટિકિટ આપી હતી. ગુજરાતને તરસ્યુ રાખવા માટે જે લોકો કામગીરી કરતા હતા એવા લોકો સાથે મળી ગુજરાતને બદનામ કરવામાં આવ્યુ.

  • 27 Nov 2022 09:17 PM (IST)

    સરદાર સરોવર બંધને કારણે કચ્છ કાઠિયાવાડમાં નર્મદાનું પાણી પહોંચ્યુ-પીએમ મોદી

    સરદાર સરોવર બંધને કારણે જ કચ્છ કાઠિયાવાડમાં નર્મદાનું પાણી પહોંચ્યુ છે. સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી વિકાસનું અમૃત બની રહ્યુ છે. સુરતના લોકોએ એક વાતનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.  આપણે આ વાતને ક્યારેય ન ભૂલવી જોઈએ, પંડિત નહેરુએ જેનો શિલાન્યાસ કર્યો હતો, 50 વર્ષ સુધી નર્મદા યોજનાને ખોરંભે ચડાવી, વિશ્વભરમાં ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી ન રાખ્યુ, 50 વર્ષ ગુજરાતની ત્રણ ત્રણ પેઢીઓને તબાહ કરવાનુ કામ એ લોકોએ કર્યુ છે.

  • 27 Nov 2022 09:12 PM (IST)

    દુનિયાનો સૌથી લાંબો પૂલ ભારતમાં બન્યો છે- પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ કોંગ્રેસના એક મંત્રીએ સંસદમાં બોર્ડર પર રોડ બનાવવા અંગે જવાબ આપ્યો હતો કે બોર્ડર પર રોડ બનાવીએ તો ચીનવાળા ઉપયોગ કરે તો. આવી વિચારધારાથી દેશ આગળ કેવી રીતે વધે. ભાજપ આગળનું અને આધુનિક વિચારનારી પાર્ટી છે. દુનિયાના સમૃદ્ધ દેશો જો તો સૌથા પહેલા તેમનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેખાશે. મોટા મોટા રસ્તા, બ્રિજ દેખાશે. આજે દુનિયાનો સૌથી લાંબો પૂલ ભારતમાં આપણે બનાવ્યો, દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ ભારતમાં આપણે બનાવ્યો છે. દુનિયાનો સૌથી ઉંચુ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે બનાવ્યુ છે. દુનિયાનો સૌથા મોટો સોલાર એનર્જી પાર્ક આપણે બનાવ્યો છે.

  • 27 Nov 2022 09:08 PM (IST)

    કોંગ્રેસ એવુ વિચારે છે કે વિકાસ કરવાની જરૂર નથી-પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યુ આઈટીમાં સુરત આખા ગુજરાતને ખેંચી શકે એવો મારો વિશ્વાસ બેસી ગયો છે. આ શહેર જેટલુ પુરાતન છે એટલુ જ ફ્યુચરિસ્ટીક છે. સુરતનું સામર્થ્ય શું છે એ મને હવે સમજાય છે કે અંગ્રેજો સૌથી પહેલા સુરત શા માટે આવ્યા હતા. સુરતમાં કંઈક છે એ ત્યાં બેસેલા અંગ્રેજોને પણ દેખાતુ હતુ. ડબલ એન્જિન સરકાર સુરતને ફ્યચર રેડી બનાવવા કાર્યરત છે.  સુરતમાં આટલા રોડ, આટલા બ્રુિજ ન બન્યા હોત તો અહીંનું જીવન સુલભ બન્યુ હોત ?

  • 27 Nov 2022 09:05 PM (IST)

    દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણુ સુરત છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    કોઈ એવો વિષય નહીં હોય જેમા સુરત પાછળ હોય. ભાવનગરમાં સમૂહલગ્નોત્સવમાં પણ મને સુરતની સુવાસ દેખાતી હતી. એ લગ્નસમારોહમાં પણ સુરત મહેંક્તુ હતુ. રક્તદાન શિબિરમાં રેકોર્ડમાં પણ સુરત આગળ હોય. મોટા મોટા સરોવરો બનાવવાાના હોય તો પણ સુરત આગળ હોય. સોલાર એનર્જીનું અભિયાન ચલાવવાનુ હોય તો પણ સુરત અગ્રેસર હોય. એક સમય હતો જ્યારે સુરતને દુનિયાભરમાં બદનામ કરવામાં આવ્યુ હતુ. આજે સુરતે પોતાના પુરુષાર્થથી આખુ ગુજરાત ગર્વ કરે તેવી સુરતની સુરત બનાવી છે.  દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણુ સુરત છે. આ એમનેમ નથી બન્યુ, પગ વાળીને બેઠા નથી, પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે.

  • 27 Nov 2022 09:00 PM (IST)

    સુરતમાં રોડશો મુદ્દે પીએમએ કહ્યુ આને જનસાગર કહેવાય

    સુરતમાં રોડ શો મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યુ આને રોડ શો કહેવાય જ નહીં, જનસાગર કહેવાય.

  • 27 Nov 2022 08:09 PM (IST)

    સુરતમાં પીએમ મોદીનો મેગા રોડ શો

  • 27 Nov 2022 07:55 PM (IST)

    ઘરના પ્રસંગ છોડી પીએમ મોદીને જોવા લોકો રોડ શો રૂટ પર ઉમટ્યા, મોબાઈલ ટોર્ચ સાથે જીલ્યુ અભિવાદન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો રૂટ પર મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીને જોવા માટે ઉમટી પડ્યા છે. ઘરે લગ્ન હોવા છતા કેટલાક લોકો પીએમને જોવા માટે આવી પહોંચ્યા છે અને 2 કલાક સુધી ભીડમાં ઉભેલા હતા. આ લોકો જણાવે છે કે 2 કલાકથી પીએમને જોવા માટે ઉભા છીએ અને ઘરે લગ્ન હોવા છતા પીએમને જોવા માટે આવ્યા છે. લોકો મોબાઈલની ટોર્ચ શરૂ કરી પીએમનું અભિવાદન જીલી રહ્યા છે.

  • 27 Nov 2022 07:51 PM (IST)

    મોદીમય બન્યુ સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 28 કિલોમીટર લાંબો રોડ શો

  • 27 Nov 2022 07:46 PM (IST)

    સુરત એરપોર્ટથી મોટા વરાછા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો

    સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો. સુરત ઍરપોર્ટથી મગદલ્લા, SVNIT સર્કલ, અઠવાગેટ સર્કલ, ઉધના દરવાજા, પરવત પાટિયા, પૂણા જંક્શન, કારગીલ ચોક, મોટા વરાછા સુધી રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો ચાલશે. આ દરમિયાન દરેકે દરેક રૂટ પર વડાપ્રધાન લોકોનું અભિવાદન જીલતા આગળ વધશે. વડાપ્રધાન તેમની કારમાં અડધા બહારની સાઈડ આવી હાથ હલાવી રોડની બંને સાઈડ ઉભેલા લોકોનુ અભિવાદન જીલી રહ્યા છે. લોકો પણ મોદી-મોદીના નારા લગાવી સમગ્ર વાતાવરણમાં જોશ ભરી રહ્યા છે.

  • 27 Nov 2022 07:35 PM (IST)

    સુરત બન્યુ મોદીમય, રોડ શો રૂટ પર ઉમટ્યુ માનવ મહેરામણ

    સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો, વડાપ્રધાન મોદીને જોવા તમામ રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. પીએમ મોદી તમામનુ અભિવાદન જીલી આગળ વધી રહ્યા છે. રોડ શો રૂટ પર જમા થયેલા દરેક લોકોના ચહેરા પર અનેરી ચમક અને પીએમને જોયાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 27 Nov 2022 06:24 PM (IST)

    EWS અનામતને અટકાવવા માટે કોંગ્રેસે જાત-જાતના ખેલ ખેલ્યા -પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યુ સમાજમાં કોઈ તનાવ નહીં, કોઈ પૂતળા ન સળગ્યા, કોઈ સરઘસો ન નીકળ્યા,  પરંતુ કમનસીબી જુઓ, આ કોંગ્રેસવાળાએ EWS અનામતમાં રોડા નાખવા માટે સુપ્રીમ કોર્ટમાં જાત જાતના ખેલ ખેલ્યા અને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પણ આર્થિક પછાત લોકોને અનામત આપવાની મોદીની વાતને સિક્કો મારી દીધો.

  • 27 Nov 2022 06:20 PM (IST)

    સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ સરકારે કર્યુ: પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ આપણે શાંતિ, એક્તા, સદ્દભાવને વળગેલા છીએ, આપણે સહુનો સાથ, સૌના વિકાસના મંત્રને વરેલા છીએ અને તેથી જ સમાજમાં આંતરિક સંઘર્ષ ન થાય, ઝઘડા ન થાય ભેદભાવ ન થાય, સહુને સાથે રાખીને ચલાય. લાંબા સમયથી એક માગ હતી કે જે સામાન્ય વર્ગના લોકો છે તેમા પણ ગરીબો છે, એ ગરીબોનુ કોણ જુએ? મારે ગરીબીની ચોપડી નથી વાંચવાની, મે ગરીબી જોયેલી છે. એના કારણે સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ પણ સરકારે કરી દીધુ. હવે સામાન્ય વર્ગના લોકો પણ 10 ટકા રિઝર્વેશન આપવામાં આવ્યુ.

  • 27 Nov 2022 06:09 PM (IST)

    OBC સમાજની સમસ્યાના નિરાકરણ માટે માટે રાષ્ટ્રીય પછાત આયોગ બનાવ્યુ- પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ  OBC સમાજ જેને આપણે ત્યાં બક્ષીપંચના લોકો જેને કહે છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બક્ષીપંચના લોકો માટે અલગ કમિશન બનાવવા માટે માગણી કરવામાં આવી. લોકો જાય મળે, સંસદમાં ભાષણો કરે બધુ જ કરે, આટલા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યુ, પરંતુ આપણા જેવા પછાત સમાજના લોકોના એમને દર્શન ન થયા. એમને ખબર જ ન પડી કે આમની પણ કંઈ અપેક્ષા હોય. પરંતુ આ તમારો દીકરો દિલ્હી બેઠો અને રાષ્ટ્રીય પછાત આયોગ આપણે બનાવ્યુ અને તેમને બંધારણીય અધિકાર પણ આપ્યા. જેથી કરીને ઓબીસી સમાજની સમસ્યાના નિરાકરણ માટે એક મજબૂત વ્યવસ્થા ઉભી થાય.

  • 27 Nov 2022 05:58 PM (IST)

    ગત વર્ષે 11 કરોડથી વધુ યુવાનોને 10 હજાર કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી- પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ ગરીબ યુવાઓને સંસાધનોની તકલિફ ન આવે એના માટે પીએમ યશસ્વી યોજના દ્વારા લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને, આદિવાસી બાળકોને, દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈપણ પ્રકારની કટકી કંપની વિના ગયા વર્ષમાં 11 કરોડથી વધુ યુવાઓને 10 હજાર કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી છે.

  • 27 Nov 2022 05:53 PM (IST)

    ઔકાત નિવેદન મુદ્દે સોનિયા ગાંધીનું નામ લઈ વડાપ્રધાન મોદીના પ્રહાર

    વડાપ્રધાને કહ્યુ આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી ગુજરાતમાં છે. ક્યા કામ માટે આવ્યા છે એ તો મને ખબર નથી, પણ એમણે જાહેર કર્યુ છે કે મોદીની ઔકાત બતાવી દઈશું, અહી જે લોકો બેસેલા છે, હું તમારામાંનો જ એક છુ, એ જ સમાજમાંથી પેદા થયો છુ, આપણી તે કંઈ ઔકાત હોય ? આપણે તો સીધા સાદા, માથુ નીચુ નમાવીને લોકોની સેવા કર્યા કરીએ. આપણે બધા જ એવા, તમેય એવા અને હું ય એવો. તમારામાંથી જ હું નીકળ્યો છુ. હવે જોઈએ સોનિયાબેનને મોકલ્યા છે, ઔકાત કેવી ક બતાવે છે.

  • 27 Nov 2022 05:41 PM (IST)

    ખેડા: અમે યુવાનોને આગળ લાવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પછાત સમાજની ચિંતા ન કરી, ગરીબની ચિંતા ન કરી, યુવાનોની ચિંતા ન કરી, પરંતુ અમે તેમના માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુવાનોને આગળ લાવવા માટે, તેમને સારુ શિક્ષણ આપવા માટે સારી શાળાઓ જોઈએ, નવા-નવા સ્કિલ ડેવલપમેન્ટના યુનિટ જોઈએ, હુનર માટેની વ્યવસ્થા જોઈએ, સારા રોજગારના અવસર જોઈએ અને એમના માટે ભાજપની સરકારે ઉત્તમ પ્રકારની શાળાઓ, ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો, IIT, IIM, AIIMS તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ. આપણે આગળ વધવા માગીએ છીએ.

  • 27 Nov 2022 05:32 PM (IST)

    ખેડામાં પીએમ મોદીએ કહ્યુ ભારતના ગામડામાંથી ખૂબ તેજીથી ગરીબી ઘટી ગઈ છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચના નેત્રંગ બાદ ખેડામાં ચૂંટણી સભા સંબોધી હતી. દિલ્હી પહોંચ્યા બાદ મારા મનમાં એક જ ભાવ રહ્યો હતો કે દેશના છેવાડાના માનવીનુ કલ્યાણ કેમ થાય, છેવાડાના વિસ્તારોનું કલ્યાણ કેમ થાય, આઝાદીના 75 વર્ષ બાદ પણ જે લોકો પાછળ રહી ગયા છે, જે વિસ્તારો પાછળ રહી ગયા છે, જે સમાજ પાછળ રહી ગયો છે. એમની ચિંતા કરી સાચા અર્થમાં અમે અમારી સરકારને ગરીબો માટે સમર્પિત કરી દીધી.

    તેનુ પરિણામ એ છે કે દુનિયાના એક્સપર્ટ્સ એમ કે છે કહે છે કે ભારતના ગામડામાંથી ગરીબી ખૂબ તેજીથી ઘટી ગઈ છે. આનાથી બીજુ સર્ટિફિકેટ ક્યુ હોય.

  • 27 Nov 2022 05:21 PM (IST)

    નિઝરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સ્નેહલતા વસાવા કોંગ્રેસમાં જોડાયા

    તાપીની નિઝર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સ્નેહલતા વસાવા ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. સ્નેહલતા વસાવા પોતાના પતિ પરેશ વસાવા અને 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા નિઝરમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે સ્નેહલતા વસાવા અને પરેશ વસાવાની ઘરવાપસીથી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 27 Nov 2022 04:23 PM (IST)

    Gujarat Election 2022 Live: અમરીશ ડેર આજે પાણીમાં તરીને પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા!

    Gujarat Election 2022 Live:  અમરીશ ડેર આજે પાણીમાં તરીને પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે  વિક્ટરથી ચાંચ વચ્ચે વર્ષોથી પુલ બનાવવાની માંગ હજુ પુરી થઈ નથી. ત્યારે આજે વિક્ટરથી ચાંચ ખાડીના પાણીમાં તરતા તરતા અમરીશ ડેર અને સાથી કોંગ્રેસ આગેવાનો ચાંચ ખાતે મતદારોને મળવા ગયા હતા અને ચાંચના લોકોની તકલીફ  લોકોના ધ્યાનમાં  આવે તે માટે જાતે જ  પાણીમાં જઈ ચાંચ પહોચ્યા અને ચૂંટણી માટે પોતાનો  પ્રચાર   કર્યો હતો.

  • 27 Nov 2022 04:15 PM (IST)

    Gujarat Election 2022 Live: અમદાવાદની મુસ્લિમ ફાઈટર્સ ક્લબે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું 

    Gujarat Election 2022 Live:   લઘુમતી મતદારોને રિઝવવા તમામ પાર્ટીઓ જોર લગાવી રહી છે ત્યારે અમદાવાદની મુસ્લિમ ફાઈટર્સ ક્લબે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે. અંદાજે ત્રણ હજાર જેટલા પરિવારો મુસ્લિમ ફાઈટર્સ ક્લબ સાથે જોડાયેલા છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, ગટર, રોજગારી સહિતની સમસ્યાઓ લાંબા સમયથી દૂર થતી નથી. આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AIMIMને સમર્થન આપવા છતાં લોકોના પ્રશ્ન દૂર થયા નથી ત્યારે મુસ્લિમ ફાઈટર્સ ક્લબને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 27 Nov 2022 04:13 PM (IST)

    Gujarat Election 2022 Live: ભાજપનો ડિજિટલ પ્રચાર ,Bjp4Gujarat માધ્યમથી ટ્વીટર પર 5 મિલિયનથી વધારે રિચ માત્ર 15 દિવસોમાં મળી હોવાનો ભાજપનો દાવો

    Gujarat Election 2022 Live: રાજ્યમાં ચૂંટણી પ્રચારનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે ત્યારે  મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પાર્ટીઓ અવનવી રીતે પ્રચાર કરે છે. મહત્વનું છે કે ભાજપની પ્રચારની રણનીતિ અન્ય પક્ષ કરતાં વધારે ધારદાર છે.. જે અંતર્ગત ભાજપે આ ગુજરાત મે બનાવ્યું છે, ભરોસોની ભાજપ સરકાર પર પૂરજોશમાં પ્રચાર કર્યો જેને સોશિયલ મીડિયા દ્વારા તેમની ટીમ લોકો સુધી પહોંચાડી રહી છે. ગઇકાલે સંકલ્પ પત્ર જાહેર થયા બાદ ભાજપનું IT સેલ લોકો સુધી પહોંચવા કાર્યરત છે. જુદા જુદા કેમ્પેન સાથે સોશિયલ મીડિયા ટીમ કામ કરી રહી છે. સાથે જ આવનારા પાંચ વર્ષમાં ગુજરાતની સુખાકારી માટે ભાજપ અને રાજ્ય સરકાર કેવા કામ કરશે તે માટે આઇટી સેલ કામ કરી રહ્યું છે. Bjp4Gujarat માધ્યમથી ટ્વીટર પર 5 મિલિયનથી વધારે રિચ માત્ર 15 દિવસોમાં મળી હોવાનો સોશિયલ મીડિયાના કન્વીનરે  પંકજ શુકલાએ જણાવ્યું હતું.

  • 27 Nov 2022 03:50 PM (IST)

    Gujarat Election 2022 Live: તમે મારા વતી એક કામ કરજો બધા વડીલોને મારા પ્રણામ કહેજો

    Gujarat Election 2022 Live: તમે મારા વતી એક કામ કરજો, તમે બધા વડીલોને મળજો અને  કહેજો કે  આપણા નરેન્દ્ર ભાઈ આવ્યા હતા અને  તમને હાથ જોડીને પ્રણામ પાઠવ્યા છે.  આ વખતે  ભરૂચના  પોલિંગ બૂથમાં વધુમાં વધુ મતદાન થવું જોઈએ.

  • 27 Nov 2022 03:47 PM (IST)

    Gujarat Election 2022 Live: કોંગ્રેસને આદિવાસી કલ્યાણની વાતમાં શું પેટમાં દુખે છે તે સમજાતું નથી

    Gujarat Election 2022 Live: બિરસા મુંડા  અને આદિવાસી પ્રતિનિધિઓના ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું  કે આદિવાસીઓ વાસની ખેતી કરીન આર્થિક રીતે નિર્ભર થઈ શકે તે માટે અમે કાયદા બદલી નાખ્યા. ભરૂચ જિલ્લાના વાગરા, દહેજ, નેત્રંગ જેવા સ્થળોનો ઔદ્યોગિક વિકાસ કરી અંકલેશ્વરઅ ને ભરૂચને ટ્વિન સિટી તરીકે ડેવલપ કરી, લોકોને અનેક ક્ષેત્રમાં રોજગારી  મળશે.

  • 27 Nov 2022 03:43 PM (IST)

    Gujarat Election 2022 Live: આદિવાસી મહિલાઓ અને માતાઓ ખૂબ પરિશ્રમ કરે છે

    Gujarat Election 2022 Live: આદિવાસી મહિલાઓ  ખૂબ જ પરિશ્રમ કરે છે  અને દેશમાં આદિવાસી મહિલાઓનું સન્માન થાય છે. દેશના રાષ્ટ્રપતિ  આદિવાસી મહિલા છે  આજે ઉમરગામથી અંબાજી સુધીનો પટ્ટો  ભાજપની પડખે છે. કારણ કે ભાજપના  લોકો સેવા કરે છે.  પ્રથમ વાર  રાષ્ટ્રપતિ મહિલા  બનાવવા માટે અમે આગળ આવ્યા.  કોંંગ્રેસે અમારું ન માન્યું , ખબર નહીં તેમને આદિવાસીના કલ્યાણની બાબતમાં શું પેટમાં દુખે છે જોકે અમે કોંગ્રેસને ભૂંડે હાલે હરાવ્યા અને  આદિવાસીની  દીકરી દેશના સર્વોચ્ચ સ્થાન પર આરૂઢ થયા

  • 27 Nov 2022 03:38 PM (IST)

    Gujarat Election 2022 Live: બે આદિવાસી અનાથ દીકરાઓની પણ કરી ચિંતા

    Gujarat Election 2022 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું બે મિનિટ મોડો પડ્યો તેનું કારણ છે કારણ કે હું બે આદિવાસી બાળકો મને મળવા આવ્યા હતા. હું જ્યારે અહીં મુલાકાતે આવ્યો હતો ત્યારે  અવિ અને જય આ બે બાળકોને હું થોડા વર્ષો પહેલા મળ્યો હતો. આ બંનેના માતા પિતા 6 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. ત્યારથી  તેઓ એકબીજા સાથે રહે, જાતે રાંધે , ઘર પણ નહીં, મેં આ વીડિયો જોયો અને મને તેમની  દશાની ખૂબ ચિંતા થઈ, આથી મેં સી.આર. પાટીલને ફોન કરીને કહ્યું,  આ  બાળકોની ચિંતા આપણે કરવાની છે.  ત્યાર બાદ આ બાળકોને  સુવિધાસભર ઘર આપવામાં આવ્યું.   અને અભ્યાસની સુવિધાઓ પણ આપવામાં આવી. મને આજે આ  બે દીકરાઓને મળીને ખૂબ જ આનંદ થયો., એકને ડોકટર થવું છે અને એકને  કલેક્ટર થવું છે અને તેઓ જરૂર આગળ વધશે.

  • 27 Nov 2022 03:31 PM (IST)

    Gujarat Election 2022 Live: ઇન્ટરનેટ સસ્તું કર્યું જેથી માહિતી અને અભ્યાસની સુવિધાઓ વધી

    Gujarat Election 2022 Live: ડિજિટલ ઇન્ડિયા દ્વારા ડેટા સસ્તો કર્યો આજે તમે અભ્યાસથી માંડીને, સારવાર માટે પણ મોબાઇલનો ઉપયોગ કરી શકો છો.  તમારા સ્વજનો સાથે તમે બિલની ચિંતા કર્યા વિના જ મોબાઇલ દ્વારા વાતચીત  કરી શકે છે. અમે દિલ્લીમાં બેઠા બેઠા ચિંંતા કરી હતી કે કોરોનાના સમયમાં કોઈ બાળક ભૂખ્યું ન સૂવે

  • 27 Nov 2022 03:28 PM (IST)

    Gujarat Election 2022 Live: કોંગ્રેસના જમાનામાં રસીકરણ આદિવાસીઓ સુધી પહોંચ્યુ નથી

    Gujarat Election 2022 Live: કોંગ્રેસના સમયમાં  કોઈ રસી આવી તો  તે આદિવાસી સુધી પહોંચી જ નથી.  પરંતુ અમે રસીઓ આપી અને તે પણ મફતમાં. વળી કોઈને એવુંલાગ્યું કે આ વ્યક્તિને બૂસ્ટર ડોઝની  જરૂર છે  તો તની પણ વયવસ્થા કરવામાં આવી

  • 27 Nov 2022 03:26 PM (IST)

    Gujarat Election 2022 Live: ચૂંટણી તો તમે જ જીતાડવાના છો, હું પ્રચાર માટે નહીં જૂના મિત્રોને મળવા આવ્યો છું -પીએમ મોદી

    Gujarat Election 2022 Live: પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હું અહીં પ્રચાર માટે આવતો જ નથી, પરંતુ જૂના મિત્રોને મળવા આવું છું કારણ કે ચૂંટણી તો તમે લોકો જીતાડી જ દેવાના છો. કોરોના કાળમાં  કોઈ ભૂખ્યું ન રહે તેવી વ્યવસ્થા કરી સાથે સાથે કોરોનાકાળમાં નિઃશુલ્ક રસીકરણ પણ કર્યું . હજી વિશ્વના દેશો એવા છે જ્યાં રસીકરણમાં  લોકો પા ...પા... પગલી માંડી રહ્યા છે.

  • 27 Nov 2022 03:23 PM (IST)

    Gujarat Election 2022 Live: 10 લાખથી વધુ પાકા ઘર ગુજરાતમાં છે -પીએમ મોદી

    Gujarat Election 2022 Live: આઝાદીના 75 વર્ષે વીજળીના કનેકશન નહોતા  પરંતુ હવે વીજળીની સુવિધા મળી છે. પ્રધઆનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને ઘર મળ્યા અને પહેલા તો  સરકાર નક્કી કરતી હતી કે  કેવા ઘર મળશે. પરંતુ  જે વ્યક્તિને રહેવું હોય તે જાણે છેકે તેને કેવું ઘર જોઈએ. એટલે નિયમો જ બદલી નાખ્યા વચ્ચે  કોઈ વચેટિયો ન હોવનાથી, હવે સીધા પૈસા  લાભાર્થીના ખાતામાં જ જાય છે.  અમને તમારા પર વિશ્વાસ છે અને લોકોને  ભાજપ પર વિશ્વાસ છે હવે  કરપ્શન વચ્ચે આવે જ નહીં. 10 લાખથી વધુ પાકા ઘર એકલા ગુજરાતમાં છે

  • 27 Nov 2022 03:19 PM (IST)

    Gujarat Election 2022 Live: પહેલા દીકરીઓને ભણાવવામાં આવતી નહોતી, હવે દીકરીઓના કલ્યાણ વિશે વિચારાય છે

    Gujarat Election 2022 Live: પહેલા  અહીં લોકો દીકરીઓને ભણાવતા નહોતા પરંતુ હવે અહીં દીકરીઓના કલ્યાણ માટે વિચાર કરવામાં આવે છે.  હું ભલે દિલ્લીમાં છું પરંતુ મારા હૈયે તમે બધા જ છો

  • 27 Nov 2022 03:16 PM (IST)

    Gujarat Election 2022 Live: સંકલ્પ પત્ર ગુજરાતના વિકસિત થવાની અને ગરીબોના કલ્યાણની વાત -પીએમ મોદી

    Gujarat Election 2022 Live: વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને શરૂઆતમાં જ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાની તક મળી હતી.  તેમણે કહ્યું હતું કે ભાજપ  દ્વારા જાહેર કરવામાં આવેલા  સંકલ્પ પત્ર દ્વારા  ગુજરાતના કલ્યાણની વાત કરવામાં આવી છે. આ સંકલ્પ પત્ર બતાવે છે કે ગુજરાત આગળ વધવામાં અગ્રેસર છે.

  • 27 Nov 2022 03:10 PM (IST)

    Gujarat Election 2022 Live: ભરૂચના નેત્રંગમાં PM મોદી સભાની શરૂઆત,

    Gujarat Election 2022 Live: ભરૂચના નેત્રંગમાં વડાપ્રધાન મોદીની સભા શરૂ થઈ છે  પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે

  • 27 Nov 2022 02:54 PM (IST)

    Gujarat Election 2022 Live: જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર અને સીટીંગ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને આપ્યું સમર્થન

    Gujarat Election 2022 Live:  જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર અને સીટીંગ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને  સમર્થન આપ્યું છે.   ચંદનજી ઠાકોરની ચૂંટણી સભામાં  ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ પહોંચ્યા હતા અને   તેમણે  સભામાં કોંગ્રેસના ઉમેદવારને  સમર્થન જાહેર કર્યું હતું.

  • 27 Nov 2022 02:44 PM (IST)

    Gujarat Election 2022 Live: લલિત વસોયાએ કહ્યું ઘેર બેસીને ખેતી કરીશ, પરંતુ ભાજપમાં નહીં જાઉ

    Gujarat Election 2022 Live:  રાજકોટના ઉપલેટાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની વાતને ફરી એકવાર અફવા ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે તેમના નામે ખોટો પ્રચાર કરાવ્યો છે. વસોયાએ દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસમાં છે અને રહેશે. ક્યારેય ભાજપમાં નહીં જોડાય. કોંગ્રેસની સમર્થન જનસભામાં તેમણે કહ્યું કે હું ઘરે બેસીને ખેતી કરવાનું પસંદ કરીશ પરંતુ ભાજપમાં નહીં જાઉ.

  • 27 Nov 2022 02:32 PM (IST)

    Gujarat Election 2022 Live: ભાજપ છોડ઼ી ચૂકેલા જયનારાયણ વ્યાસે કોંગ્રેસને જાહેર કર્યો ટેકો

    Gujarat Election 2022 Live:  રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનના થોડા દિવસો અગાઉ જ ભાજપ છોડી ચૂકેલા દિગ્ગજ નેતા  જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ટેકો  જાહેર કર્યો છે.

  • 27 Nov 2022 01:50 PM (IST)

    Gujarat Election : સી આર પાટીલની બોટાદ મુલાકાતને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા

    બોટાદમાં અચાનક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાતને લઇ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સી.આર.પાટીલ અચાનક બોટાદની મુલાકાતે પહોંચ્યાં હતા અને જિલ્લા ભાજપના પદાધિકારી અને આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી સાળંગપુર રોડ પર આવેલી ખાનગી હોટલમાં બેઠક યોજી મહત્વની ચર્ચા કરી હતી. ભાજપ કાર્યકરો સાથે બેઠક રદ કરી આગેવાનો સાથે પાટીલે બેઠક કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

  • 27 Nov 2022 01:17 PM (IST)

    હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ - કોંગ્રેસ નેતા લલિત વસોયા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ પણ સભા ગજવી. સભામાં લલિત વસોયાએ ભાજપ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ભાજપના મિત્રોએ મારા નામનો ખોટો ગ્લોબલ પ્રચાર કરાવ્યો. વસોયા કોંગ્રેસી છે અને કોંગ્રેસી રહેવાના છે. હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ. સાથે જ વસોયાએ કહ્યું કે હું ઘરે બેસીને ખેતી કરવાનું પસંદ કરીશ પરંતુ ભાજપમાં નહીં જાઉ.

  • 27 Nov 2022 12:45 PM (IST)

    Gujarat Election : અલ્લાહ અને મહાદેવ અંગેના નિવેદન મુદ્દે કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલે કરી સ્પષ્ટતા

    રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અલ્લાહ અને મહાદેવ અંગે નિવેદન આપ્યા બાદ વિવાદ સર્જાયો છે, ત્યારે વિવાદ બાદ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સ્પષ્ટતા કરી છે. ઇન્દ્રનીલે જણાવ્યું કે મેં જે કહ્યું તેના પર હું આજે પણ અડગ છું. હું એકતામાં માનનારો વ્યક્તિ છું. મારા મતે મહાદેવ અને અલ્લાહ એક જ છે.કોંગ્રેસની પણ આ જ વિચારધારા છે કે જો બધા એક હશે તો જ વિકાસ થશે. પરંતુ ભાજપ મારી નાની ક્લિપ વાયરલ કરાવી ખોટો વિવાદ ઉભો કરાવી રહી છે. ભાજપ પાસે ચૂંટણીલક્ષી કોઇ મુદ્દાઓ નથી આથી હવે વિવાદ ઉભો કરવાના પ્રયાસો કરી રહી છે.

  • 27 Nov 2022 12:12 PM (IST)

    Gujarat Election : ગુજરાતમાં AAP ની સરકાર બની રહી છે - કેજરીવાલ

    દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જામનગરમાં જનસભાનું સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપને AAP થી ડર લાગી રહ્યો છે. તો ગુજરાતમાં AAP ની સરકાર બની રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વધુમાં વાયદાઓ આપતા કહ્યું કે, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. સરકારી કર્મચારીઓની તમામ સમસ્યા દુર થશે. તો અમારી સરકાર આવતા જુની પેન્શન યોજના લાગુ કરવાની પણ તેમણે ખતારી આપી છે.

  • 27 Nov 2022 11:41 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : ચૂંટણી બંદોબસ્તમાં આવેલા બે રિઝર્વ ટુકડીના જવાનો વચ્ચે ફાયરિંગ

    પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ફાયરિંગમાં બેનાં મોત થયા. જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે.  નવા બંદરના સાયકલોન સેન્ટરમાં મણિપુરમથી આવેલી બે રિઝર્વ ટુકડીના જવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી. કંપની કમાન્ડર પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરોપી એસ. ઈનાઉચા સિંઘે પોતાની એ. કે. 47 રાઈફલમાંથી સાથી જવાનો પર ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં ઘાયલ બે ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે પોરબંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 27 Nov 2022 11:39 AM (IST)

    Gujarat Election : દાંતાના ભાજપ ઉમેદવારનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

    બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવાર લાધુ પારઘીનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે.  દાંતાના કોઈ ગામે ચૂંટણી પ્રચાર દમિયાન લાધુ પારઘી ખુલ્લેઆમ દારૂ વેચાવવાનું વચન આપી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં લાધુ પારઘીએ કહ્યું કે હું જીત્યા પછી મહિલાઓ ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચી શકશે. જો કે દાંતા ભાજપ ઉમેદવારના વાયરલ વીડિયો અંગે ટીવી નાઈન પુષ્ટિ કરતું નથી.

  • 27 Nov 2022 11:11 AM (IST)

    Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક પર રાજકીય ઘમસાણ સર્જાયું

    સુરતની વરાછા બેઠક પર રાજકીય ઘમસાણ સર્જાયું છે. ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ આપ ઉમેદવાર અલ્પેશ કથીરિયા પર પ્રહાર કર્યા હતા. કાનાણીએ કહ્યુ કે, "ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણ આયુષ્માન કાર્ડથી બદલાવ્યા છે." જેના પર અલ્પેશ કથીરીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "જ્યારે માતાની સારવાર થઈ ત્યારે હું જેલમાં હતો. પરંતુ આ મુદ્દાને ચગાવી રાજનીતિ ન કરવી જોઈએ. મેં ટેક્સ ભર્યો છે અને તે ટેક્સના પૈસે સારવાર થઈ છે. કુમાર કાનાણીનો તેમાં કોઈ રોલ નથી..."

  • 27 Nov 2022 10:56 AM (IST)

    Gujarat Election Live Updates : સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવી ફરી વિવાદમાં

    છોટાઉદેપુરના સંખેડાના ભાજપ ધારાસભ્ય અભેસિંગ તડવી ફરી વિવાદમાં ફસાયા છે. અવારનવાર દાદાગીરી કરતા અભેસિંગ તડવીનો વધુ એક દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો છે. ભાજપના પ્રચાર માટે અભેસિંગ તડવી તાદલજા ગામમાં પહોંચ્યાં હતા જ્યાં ગ્રામજનોએ અભેસિંગ તડવીને વિકાસ મુદ્દે ઘેર્યા હતા. જેથી ઉશ્કેરાયેલા અભેસિંગ તડવીએ લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સાથે જ ગામના સરપંચે 90 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વનું છે કે અભેસિંગ તડવીના અગાઉ પણ અનેક દાદાગીરીના વીડિયો વાયરલ થઇ ચુક્યાં છે.

  • 27 Nov 2022 10:54 AM (IST)

    Gujarat Election : ચૂંટણી પહેલા કલોલમાં રાજકારણ ગરમાયુ

    ગાંધીનગરના કલોલમાં રાજકારણ ગરમાયું છે. અહીંકોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર ચૂંટણી પંચના કમિશનરને પત્ર લખ્યો છે.સાથે આવતીકાલે ચૂંટણી અધિકારી પી ભારતીને રજૂઆત કરવાના છે. બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, ભજપના ઈશારે કલોલ પોલીસ કૉંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવી રહ્યા છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે, કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને નિષ્ક્રિય રહેવા પોલીસ ધમકી આપી રહી છે.. આ અંગેના સંપૂર્ણ પૂરાવા સાથે ચૂંટણી અધિકારી પી ભારતીને ઉગ્ર રજૂઆત કરશે. અને જો કોઈ પગલા લેવામાં ન આવ્યા તો ઉપવાસની પણ ચિમકી ઉચ્ચારી છે.

  • 27 Nov 2022 10:50 AM (IST)

    અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરૂ

    ગુજરાતમાં ભાજપ હાલ ધૂંઆધાર પ્રચાર કરી રહી છે. ત્યારે અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરૂ કરી રહ્યા છે. બોપલ, ઘુમાના મતદારો સુધી  CM ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. આપને જણાવી દઈએ કે, બોપલમાં 10 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે.

  • 27 Nov 2022 10:27 AM (IST)

    Gujarat Election Update : નવસારી કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ

    નવસારી કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું. જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા. પૂર્વ પ્રધાન નરેશ પટેલે કેસરિયો ખેસ પહેરાવી રેખા આહીરને પક્ષમાં આવકાર્યા. આ અગાઉ વાંસદા જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

  • 27 Nov 2022 10:25 AM (IST)

    Gujarat Assembly Election : ભૂણાવા ગામની સભામાં ભાજપ નેતા જયરાજસિંહની ખુલ્લેઆમ ધમકી

    રાજકોટની ગોંડલ બેઠક પર ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાનો ચૂંટણી પ્રચાર સભામાં ખુલ્લેઆમ ધમકી આપતો વીડિયો સામે આવ્યો. ગોંડલના ભૂણાવા ગામના ચોકમાં સભા સંબોધતા જયરાજસિંહે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેનને ઉલ્લેખીને ખુલ્લેઆમ ધમકી આપી. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મારી સામે ટિકિટ માંગવાની તમારી હેસિયત શું છે ? હું જીવુ છું, ત્યાં સુધી મારા પરિવારને જ ભાજપની ટિકિટ મળશે તે લખી રાખજો. જયરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે મતદાનના દિવસે હું રિબડા અને આસપાસમાં જ રહેવાનો છું.જો કાંઈ ગડબડ થઈ તો સારાવટ નહીં રહે.

  • 27 Nov 2022 10:05 AM (IST)

    Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી પ્રચાર થકી મતદારોના મત જીતવા કરશે પ્રયાસ

    પીએમ મોદી આજથી ફરી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે અને મતદારોના મત જીતવા પ્રયાસ કરશે. પીએમ મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગ્યે ખેડામાં અને સાંજે 6.30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભાને સંબોધી પ્રચાર કરશે. વરાછામાં જનસભા પહેલા PM મોદી સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી મેગા રોડ શો કરશે. 27 કીમીના રોડશોમાં PM મોદી લોકોનું અભિવાદન ઝીલશે. સુરતની તમામ 12 વિધાનસભા ક્ષેત્રમાં PM મોદી રોડ શો કરશે.  મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ગણતરીનો સમય બાકી છે ત્યારે PM મોદી આ બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ડોર-ટુ-ડોર પ્રચારમાં પણ જોડાશે. અને જનતા સાથે સીધો સંવાદ કરીને તેમને રીઝવવા પ્રયાસ હાથ ધરશે.

Published On - Nov 27,2022 10:01 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">