Gujarat Election 2022: આવતીકાલે વડાપ્રધાન મોદીની ગુજરાતમાં ઝંઝાવાતી ત્રણ ચૂંટણી સભા, ભરૂચના નેત્રંગ, ખેડા અને સુરતમાં ગજવશે સભાઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 10:16 PM

Gujarat Election 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આપની રેવડી અને કોંગ્રેસના મફતના વાયદા બાદ હવે ભાજપ આજે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં.

Gujarat Election 2022: આવતીકાલે વડાપ્રધાન મોદીની ગુજરાતમાં ઝંઝાવાતી ત્રણ ચૂંટણી સભા, ભરૂચના નેત્રંગ, ખેડા અને સુરતમાં ગજવશે સભાઓ
Gujarat Election 2022

Gujarat Vidhansabha Election 2022 : ગુજરાતની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ ભાજપ સત્તાનો ગઢ કાયમી રાખવા મતદારોને મનાવી રહી છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પરિવર્તનની આશયથી આગળ વધી રહી છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગપેસારો કરવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. જો કે નેતાઓએ ક્યાંક વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે કમલમ ખાતે આજે ભાજપ સંકલ્પ પત્ર (BJP Manifesto) જાહેર કર્યું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Nov 2022 10:09 PM (IST)

    સુરતના કતારગામમાં AAPની જનસભામાં પથ્થરમારો

    સુરતના કતારગામમાં આપની જનસભામાં પથ્થરમારો થયો છે. બાળકને આંખ પર પથ્થર વાગતા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ સભા ફરી શરૂ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

  • 26 Nov 2022 10:06 PM (IST)

    રાજકોટ: કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ધર્મના નામે રાજકારણ

    રાજકોટમાં જંગલેશ્વરમાં યોજાયેલી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરુએ નિવેદન આપ્યુ કે મારા મતે અલ્લાહ અને મહાદેવ બંને એક જ છે. હું સોમનાથ ભક્તો સાથે જાવ કે અજમેર મુસ્લિમ સાથે જાવ બંનેમા સરખી ખુશી મળે. મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે. ઈન્દ્રનિલે જંગલેશ્વરમાં સભા દરમિયાન કહ્યુ હું અલ્લાહનો નારો બોલાવીશ તમે મહાદેવ બોલજો.

  • 26 Nov 2022 08:52 PM (IST)

    આવતીકાલથી ફરી બે દિવસ પીએમ મોદી ગુજરાતમાં કરશે પ્રચાર

    પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. પીએમ મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગ્યે ખેડામાં અને સાંજે 6.30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભા સંબોધશે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ગણતરીનો દિવસો બાકી છે ત્યારે PM મોદી આ બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ બેઠકો પર ડોર-ટુ-ડોર પ્રચારમાં પણ જોડાશે. અને જનતા સાથે સીધો સંવાદ કરીને તેમને રીઝવવા પ્રયાસ હાથ ધરશે.

  • 26 Nov 2022 07:40 PM (IST)

    પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ફાયરિંગ, 2 જવાનના મોત 

    પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે  ઝઘડો થયો હતો.  ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમા 2 જવાનોના મોત થયા. જ્યારે અન્ય 2  જવાનો ઘાયલ છે. બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જવાનો મણિપુરમની બટાલિયન છે

  • 26 Nov 2022 07:19 PM (IST)

    Gujarat Election 2022 Live : દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોંચ્યા, રોડ શો યોજયો

    ગુજરાત વિધાનસભા પ્રચાર ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. જેના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોંચ્યા છે. તેવો સાત વિધાનસભા બેઠક પર ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા ભાવનગર પહોંચ્યા છે. જયારે શહેરના રૂપમ ચોકથી મેન બજાર સુધી ભવ્ય રોડ શો યોજ્યો છે. જેમાં રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા રોડ શો દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલા મોંઘવારી દૂર કરશે, ત્યારબાદ બેરોજગાર યુવાનોને રોજગાર આપશે તેમજ બેરોજગાર યુવાનોને રોજગારીની તક ઉભી ન થાય ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશે સાથે જ દિલ્લી અને પંજાબ મોડલની પણ અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં વાતો કરી હતી

  • 26 Nov 2022 06:33 PM (IST)

    Gujarat Election 2022 Live : વિરમગામમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ-શો યોજાયો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. વિરમગામમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શો સમયે પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે યોગી રોડ-શો થોડીવાર રોકાવ્યો હતો.યોગી આદિત્યનાથે સુરક્ષા જવાનોને ઈશારો કરી પહેલા એમ્બ્યુલન્સ ઝડપથી પસાર કરાવી હતી. જે બાદ યોગી આદિત્યનાથનો રોડ-શો નિયત રૂટ પર આગળ વધ્યો હતો

  • 26 Nov 2022 05:53 PM (IST)

    Gujarat Election 2022 Live : ગુજરાતના ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ : અમિત શાહ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહુવામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવલ પર પણ શબ્દો નો આકરો પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં મેઘા પાટેકર જોડાઈ છે. મેધા પાટકરે ગુજરાતને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે.

  • 26 Nov 2022 05:37 PM (IST)

    Gujarat Election 2022 Live : વડોદરાની રાવપુરા બેઠક પર 22 વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યું

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે યોજનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લામાં ૮૦ + તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી તેવા મતદારોની મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

  • 26 Nov 2022 05:25 PM (IST)

    પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લોકોને ભારતીય નાગરિકતા મળી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટના 24 લોકો પહેલીવાર મતદાન કરશે. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લોકોને ભારતીય નાગરિકતા મળી છે. જેથી તેઓ પહેલીવાર ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ બાળકોના સારા શિક્ષણ અને સલામતીને લઈ ભારતમાં 2007માં આવ્યા હતા. જે બાદ લાંબી કાયદાકીય પ્રક્રિયાના અંતે ભારતની નાગરિકતા અને મત આપવાનો અધિકાર મળતા સૌએ ખુશી વ્યક્ત કરી.

  • 26 Nov 2022 05:17 PM (IST)

    મતદારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટરે એક થ્રિ વે સિસ્ટમ ઉભી કરી

    ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારોથી લઈને પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર પણ ચૂંટણીને લઈને સજ્જ છે.  મતદારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટરે એક થ્રિ વે સિસ્ટમ ઉભી કરી છે. જે મતદારોની ફરિયાદોને ધ્યાને રાખીને તેનું નિવારણ કરે છે. આ ફરિયાદો કરવા માટે 1950 અને 1800 233 2367થી બે હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સીવિજીલ એપ પણ શરૂ કરવામાં આવી છે. આ બંને નંબર પર નવા ચૂંટણી કાર્ડ, સરનામું બદલવા સહિતના સુધારા તેમજ આચાર સહિતા ભંગની ફરિયાદ માટે મતદારો કોલ કરે છે.

  • 26 Nov 2022 04:59 PM (IST)

    ભાજપ નેતા પરસોત્તમ સોલંકીના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર

    ભાવનગરમાં ભાજપ નેતા પરશોત્તમ સોલંકીએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પરષોત્તમ સોલંકીએ કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલનું નામ લઈને કહ્યું કે, "આ લોકોએ અમને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, હું મુંબઈથી ભાવનગર આવ્યો એટલે આ લોકોને ભાગી જવું પડ્યું હતું. મારા આવવાથી શક્તિસિંહને કચ્છ જતા રહેવું પડ્યું હતું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ જાહેરમાં લીધું છે અને મારે જે કરવું હોય તે કરીને જ બતાવું છું."

  • 26 Nov 2022 04:38 PM (IST)

    અમદાવાદમાં CM ભુપેન્દ્ર પટેલનો રોડ શો

    CM ભુપેન્દ્ર પટેલે ગુરુકુળથી ભવ્ય રોડ શોનો પ્રારંભ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે. આ રોડ શો જયંત પાર્ક, ન્યુ નિકિતા પાર્ક, સત્તાધાર ચાર રસ્તા, ગુલાબ ટાવર રોડ, અજંતા ઇલોર એપાર્ટમેન્ટ, ઇન્દ્રપ્રસ્થ ટાવર પાસે, ગાંઠિયા રથ થઇને સમભાવ પ્રેસ રોડ, મધરડેરી ચાર રસ્તા, કલગી ચાર રસ્તા, જ્યુપીટર ટાવર, NFD સર્કલ સુધી થશે.

  • 26 Nov 2022 04:29 PM (IST)

    100થી વધુ લોકોએ ઘરે બેઠા કર્યું મતદાન

    લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સજ્જ છે. વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોના ઘરે જઈને મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં 100થી વધુ મત એકત્ર કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આ કાર્યવહી કરવામાં આવી રહી છે. જેમાં પોલિંગ સ્ટાફ, પોલીસ સુરક્ષા સાથે મતદારના ઘરે જઇ બેલેટ પેપર આપીને મતદાન કરાવામાં આવી રહ્યું છે.

  • 26 Nov 2022 04:29 PM (IST)

    રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ

    રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવાનાં કાર્યક્રમમાં વિરોધ જોવા મળ્યો. ભાજપ નેતાઓ દલિત સમાજના રોષનો ભોગ બન્યાં હતા. વજુભાઈ વાળાએ રાજકોટની સભામાં ઉચ્ચારેલા શબ્દોને લઈ રોષ ફેલાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપનાં નેતાઓ દેખાડા માટે બાબાસાહેબને ફૂલહાર કરતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

  • 26 Nov 2022 03:25 PM (IST)

    ભાવનગરના તળાજામાં અમિત શાહની સભા

    અમિત શાહે ભાવનગરના તળાજામાં સભા સંબોધતા કહ્યુ કે, પહેલા પાણીની ખૂબ જ સમસ્યા હતી. જો કે નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ 24 કલાક વીજળી અને પાણીની સુવિધા મળતી થઇ છે. ભાજપે દોઢ લાખ કરતા વધારે ચેકડેમ બનાવી ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તેવી સુવિધા કરી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે સરદાર સરોવર યોજનાને રોકી રાખી હતી. પણ નરેન્દ્ર મોદી ઉપવાસ પર બેસી ગયા તેથી ગુજરાતની જનતાને નર્મદાનું પાણી હાલ મળી રહી છે.

  • 26 Nov 2022 02:58 PM (IST)

    સંકલ્પપત્રને લઇને ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

    ભાજપે ચૂંટણી માટે જાહેર કરેલા સંકલ્પપત્રને લઇને ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજે આ સંકલ્પપત્ર સમગ્ર ગુજરાતના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ભાજપના સંકલ્પ પત્રને છેતરપિંડીનો દસ્તાવેજ ગણાવ્યો. તેમણે કહ્યું કે ભાજપે સંકલ્પ પત્ર સાથે તેમણે છેલ્લા 27 વર્ષમાં શું કર્યું એ પણ જાહેર કરવાની જરૂર હતી.

  • 26 Nov 2022 02:36 PM (IST)

    CM યોગી આદિત્યનાથના AAP અને કોંગ્રેસ પર પ્રહાર

    ગીર સોમનાથની ભૂમિ પરથી યુપીના મુખ્યપ્રધાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જયાં યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધતા કેજરીવાલને નમૂના કહી આતંકીઓ સાથે સરખાવ્યા હતા અને કહ્યું, આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે. આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ન કરાય. કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કર્યું છે. તો સરદાર પટેલને પણ કયારેય સન્માન આપ્યું નથી. વધુમાં તે પણ કહ્યું, મુસ્લિમોના મતો માટે કોંગ્રેસે હિન્દુઓને પણ માન આપ્યું નથી.

  • 26 Nov 2022 02:11 PM (IST)

    ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે AAP અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

    ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે  AAP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સભામાં યુપીના CMએ અરવિંદ કેજરીવાલને નમૂના કહ્યા.  તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે. આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત કરાય ?. તો કોંગ્રેસ પર પ્રહરા કરતા કહ્યું કે,કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ.કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી.

  • 26 Nov 2022 02:01 PM (IST)

    Gujarat Election : અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા

    અમરેલીના જાફરાબાદમાં ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. તેમણે બંને પાર્ટીઓને ગુજરાત વિરોધી ગણાવી. અમિત શાહે મેધા પાટકર મુદ્દે રાહુલ ગાંધી અને કેજરીવાલને ઘેર્યા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે.  તેઓ પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ચાલે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે તો ગુજરાત વિરોધી મેધા પાટકરને ચૂંટણીની ટિકિટ પણ આપી હતી. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર વિરોધી મેધા પાટકરને પ્રજા ક્યારેય માફ નહીં કરે.

  • 26 Nov 2022 01:18 PM (IST)

    ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું - અમિત શાહ

    તો વધુમાં અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું.  ભાજપ સરકારે સમગ્ર ગુજરાતમાંથી માફિયાઓને સાફ કર્યા. હવે ગુજરાતમાં એક જ દાદા છે અને તે છે હનુમાન દાદા.તો વધુમાં કહ્યું કે, નર્મદા યોજનાના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી પહોંચ્યુ છે.

  • 26 Nov 2022 01:14 PM (IST)

    1 તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે - અમિત શાહ

    અમરેલીના જાફરાબાદમાં સંબોધન કરતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 1 તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે. તમારો એક મત માત્ર 2022 નહીં, પરંતુ 2024 જીતાડવાનો મત હશે. તો વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા તે પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાંય 24 કલાક વીજળી આવતી નહોતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયદા- વ્યવસ્થાની પરિસ્થિતિ પહેલા કેવી હતી તે સૌ કોઈ જાણે છે.

  • 26 Nov 2022 12:41 PM (IST)

    Gujarat Election Live Updates : પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ

    પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. શહેરના અલગ અલગ મતદાન મથકોની બહાર કામગીરી શરૂ કરાઈ છે. રસ્તા પર 100 મીટર અને 200 મીટરના માર્કિંગ કરાયા છે. ચૂંટણી પંચના નિયમો હેઠળ કામગીરી થઈ રહી છે. 200 મીટરની બહાર કોઈપણ રાજકીય પક્ષ ટેબલ નાખી શકાય નહીં. મતદાનના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરાઈ છે. રાજકીય પક્ષોની સાથે સરકારી વિભાગો દ્વારા પણ અલગ અલગ કામગીરી હાથ ધરાઈ છે.

  • 26 Nov 2022 12:35 PM (IST)

    Gujarat Election 2022 : ભાજપના નવા વાયદાઓની વણઝાર વચ્ચે 2017 ના આ વચનો રહ્યા અધૂરા

    2017ના સંકલ્પ પત્રમાંથી ભાજપનો દાવો છે કે 70 ટકા વાયદા પૂર્ણ થયા. ભાજપના દાવા પર નજર કરીએ તો ખેડૂતોની આવક બમણી થઇ, દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને પ્રોત્સાહન મળ્યું, શ્રમ રોજગાર સ્ટાર્ટ અપને વેગ મળ્યો, યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી આપી, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્થાપવામાં આવી, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા, શહેરો અને ગામડાનો વિકાસ કર્યો અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો. તો કયા વાયદા અધુરા રહ્યા તેના પર નજર કરીએ તો વિધવા પેન્શન યોજનાનો સંકલ્પ, વિધવા બહેનોના ખાતામાં સહાય, વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ માટે સહાય, સ્વનિર્ભર શાળા ફી નિયંત્રણ વિધેયકનો વાયદો, સ્વાસ્થ્ય ક્ષેત્રે મોબાઈલ ક્લિનિકનો મુદ્દો, 255 સરકારી લેબ સ્થાપનાનો વાયદો,ગામડાઓમાં પાકા રસ્તા અને ઘરનો વાયદો અને આદિવાસીઓના વિકાસનો વાયદો અધુરો છે.

  • 26 Nov 2022 12:28 PM (IST)

    Gujarat Election 2022 : ભાજપના સંકલ્પપત્રમાં મહિલાઓને અપાયુ પ્રાધાન્ય

    • KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ
    • ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ
    • વ્હાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય વધારીને 1.50 લાખનો વધારો
    • આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ
    • અગ્નિવીર તરીકે ભરતી થનારી મહિલાને 50,000ની વન ટાઈમ ગ્રાન્ટ
  • 26 Nov 2022 12:21 PM (IST)

    Gujarat Election : ભાજપના સંકલ્પ પત્રમાં ધરતીપુત્રો માટે શું ?

    • ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ₹10,000 કરોડ નું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMCs, ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે.
    • 25,000 કરોડ ના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરાશે.
    • પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (500 કરોડનું વધારાનું બજેટ), 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે.
  • 26 Nov 2022 12:20 PM (IST)

    ગુજરાત રાજકીય પરિવર્તનની ગંગોત્રી - જે પી નડ્ડા

    ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, ગુજરાત રાજકીય પરિવર્તનની ગંગોત્રી છે. આ સંકલ્પ પત્ર દસ્તાવેજ નથી. જે કહ્યું એ કર્યું છે, જે કહેશે એ કરવાની ભારતીય જનતા પાર્ટીમાં તાકાત છે.

  • 26 Nov 2022 12:17 PM (IST)

    BJP Manifesto : દેશના પ્રથમ 'પરિક્રમા પથ'નું નિર્માણ થશે

  • 26 Nov 2022 12:15 PM (IST)

    BJP Manifesto : યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણનો સંપૂર્ણ અમલ કરવાનું વચન

    •  ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટી ભલામણનો સંપૂર્ણપણે અમલ કરવાનો વાયદો
    • દેશવિરોધી પ્રવૃત્તિઓને દૂર કરાશે
    • ‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ બનાવવાનો વાયદો
  • 26 Nov 2022 12:14 PM (IST)

    BJP Manifesto : વિદ્યાર્થીઓ અને યુવાનો માટે શિક્ષણથી લઈને  સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટકચરના નિર્માણનો વાયદો

    •  મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ 10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરાશે
    • આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો
    • IITના તર્જ પર 4 ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરાશે
    • વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે
    • ગુજરાત ઑલિમ્પિક મિશન થશે શરૂ
  • 26 Nov 2022 11:57 AM (IST)

    Gujarat Election 2022 : ભાજપે સંકલ્પ પત્રમાં 30 વાયદાઓ આપ્યા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપે  મુખ્યત્વે સંકલ્પપત્રમાં 30 વાયદાઓ આપ્યા છે.

  • 26 Nov 2022 11:48 AM (IST)

    Gujarat Eledction : ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વાયદાઓની વણઝાર

    ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તેમાં નીચે મુજબના વાયદાઓ કરવામાં આવ્યા છે.

    • 25 હજાર કરોડના ખર્ચ સિંચાઈ નેટવર્નું વિસ્તરણ કરાશે
    • મેડિકલ સીટોમાં 30 ટકાનો વધારો કરાશે
    • 10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ
    • રાજ્યમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના
    • 1 હજાર ઈ-બસોનો કાફલો ઉમેરાશે
    • દેશના પહેલા પરિક્રમા પથનું નિર્માણ, સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો પથ સાઉથ ઈસ્ટર્ન હાઈ-વે બનાવાશે
    • સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું
    • 80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું
    • લાભાર્થીઓને તેમના ખાતામાં સીધી સહાય આપવામાં આવશે, દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારું ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવાશે
    • પોલીસ ફોર્સનું આધુનિકીકરણ, 1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સને સશક્ત કરાશે
    • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે 2,500 કરોડનું રોકાણ કરાશે
    • મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે 1,000 કરોડ ફાળવાશે
    • 'ફેમિલી કાર્ડ યોજના'ના માધ્યમથી દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે
    • 'પ્રધાનમંત્રી આવાસ યોજના'ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરાશે
    • વર્ષ 2036 માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરાશે
    • ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરાશે
    • ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરાશે
    • મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરાશે
    • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને 5 લાખથી વધારીને 10 લાખ કરાશે
    • દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 2 સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરી અને મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેન અને બોટના મેકેનાઈઝેશનની સુવિધા)ને વધુ મજબૂત કરાશે
    • પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત કરાશે, 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે
  • 26 Nov 2022 11:38 AM (IST)

    જે કહેવુ તે કરવુ એ ભાજપની કાર્યપધ્ધતિ - CM ભૂપેન્દ્ર પટેલ

    ભાજપના  મેનિફેસ્ટો કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભાજપનું સંકલ્પ માત્ર ચૂંટણીના વાયદા નથી. જે કહેવુ તે કરવુ એ ભાજપની કાર્યપધ્ધતિ છે. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત હંમેશા નંબર વન રહ્યું છે. આજે ગુજરાતની કલ્યાણકારની નિતીઓ હવે  બીજા રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી રહી છે.

  • 26 Nov 2022 11:33 AM (IST)

    ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા- સી આર પાટીલ

    ભાજપના ચૂંટણી ઢંઢેરા દરમિયાન ભાજપ રાષ્ટ્રીય જે. પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા છે. સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સુચવેલા સુચનોનો દસ્તાવેજ છે અમારો સંકલ્પ પત્ર. તો વધુમાં કહ્યું કે, ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે.

  • 26 Nov 2022 11:05 AM (IST)

    ગુજરાત ઈલેક્શન : ભાજપનો દાવો છે 2017ના 70 ટકા વાયદા પૂર્ણ થયા

    2017ના સંકલ્પ પત્રમાંથી ભાજપનો દાવો છે કે 70 ટકા વાયદા પૂર્ણ થયા. ભાજપના દાવા પર નજર કરીએ તો ખેડૂતોની આવક બમણી થઇ, દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને પ્રોત્સાહન મળ્યુ, શ્રમ રોજગાર સ્ટાર્ટ અપને વેગ મળ્યો, યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી આપી, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્થાપવામાં આવી, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા,શહેરો અને ગામડાનો વિકાસ કર્યો અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો.

  • 26 Nov 2022 11:01 AM (IST)

    Gujarat Election 2022 : પ્રચાર દરમિયાન નેતાઓનો થઈ રહ્યો છે વિરોધ

    ગુજરાતની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં ઠેર ઠેર ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે.  અમરેલીના કાગદડી અને ખાંભાના દાઢીયાળી ગામમાં ધારી બેઠકના ઉમેદવાર જે.વી. કાકડીયાનો વિરોધ થતાં તેઓ સભા અધુરી છોડીને નીકળી ગયા. બીજી તરફ જામનગરના કાલાવડમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસના કોર્પોરેટર સદામ બારાડી અને લઘુમતિ સમાજના 500 કાર્યકરો ભાજપમાં જોડાયા.  તો નવસારીના બિલિમોરા પાલિકાના અપક્ષ સભ્ય સહિત 150થી વધુ કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો. બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરાયા. તો પાટણના સિદ્ધપુરમાં પણ ભાજપના 5 નેતાઓને કોંગ્રેસનો પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે.

  • 26 Nov 2022 10:15 AM (IST)

    Gujarat Election : ગૃહ પ્રધાન અમિત શાહે પ્રચારની કમાન સંભાળી

    વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો મતદારોનો મત જીતવા એડીચોડીનું જોર કરી રહ્યા છે. PM મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પ્રચારની કમાન સંભાળી છે.અમિત શાહ આજે 5 મેરેથોન સભા યોજશે. સવારે 11.00 કલાકે તેઓ જાફરાબાદમાં સભા સંબોધશે. બપોરે 1 કલાકે ભાવનગરના તળાજા. બપોરે અઢી વાગ્યે મહુવા.જ્યારે સાંજે સાડા પાંચ વાગ્યે વડોદરામાં સભા ગજવશે.અમિત શાહ રાત્રે અમદાવાદના પ્રહલાદનગરમાં જાહેરસભાને સંબોધન કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.

Published On - Nov 26,2022 10:10 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">