Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપનો આક્રમક પ્રચાર, કેન્દ્રીય નેતાઓ 93 બેઠકો પર ગજવશે સભા

| Updated on: Nov 22, 2022 | 7:53 AM

Gujarat Vidhansabha Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજો મતદારોને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપનો આક્રમક પ્રચાર, કેન્દ્રીય નેતાઓ 93 બેઠકો પર ગજવશે સભા
Gujarat Election 2022 LIVE

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને (Gujarat Election 2022) આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. PM મોદી (PM Modi Gujarat Visit) આજે સુરેન્દ્રનગર, ભરૂચના જંબુસર અને નવસારીમાં જાહેર સભા સંબોધી. તો રણનીતિના  ચાણક્ય ગણાતા અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં મોરચો સંભાળ્યો છે. તો વિપક્ષનો રાષ્ટ્રીય ચહેરો એવા રાહુલ ગાંધીએ રાજકોટ અને સુરતના મહુવામાં પ્રચાર કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે અમરેલીમાં રોડ શો કર્યો. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો (Gujarat Vidhansabha Election)  જંગ જામશે. ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓના દિગ્ગજો ગુજરાતમાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM સુધી પહોંચે છે કે કેમ તે તો પરિણામ જ બતાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Nov 2022 09:24 PM (IST)

    તુષાર ગાંધીને ભાજપનો જવાબ, “સાવરકરને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, ગાંધીજીની દ્રષ્ટ્રીએ સાવરકર બહાદુર હતા”

    વીર સાવરકર મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને ભાજપે જવાબ આપ્યો..ભાજપ નેતા સુંધાશુ ત્રિવેદીએ જણાવ્યું કે વીર સાવરકરને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે 26 મે 1920નાં રોજ મહાત્મા ગાંધીએ પત્ર લખ્યો હતો જેમાં બાપુએ લખ્યુ હતુ કે વીર સાવરકર તેમની દ્રષ્ટ્રીએ બહાદુર, ચતુર અને દેશભક્ત છે

  • 21 Nov 2022 09:22 PM (IST)

    રાહુલ બાદ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની સાવરકર અંગેની ટિપ્પણીથી વિવાદ

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે.  રાહુલ બાદ હવે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સાવરકર અંગે કરેલી ટ્વિટથી વિવાદ થયો છે. તુષાર ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે સાવરકરે ફક્ત બ્રિટિશરોને જ મદદ નહોતી કરી. બાપુની હત્યા કરવા ગન શોધવા માટે ગોડસેને પણ મદદ કરી હતી. તુષાર ગાંધીએ કહ્યું કે હત્યાના બે દિવસ પૂર્વે સુધી ગોડસે પાસે 9 mm સેમિ ઓટોમેટિક ગન નહોતી. ગુજરાતની મુલાકાતે આવેલા તુષાર ગાંધીએ ટીવી નાઇન સાથે ખાસ વાતચીત કરી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે બાપુને મારવા માટે ગોડસે પાસે ગન નહોતી. તેઓ મુંબઇમાં શસ્ત્ર શોધવા માટે રખડી રહ્યા હતા. જે બાદ સાવરકરે તેને ગન શોધવા માટે મદદ કરી. મેં જે ટ્વિટ કર્યું છે તેમાં એક પણ વાત મારા તરફથી નથી કરી. કપૂર કમિશનના રિપોર્ટમાં જ આ તમામ બાબતોનો ઉલ્લેખ છે.

  • 21 Nov 2022 08:10 PM (IST)

    રાહુલ ગાંધીએ કહ્યું ભારત જોડો યાત્રાની પ્રેરણા ગુજરાતમાંથી મળી

  • 21 Nov 2022 08:08 PM (IST)

    દાહોદ: દેવગઢ બારિયાના NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું

  • 21 Nov 2022 08:07 PM (IST)

    ગાંધીનગર: દહેગામ વિધાનસભા બેઠક પરથી કામિનીબા રાઠોડે ફોર્મ પરત ખેંચ્યું

  • 21 Nov 2022 08:07 PM (IST)

    રાહુલ ગાંધીએ ગુજરાતમાં સંબોધી સભા, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના મતદારોને રિઝવવા પ્રયાસ

    રાહુલ ગાંધીએ પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. તેઓએ ગુજરાતમાં આજે બે સભાઓને સંબોધી કે જ્યાં તેઓએ ભાજપ અને કોંગ્રેસ બે અલગ વિચારધારા હોવાની વાત કરી અને સાથે જ વિરોધીઓને આડેહાથે લીધા હતા. રાહુલ ગાંધીની બે સભા થકી સૌરાષ્ટ્ર તથા દક્ષિણમાં કોંગ્રેસે તમામ મતદારો સુધી પહોચવાની યોજના બનાવી છે.

  • 21 Nov 2022 08:02 PM (IST)

    નવસારીના વાંસદામાં ભાજપના ઉમેદવારને થયો કડવો અનુભવ

    નવસારીમાં વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે. ઝરી ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ, સાંસદ અને સમર્થકો પર સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે.  સ્થાનિકોએ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ઉગ્ર વિરોધ નોંધાવી અનંત પટેલના સમર્થનમાં નારા લગાવ્યા હતા. સ્થાનિકોના ઉગ્ર વિરોધને જોતા ભાજપ ઉમેદવારને ત્યાંથી રવાના થવાની ફરજ પડી હતી.

  • 21 Nov 2022 06:56 PM (IST)

    Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને પગલે હથિયાર જમા કરાવવાનુ જાહેરનામુ, પરવાનેદાર હથિયારધારકોએ જમા કરાવ્યા હથિયાર

    વિધાનસભા ચૂંટણીઓ-2022 અંતર્ગત અમદાવાદ શહેરમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર પરવાનેદાર હથિયારધારકોને હથિયારો સાથે લઇને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને હથિયાર જમા કરાવવાનુ જાહેરનામુ બહાર પાડતા લોકોએ હથિયાર જમા કરાવ્યા છે.

  • 21 Nov 2022 06:33 PM (IST)

    Gujarat Election 2022 Live : ભાજપ મંગળવારે 93 બેઠક પર મેગા ચૂંટણી પ્રચાર કરશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે.  ભાજપના ટોચના નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે..કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભાનું આયોજન કરાયું છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે.

    હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે.જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

  • 21 Nov 2022 06:11 PM (IST)

    Gujarat Election 2022 Live : ભારત જોડો યાત્રાનો વિચાર ગુજરાતનો છે, મહાત્મા ગાંધીનો વિચાર છે : રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ આજે રાજકોટમાં બીજી ચૂંટણી સભા સંબોધી હતી. આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ વિચાર અમને ગુજરાતે આપ્યો છે આ વિચાર મહાત્મા ગાંધીનો વિચાર છે. ભારત જોડો યાત્રા કન્યા કુમારીથી શ્રીનગર સુધી જશે. તેમજ કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. આ યાત્રા 3500 કિલોમીટરની યાત્રા છે. જેમાં અનેક લોકો ખેડૂતો, નાના વેપારી અને મહિલાઓ સાથે ચર્ચા થઇ રહી છે. ટીવી પર પર આટલું બતાવવામાં આવતું નથી. સવારે 6 વાગે યાત્રા શરૂ થાય છે અને રાત્રે 8. 30 વાગે સમાપ્ત થાય છે.

  • 21 Nov 2022 06:04 PM (IST)

    Gujarat Election 2022 Live : મોરબી ટ્રેજડી પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ચોકીદારોને પકડ્યા જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી નહિ

    રાહુલ ગાંધીએ આજે રાજકોટમાં બીજી ચૂંટણી સભા સંબોધી હતી. આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોરબી ટ્રેજડી ભાજપ સરકાર પર વાર કર્યો હતો. તેમજ આક્ષેપ લગાવ્યો હતો આ બ્રિજ બનાવનારા ભાજપ સાથે સબંધ ઘરાવતા હતા એટલે તેમની પર કાર્યવાહી કરવામાં ના આવી એફઆઇઆર કરવામાં ના આવી.

  • 21 Nov 2022 05:58 PM (IST)

    Gujarat Election 2022 Live : ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર નથી થતી તેનું દુખ છે : રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ આજે રાજકોટમાં બીજી ચૂંટણી સભા સંબોધી હતી. આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પ્રેસ મિત્રો અમારો અવાજ નથી ઉઠાવતા, આમાં તેમનો વાંક નથી તેમની પાછળ તેમના માલિક છે. અમે ભારત જોડો યાત્રા શરૂ કરી છે જે કન્યા કુમારીથી શ્રીનગર સુધી જશે. તેમજ કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. આ યાત્રા 3500 કિલોમીટરની યાત્રા છે. જેમાં અનેક લોકો ખેડૂતો, નાના વેપારી અને મહિલાઓ સાથે ચર્ચા થઇ રહી છે. ટીવી પર પર આટલું બતાવવામાં આવતું નથી. સવારે 6 વાગે યાત્રા શરૂ થાય છે અને રાત્રે 8. 30 વાગે સમાપ્ત થાય છે. દુખ એ બાબતનું છે કે ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર નથી થતી તેનું દુ:ખ છે

  • 21 Nov 2022 05:49 PM (IST)

    Gujarat Election 2022 Live : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે : અશોક ગેહલોત

    ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત સુરતથી કરી અને તેની બાદ હવે તેવો રાજકોટ પહોંચ્યા છે. આ સભામાં  રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકાર વિરોધી જુવાળ છે. જેના લીધે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે. તેમજ રાજ્યમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે. ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

  • 21 Nov 2022 05:34 PM (IST)

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા, સભાને સંબોધન કરશે

    ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત સુરતથી કરી અને તેની બાદ હવે તેવો રાજકોટ પહોંચ્યા છે.

  • 21 Nov 2022 05:26 PM (IST)

    Gujarat Election 2022 Live : મહેમદાવાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

    ગુજરાતને કર્ફ્યૂમુક્ત કરવાનું કામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ છે. કોંગ્રેસના શાસનમાં આતંકવાદ અને કરફયુ ખુબ જ ફૂલ્યો ફાલ્યો હતો પરંતુ હાલમાં ગુજરાત આ દુષણોથી મુકત બનીને ડબલ એન્જીનવાળી સરકાર હાલમાં વિકાસની હરણફાળ ભરી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસનું નામોનિશાન મીટાવી દેવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આહવાન કર્યું હતું.

  • 21 Nov 2022 05:15 PM (IST)

    Gujarat Election 2022 Live : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના 50 સ્ટાર પ્રચારકો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસે પણ 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં રાહુલ ગાંધીએ સોમવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

  • 21 Nov 2022 05:13 PM (IST)

    CM યોગીએ કોંગ્રેસને આડેહાથ લીધી, કહ્યુ- કોંગ્રેસની સત્તામાં રામમંદીર ન બની શક્યું

    ખેડાના મહેમદાબાદમાં CM યોગીએ સભા સંબોધી હતી. જ્યાં ઉત્તરપ્રદેશનના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નિવેદન આપ્યુ છે કે, કોરોનામાં કોંગ્રેસ સરકાર હોત તો વેક્સિન અને લોકોના મફત રાશનના રૂપિયા ખાઈ જાત. જેમાં તેઓએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા કહ્યુ કે, "કોરોના વખતે કોંગ્રેસના ભાઈ-બહેન ક્યાંય દેખાયા નથી અને હજુ પણ દેખાતા નથી. ભારત જોડો યાત્રામાં રાષ્ટ્રગીતના બદલે ફિલ્મી ગીત વાગે છે. આ કોંગ્રેસ હોત તો શું રામમંદિર બનાવી શકતી હતી.."?

  • 21 Nov 2022 05:04 PM (IST)

    સુરેન્દ્રનગરમાં PM નરેન્દ્ર મોદીનો બાળપ્રેમ જોવા મળ્યો

    7 વર્ષની બાળકીની એક રચનાએ PM મોદીનું દિલ જીતી લીધું.  સુરેન્દ્રનગરની સભામાં પીએમ મોદીએ 7 વર્ષિય બાળકી સાથે મુલાકાત કરી. આ મુલાકાત પાછળનું કારણ હતી કવિતાની એક રચના. સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન PM નરેન્દ્ર મોદીનો ફરી બાળપ્રેમ જોવા મળ્યો હતો. જાહેરસભા દરમિયાન 7 વર્ષની બાળકી આધ્યાબા સાથે PM મોદીએ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન આધ્યાબાએ ભાજપના કેમ્પેન માટે PM મોદીને કવિતા સંભળાવી. આધ્યાબાની કવિતા સાંભળી PM મોદી પ્રભાવિત થયા અને આધ્યાબાને ઓટોગ્રાફ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

  • 21 Nov 2022 04:45 PM (IST)

    PM મોદીએ નવસારીના પ્રખ્યાત ચીકુની પણ વાત કરી

    વડાપ્રધાને પોતાના સંબોધનમાં નવસારીના પ્રખ્યાત ચીકુની પણ વાત કરી. તેમણે કહ્યુ કે નવસારીના ચીકુંએ દિલ્હીમાં ચમકારો મારે તેવુ કામ કર્યુ છે. દિલ્હીના નેતાઓ નવસારીના ચીકુ ખાતા થઇ ગયા છે. અમે ચીકુ પકવતા ખેડૂતો માટે અલગ વ્યવસ્થા કરી છે. જો કે દિલ્હીના એ જ નેતાઓ ગુજરાતમાં આવીને અહીંનુ અયોગ્ય બોલતા હોવાનું તેમણે જણાવ્યુ.

  • 21 Nov 2022 04:44 PM (IST)

    નવસારીમાં ખેડૂતોના ખાતામાં 300 કરોડ રુપિયા જમા થયા: PM મોદી

    40 હજાર ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી સન્માન નિધી જાય છે. વર્ષમાં ત્રણ વાર જાય છે. ખાલી નવસારી અને આસપાસની વાત કરુ તો 300 કરોડ રુપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. તમે જે સરકાર બનાવી છે તેના કારણે જ આ શક્ય બન્યુ છે. હજારો લોકોને ઘર મળ્યા છે તે તમારા મતના કારણે જ મળ્યા છે. ફુટપાથ પર સુઇ જનારા, કાચા મકાનોમાં રહેનારાઓને પાકુ ઘર તમારા એક મતના કારણે જ મળ્યુ છે.

  • 21 Nov 2022 04:33 PM (IST)

    તમારા મત છે, ત્યારે મોદીનો વટ છે: PM મોદી

    ઘરે ઘરે નળથી જળ, 24 કલાક વીજળી, આ મૂળભુત સુવિધાઓ ભાજપે ઘરે ઘરે પહોંચાડી છે. જેનું કારણ તમારા એક મતની તાકાત છે. લાલચમાં આવ્યા વગર તમે ભાજપની સરકાર બનાવી તેની આ તાકાત છે. તમારા મત છે, ત્યારે મોદીનો વટ છે. તો હિંદુસ્તાનના પ્રત્યેક નાગરિકનો પણ વટ છે. આ નવસારીના લોકોના એક એક મતની જ તાકાત છે.

  • 21 Nov 2022 04:29 PM (IST)

    દુનિયામાં ભારતનો જય જયકાર થવાનું કારણ તમે આપેલો એક મત છે :PM

    PM મોદીએ કહ્યુ કે આજે દુનિયાભરમાં ભારતનો જય જયકાર થઇ રહ્યો છે. જેનું કારણ હું નહીં પણ તમે આપેલો એક મત છે. તમારા મતની તાકાતના કારણે આજે હિંદુસ્તાન પ્રગતિ કરી રહ્યુ છે.

  • 21 Nov 2022 04:25 PM (IST)

    મતદાનનો રેકોર્ડ તોડવા PM મોદીએ કરી અપીલ

    મને વિશ્વાસ છે કે ગુજરાત આ વખતે તમામ રેકોર્ડ તોડવાનો છે. જ્યારે લોકસભાની ચૂંટણી હતી. ત્યારે તમારી લોકસભામાં તમે હિંદુસ્તાનના રેકોર્ડ તોડીને સી. આર. પાટીલને વિજયી બનાવ્યા હતા. આ વખતે પણ ચૂંટણી તો જીતવાની જ છે. તમારા વોટ પણ પડવાના છે. કમળ પણ ખીલવાનું છે. પણ સાથે સાથે લોકતંત્રનો જય જયકાર પણ ચાલવો જોઇએ અને લોકતંત્રનો જય જયકાર ત્યારે જ થાય , જ્યારે એક એક મતદાર મત આપવા નીકળે. તેથી લોકશાહીના સમર્થકોને વિનંતી છે કે આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. 100 ટકા મતદાન થાય તેવા બુથ નીકળવા જોઇએ.

  • 21 Nov 2022 04:17 PM (IST)

    નવસારીમાં PM મોદીનું સભાને સંબોધન

    નવસારી મારા માટે નવુ નથી, હું પણ નવસારી માટે નવો નથી. તમે મને PMનું કામ સોંપ્યુ છે. પણ નવસારી તો મારા દિલમાં છે. આજે તમારી પાસે લોકતંત્રના પર્વ માટે આશીર્વાદ માગવા આવ્યો છું

  • 21 Nov 2022 04:09 PM (IST)

    કામીનીબા રોઠાડે ફોર્મ પરત ખેંચ્યું

    દહેગામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને પડતા મૂકી આ વખતે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કોંગ્રેસમાં ભડકો થયો હતો અને પક્ષથી નારાજ કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક પીઢ કોંગ્રેસી અગ્રણીઓ કામિનીબાને મનાવવા દોડી ગયા હતા.અંતે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કામિનીબા રાઠોડે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ હતુ.

  • 21 Nov 2022 04:07 PM (IST)

    દેવગઢ બારિયાના NCPના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના NCPના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. NCP ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું છે. ગોપસિંહે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે. કારણકે રાજ્યમાં NCP, કોંગ્રેસના ગઠબંધનમાં 3 બેઠકો NCPને ફાળવી છે.

  • 21 Nov 2022 04:05 PM (IST)

    વિરમગામ બેઠકના AAPના પૂર્વ ઉમેદવાર કુંવરજી ઠાકોરની ઘરવાપસી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. ત્યારે વિરમગામ બેઠકના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર કુંવરજી ઠાકોરે ફરી ઘરવાપસી કરી છે. કુંવરજી ઠાકોરનું મેન્ડેડ રદ થતા ફરી ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા પહેલા કુંવરજીએ અપક્ષ તરીકેની ઉમેદવારી પણ પરત ખેંચી લીધી છે.. મહત્વનું છે તે વિરમગામ વિધાનસભા બેઠક પર સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની ટિકિટ જાહેર કરી હતી. પરંતુ AAP પાર્ટીનું મેન્ડેડ રદ થતાં કુંવરજી ઠાકોર અપક્ષ તરીકે માન્ય રહ્યાં હતા.

  • 21 Nov 2022 04:03 PM (IST)

    ભાજપ નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના ટોચના નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભાનું આયોજન કરાયું છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે. હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે. જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

  • 21 Nov 2022 03:54 PM (IST)

    કોંગ્રેસ આદિવાસીઓના હક માટે લડી રહ્યુ છે: રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ મહુવામાં સભા સંબોધતા કહ્યુ કે, કૉંગ્રેસ આદિવાસીઓના હક માટે લડી રહ્યું છે. આદીવાસીઓ સાથે મારો અને ગાંધી પરિવારનો સંબંધ છે. ભારતના સાચા માલિક આદિવાસીઓ છે. ભારતને સમજવું હોય તો આદિવાસીઓના જીવનને સમજો. ભાજપના લોકો તમને વનવાસી કહે છે, આદિવાસી નથી કહેતા.

  • 21 Nov 2022 03:47 PM (IST)

    સુરતના મહુવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધી સભા

    હિંદુસ્તાનને જોડવાનું કામ મહાત્મા ગાંધી કે જે ગુજરાતી છે તેમણે કર્યુ છે. અમે શરુ કરેલી ભારત યાત્રામાં આ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની વાર્તા જોડાયેલી છે. ગુજરાતની લાગણી અને સંસ્કાર છે. આ ગુજરાતી એવા રાષ્ટ્રપિતાની દોરવણીથી ચાલતી ભારત જોડો યાત્રા છે.

  • 21 Nov 2022 03:16 PM (IST)

    કોડિનારમાં અમિત શાહનું સંબોધન, '24 કલાક વીજળી આપવાનું કામ ભાજપે કર્યુ'

    ખંભાળિયામાં સભા સંબોધ્યા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ કોડિનાર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યુ કે, ભાજપના રાજમાં ગુજરાત સહિત દેશમાં દરિયાકાંઠા સ્વચ્છ અને સુરક્ષિત બન્યા છે. એક સમયે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો.

  • 21 Nov 2022 03:09 PM (IST)

    આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યુ: PM મોદી

    આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ મળે તે માટે અમે કામ કર્યુ. આદિવાસીઓને રોજગાર મળે તે માટે કામ કર્યુ. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓના પટ્ટા ઉપર દસ હજાર જેટલી નવી સ્કૂલ બનાવી છે. આજે આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્ટ્રીમની શાળાઓ પણ ઊભી થઇ ગઇ છે. અમે આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યુ છે.

  • 21 Nov 2022 02:58 PM (IST)

    20 વર્ષ પહેલા ગરીબોના રાશન પણ લૂંટી લેવાતા: PM મોદી

    ભૂતકાળની સરકારો ગરીબના રાશન કાર્ડ પણ લૂંટી લેતા હતા. 20 વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે ગરીબના રાશનમાંથી લૂંટ ચલાનારા લોકો અહીં બેઠા હતા અને રાજકીય મોટા મોટા નેતાઓ લાંબા લાંબા ઝભ્ભા પહેરીને ફર્યા કરતા હતા. ગરીબોના હક પર ડગલે ને પગલે કમિશન સિવાય વાત નહોંતી થતી.

  • 21 Nov 2022 02:51 PM (IST)

    ઉદ્યોગોમાં ભરુચ જિલ્લાએ હરણફાળ ભરી: PM મોદી

    ઉદ્યોગોમાં ભરુચ જિલ્લાએ હરણફાળ ભરી છે. હિન્દુસ્તાનના નાના નાના રાજ્યો કરતા પણ એકલો ભરુચ જિલ્લો આગળ નીકળી ગયો છે. કોઇ ઉદ્યોગ એવો નહીં હોય જે ભરુચ જિલ્લામાં નહીં હોય. બે દસકમાં ભરુચમાં ઉદ્યોગોની સંખ્યા કુદકે ને ભુસકે વધી છે. ફર્ટીલાઇઝરનું મોટામાં મોટુ કારખાનું, કેમિકલની મોટામાં મોટી કંપનીઓ , દવાની મોટામાં મોટી કંપનીઓ બધાના લેબલ પર ભરુચ લાગેલુ હોય છે.આ ભરુચનો વટ પડી ગયો છે. ભુપેન્દ્રભાઇએ લાવેલી નવી ઔદ્યોગિક નીતિને કારણે તો ભરુચ જેવો જિલ્લો ખૂબ વિકાસ કરશે.

  • 21 Nov 2022 02:50 PM (IST)

    20 વર્ષમાં ભરુચમાં બેથી ત્રણ ગણો વિકાસ થયો: વડાપ્રધાન મોદી

    પહેલા નર્મદા નદી આપણા ત્યાંથી પસાર થતી હોવા છતા પીવાના પાણીના પણ ફાંફા હતા.મા નર્મદાના ખોળામાં મોટા થયા હોવા છતા આપણા ખેતરોને પાણી મળતા ન હતા. ત્યારે એમાંથી પણ રસ્તા કાઢવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. 20 વર્ષમાં ભરુચ જિલ્લામાં વિકાસની કોઇપણ વાત હોય તો બે ગણો ત્રણ ગણો વિકાસ આપણે જુદા જુદા ક્ષેત્રમાં કર્યો છે.

  • 21 Nov 2022 02:46 PM (IST)

    આજે ભરુચમાં જ એન્જીનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજની સુવિધા: PM મોદી

    બે દસક પહેલા ભરુચ જિલ્લામાં માથુ ઊંચુ કરીને ઊભુ રહેવુ હોય તો ચિંતા થતી હતી. બહેન દીકરીઓને બહાર નીકળવુ હોય તો ચિંતા થતી હતી. આ બધી મુસીબત હવે ગઇ છે. વાર તહેવારે જે હુલ્લડ થતા હતા તે બંધ થયા છે. કરફ્યુ ગયો છે. સુખ શાંતિ આવી છે. શાળા, કોલેજ, શિક્ષણ, ગુણવત્તાની વાત હોય તો આ તમામ બાબતમાં આપણે નવી ઊંચાઇઓ સર કરી છે. આજે એન્જીનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ ભરુચમાં જ છે.

  • 21 Nov 2022 02:39 PM (IST)

    ગુજરાતમાં વિકાસવાદની રાજનીતિ ભાજપ લાવ્યુ: PM મોદી

    ભૂતકાળમાં ચૂંટણી થાય તો છાપાઓમાં કેટલા કરોડના ગોટાળા થયા તે જ વાત ચમકતી હતી. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એવો ઝંડો રોપી દીધો કે ગમે તેવી પોલિટીકલ પાર્ટી આવે હવે તેમણે વિકાસની વાત તો કરવી જ પડે. આ વિકાસવાદની રાજનીતિ કોઇ લાવ્યુ હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે.

  • 21 Nov 2022 02:34 PM (IST)

    ભરુચમાં PM મોદીનું જન સંબોધન, 'આ ગુજરાતનો અમૃતકાળ છે.'

    વડાપ્રધાન મોદીએ ભરુચના જંબસુરમાં જનસભા સંબોધી.વડાપ્રધાને કહ્યુ કે, તમને એવો કોઇ પ્રધાનમંત્રી દેશમાં મળે કે જેમને જંબુસર ક્યાં આવ્યુ એ ખબર હોય ? જેમને ખબર જ ના હોય કે આ સ્થળ ક્યાં આવ્યુ એ તમારા સુખ દુખની ચિંતા કેવી રીતે કરી શકે ? આ તમારા પરિવારનો જ કોઇ હોય તો સુખે દુખે તમારી સાથે રહે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વિકાસની, અમૃતકાળની આ શરુઆત છે.

  • 21 Nov 2022 02:23 PM (IST)

    કોંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીત પરમારના વાયરલ વીડિયો મુદ્દે ખુલાસો

    ખેડાના મહુધાના કોંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીત પરમારના વાયરલ વીડિયો મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે..ઈન્દ્રજીત પરમારે સ્પષ્ટતા કરતા કહ્યું આ વીડિયો વર્ષ 2017નો છે. મેં કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી નથી. પરંતુ હોસ્પિટલ નજીક રહે અને બધાને લાભ મળે તેવી વાત કરી છે. ભાજપ દ્વારા વીડિયો વાયરલ કરી મને બદનામ કરવાની કોશિષ થઈ રહી છે ..ભાજપને હારનો ડર હોવાના કારણે આવા કાવાદાવા કરી રહી છે. ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ વીડિયો ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં કોઈ હિન્દુ વિસ્તારમાં દવાખાનાની મંજૂરી નહીં આપવાનો ઉલ્લેખ થયો હતો.

  • 21 Nov 2022 01:14 PM (IST)

    Gujarat Election 2022 : ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

    તો વધુમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસિયાઓ, આપ, બસપા અને સમાજવાદી પાર્ટીએ સંસદમાં કહ્યું હતુ કે, 370 કલમ નથી હટાવવી, લોહીની નદીઓ વહેતી થઈ જશે. રાહુલ બાબા આજે કોઈની કાંકરીચાળાની પણ હિંમત નથી થતી.

  • 21 Nov 2022 01:09 PM (IST)

    કામ બોલે છે તેવુ સૂત્ર કોંગ્રેસને નથી શોભતુ- ગૃહપ્રધાન અમિત શાહ

    જામખંભાળિયામાં જનસભા સંબોધન કરતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસના પોસ્ટર લાગ્યા છે. કામ બોલે છે તેવુ સૂત્ર કોંગ્રેસને નથી શોભતુ. સત્તામાં છે જ નહીં તો કામ ક્યાંથી બોલે...! તમારા કામની યાદી તો અપાવો. પહેલા વાળુ ટાણે પણ વીજળી નહોતી આવતી.  આજે 24 કલાક વીજળી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આવી છે.

  • 21 Nov 2022 12:53 PM (IST)

    એક પણ પોલિંગ બુથ ન હોય કે જેમાં કમળ પાછળ હોય - PM મોદી

    તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  પહેલા કરતા વધારે પોલિંગ બુથ પર વધારે મતદાન કરવાનુ છે. એક પણ પોલિંગ બુથ ન હોય કે જેમાં કમળ પાછળ હોય. ગઈ વખતે થોડી ભૂલ થઈ હતી, તે રિપીટ ન કરતા. આ કોંગ્રેસિયાઓએ શું કરી લીધુ ? હું અને સુરેન્દ્રનગર અલગ નથી.

  • 21 Nov 2022 12:48 PM (IST)

    Gujarat Assembly Election : તમારી સામે મારી કોઈ ઓકાત નથી - PM મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતમાં પહેલા પણ સાઈકલ નહોતી બનતી, પરંતુ હવે વિમાન બને છે. આ ચૂંટણી 5 વર્ષની નહીં પરતું આગામી 25 વર્ષ માટે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે મને નીચ જાતિનો કહ્યો, હું તો સામાન્ય પરિવારનો વ્યક્તિ છું, હું તો સેવક છું. તમારી સામે મારી કોઈ ઓકાત નથી. હું અપમાન સહન કરી લઉં છું, કારણ કે મારે 130 કરોડ જનતાનું ભલુ કરવુ છે.

  • 21 Nov 2022 12:44 PM (IST)

    સુરેન્દ્રનગરનો આગામી દિવસોમાં સુવર્ણ કાળ હશે - PM મોદી

    આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે નાના-મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપીએ છીએ. સુરેન્દ્રનગરનો આગામી દિવસોમાં સુવર્ણ કાળ હશે. વિરમગામ સુધી તો ઉદ્યોગ પહોંચી ગયા છે. લોકોને રોજગારી મળતી થઈ છે. તો બાળકોના અભ્યાસની પણ સરકારે ચિંતા કરી છે. ગુજરાતમાં 4 હજાર જેટલી કોલેજો બનાવી. શિક્ષણની વ્યવસ્થામાં વધારો કર્યો. પહેલા ગુજરાતીઓએ બહાર જવુ પડતુ હતુ, પરંતુ હવે બહારના રાજ્યોના લોકો ગુજરાતમાં આવી રહ્યા છે.

  • 21 Nov 2022 12:39 PM (IST)

    Gujarat Election 2022 : પદયાત્રા કરનારને મગફળીની ના ખબર હોય - PM મોદી

    PM મોદીએ કહ્યું કે, યુરિયા વિદેશમાંથી લાવવામાં આવે છે, કેન્દ્ર સરકારને 2 હજારમાં પડે છે પરંતુ ખેડૂતોને સરકાર 270 રૂપિયામાં યુરિયા આપે છે. હવે તો નેને યુરિયા લાવ્યા છે. તો અમે ભારતમાં યુરિયાની બ્રાન્ડ બનાવવાનું  પણ નક્કી કર્યું છે. તો વધુમાં કહ્યું કે, આ વખતે મગફળીના સારા ભાવ છે, પરંતુ પદયાત્રા કરનારાઓને કપાસ અને મગફળી કોને કહેવાય એ પણ ખબર નહી હોય.આ સાથે નામ લીધા વગર ફરીથી મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

  • 21 Nov 2022 12:33 PM (IST)

    અમે માત્ર સપના નથી દેખાડતા, પરંતુ સંકલ્પ સાથે પૂર્ણ કરીએ છીએ - PM મોદી

    તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે માત્ર સપના નથી દેખાડતા પરંતુ સંકલ્પ સાથે પુરા પણ કરીએ છીએ. મેં જ્યારે 24 કલાકની વીજળી આપવાની વાત કરી તો કોંગ્રેસ ટોણા મારતી હતી. ઉપરાંત કહ્યું કે,સુરેન્દ્રનગર જિલ્લો આમ તો પશુપાલકોનો જિલ્લો કહેવાય છે, પરંતુ અહીં હિજરત થતી હતી. 10 વર્ષ પહેલા જ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઈ હતી.

  • 21 Nov 2022 12:27 PM (IST)

    Gujarat Election : વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

    નામ લીધા વગર PM મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ છે તેવા લોકોના ખભે હાથ મુકીને યાત્રા કરી રહ્યા છે. કોઈ એક કોંગ્રેસ નેતા બતાવો કે જેમણે પાણી પહોંચાડ્યુ હોય. સુરેન્દ્રનગરના વાસીઓએ ટેન્ક માફિયાઓનુું રાજ પણ જોયુ છે.

  • 21 Nov 2022 12:25 PM (IST)

    મોદી કે ભૂપેન્દ્ર નહીં પણ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે - PM મોદી

    તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સુરેન્દ્રનગરમાં બધી બાજુ કેસરિયા દેખાઈ છે. લોકોએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધુ છે. લાંબો સમય સરકાર રહે તો એન્ટી ઈન્કમ્બન્સીની વાતો થાય, પરંતુ ગુજરાતની જનતાએ રિવાજ બદલી નાખ્યો છે. ઉપરાંત PM મોદીએ કહ્યું કે, મોદી કે ભૂપેન્દ્ર પટેલ નહીં પણ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે.

  • 21 Nov 2022 12:20 PM (IST)

    ઝાલાવાડની ધરતી પર સંતોના આશીર્વાદ મળ્યા - PM મોદી

    સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મારૂ સૌભાગ્ય છે, કે ઝાલાવડની ધરતી પર આવ્યો છું. અને એમાં હેલિપેડ પર સંતોએ મને આશીર્વાદ આપ્યા અને ભવ્ય વિજયની શુભકામનાઓ પણ આપી.

  • 21 Nov 2022 12:17 PM (IST)

    Gujarat Election 2022 : સંબોધન પહેલા મોદી....મોદીના નારા લાગ્યા

    સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી સંબોધનની શરૂઆત કરે તે પહેલા જ મોદી....મોદીના નારા લાગ્યા હતા.

  • 21 Nov 2022 12:16 PM (IST)

    સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું કાર્ય PM મોદીએ કર્યું - CM ભૂપેન્દ્ર પટેલ

    સુરેન્દ્રનગરમાં સંબોધન કરતા CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પાણી પહોંચાડવાનું કાર્ય નરેન્દ્ર મોદીએ કર્યું, ખેતરો-ખેતરો સુધી પાણી પહોંચાડાયુ. વધુમાં કહ્યું કે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 20 વર્ષમાં અનેક કાર્યો થયા છે.

  • 21 Nov 2022 12:03 PM (IST)

    Gujarat Election 2022 : થોડીવારમાં સુરેન્દ્રનગરમાં સભા ગજવશે વડાપ્રધાન મોદી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની મહતમ બેઠકો અંકે કરવા ભાજપ એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. ભાજપે પ્રચાર માટે PM મોદીને ઉતાર્યા છે. થોડીવારમાં સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી જનસભાનું સંબોધન કરશે.

  • 21 Nov 2022 11:29 AM (IST)

    Gujarat Election 2022 : આજે PM મોદી ગુજરાતમાં 3 મહાસભા સંબોધશે

    વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે PM મોદી ગુજરાતમાં 3 મહાસભા સંબોધશે. જેમાં સુરેન્દ્રનગરના દુધરેજમાં PM મોદી કરશે. તો ભરૂચના જંબુસર અને નવસારીમાં જનસભાને પણ સંબોધશે. વિધાનસભાની ચૂંટણીને પગલે PM મોદી મતદારોને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે.

  • 21 Nov 2022 11:22 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 :રાહુલ ગાંધીની સભા પહેલા કોંગ્રેસના ઝંડા દૂર કરાતા રાજકારણ તેજ

    રાજકોટ જિલ્લામાં રાહુલ ગાંધીની સભા પહેલા કોંગ્રેસના ઝંડા દૂર કરાતા રાજકારણ ગરમાયુ છે.  રેસકોર્ષ રિંગરોડ ખાતે સરકારી તંત્રએ કોંગ્રેસના ઝંડા હટાવ્યા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ઝંડા દૂર કરવામાં આવતા મામલો ગરમાયો છે.

  • 21 Nov 2022 11:21 AM (IST)

    Gujarat Election 2022 : જાણો જસદણ વિધાનસભા બેઠકના મતદારોનો મિજાજ

    TV9 ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં વાત કરીશું, એક એવી બેઠકની જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. જોકે એક નેતાના પક્ષપલટાએ અહીં સત્તાના સમીકરણો બદલી કાઢ્યા અને હવે આ બેઠક છે ભાજપનો ગઢ. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠકની. જ્યાં હાલ ભાજપનું રાજ ચાલી રહ્યું છે. જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ..

  • 21 Nov 2022 11:05 AM (IST)

    Gujarat Assembly Election : હાર્દિક પટેલની હાજરીમાં AAP ના પૂર્વ હોદ્દેદારો જોડાયા ભાજપમાં

    વિરમગામમાં હાર્દિક પટેલની હાજરીમાં AAP ના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે.  5 થી વધુ આપના પૂર્વ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વિરમગામ બેઠક પર આપના ઉમેદવાર બદલાતા આપના પૂર્વ હોદ્દેદારો નારાજ હતા. જેના કારણે હાંસલપુર ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં એક માલધારી સંમેલન પણ યોજાયુ હતુ.

  • 21 Nov 2022 10:50 AM (IST)

    Gujarat Vidhansabha Election : કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારનો વિવાદીત વીડિયો વાયરલ

    ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં કોઈ હિન્દુ વિસ્તારમાં દવાખાનાની મંજૂરી નહીં આપવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારનો વિવાદીત આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, આ વખતે પણ મહુધામાં ઈન્દ્રજીત પરમાર કોંગ્રેસ ઉમેદવાર છે.

  • 21 Nov 2022 10:46 AM (IST)

    Gujarat Election 2022 : આજે PM મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ ગુજરાતમાં

    આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે.  PM મોદી આજે ત્રણ મહાસભાઓને સંબોધશે. તો આ તરફ અમિત શાહ પણ 4 જનસભાઓને સંબોધન કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ પ્રથમ વખત ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ પણ બે સભાઓ ગજવશે. તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ પોતાના પક્ષને ગુજરાતમાં મજબુત કરવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ બેઠકો લાવવાના પ્રયાસો રૂપી કેજરીવાલ અમરેલીમાં રોડ શો કર્યો.

  • 21 Nov 2022 10:04 AM (IST)

    Gujarat Election Live : બેનામી રકમની હેરાફેરી અટકાવવા માટે ચૂંટણી પંચ એક્શનમાં

    ચૂંટણીમાં બેનામી રકમની હેરાફેરી અટકાવવા માટે ચૂંટણી પંચ અને IT વિભાગ એકશનમાં આવ્યું છે. ભાવનગરના મહુવામાં પાન અને સોપારીના વેપારીના ત્યાં IT વિભાગે દરોડા પાડયા હતા. ફાતેમા સોસાયટીમાં બ્લોક નંબર 77માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા રૂપિયા 85 લાખ રોકડ મળી આવી છે. આ રોકડ રોકડ બેનામી હોવાની આશંકા છે. હાલ સુધી કોઈ ચોક્કસ આધાર પુરાવા ન મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધી 22 કરોડની કેશ પકડાઈ છે.

  • 21 Nov 2022 09:38 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ આપી ખુલ્લેઆમ ચેતવણી

    અમરેલી  જિલ્લાની રાજૂલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં હીરા સોલંકી ખુલ્લી ચેતવણી આપતા જોવા મળે છે. તેમણે કહ્યું કે,  માહોલ ડહોળવા વાળાઓના હું ડબ્બા ગુલ કરી નાંખવાનો છુ.

  • 21 Nov 2022 09:21 AM (IST)

    Gujarat Election 2022 : વઢવાણમાં ભાજપ સામે બ્રહ્મ સમાજમાં રોષ

    સુરેન્દ્રનગરના વઢવાણમાં બ્રહ્મ સમાજે ભાજપ વિરૂદ્ધ બાંયો ચઢાવી છે. ભાજપે જીજ્ઞા પંડ્યાને આપેલી ટિકિટ પરત ખેંચી લેતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગત રાત્રે બ્રહ્મ સમાજના યુવાનો સમાજની વાડીમાં એકઠા થયા હતા અને ભાજપને મત ન આપવાના શપથ લીધા હતા. એટલું જ નહીં બીજા લોકોને પણ ભાજપને મત ન આપવા સમજાવવાની વાત કરી હતી. મહત્વનું છે કે વઢવાણ બેઠક પર ભાજપે પહેલા જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. બાદમાં તેમની ટિકિટ પરત ખેંચીને જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. જેને લઈ બ્રહ્મ સમાજમાં ભાજપ વિરૂદ્ધ નારાજગી જોવા મળી રહી છે.

  • 21 Nov 2022 09:19 AM (IST)

    Gujarat Assembly Election : દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધી સભા ગજવશે

    વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રિઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે. સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે.સભાને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • 21 Nov 2022 09:05 AM (IST)

    Gujarat Election Live : રાહુલ ગાંધીની આગમન પહેલા કોંગ્રેસને મોટો ફટકો

    વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત 100 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પૂર્વ કોર્પોરેટર પરષોત્તમ સગપરીયાની આગેવાનીમાં કોંગ્રેસના 150 સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા છે. રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ તમામ લોકોને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું, કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી. જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે તેનાથી કંઈ નહીં થાય તેની સભામાં માણસો પણ ભેગા નહીં થાય.

  • 21 Nov 2022 09:04 AM (IST)

    Gujarat Election 2022 : ચૂંટણી નજીક આવતા નેતાઓ પણ જનતાની નજીક !

    આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. PM મોદી આજે ત્રણ મહાસભાઓને સંબોધશે. તો આ તરફ અમિત શાહ પણ 4 જનસભાઓને સંબોધન કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ પ્રથમ વખત ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ પણ બે સભાઓ ગજવશે. તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ પોતાના પક્ષને ગુજરાતમાં મજબુત કરવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ બેઠકો લાવવાના પ્રયાસો રૂપી કેજરીવાલ અમરેલીમાં રોડ શો કર્યો.

Published On - Nov 21,2022 9:01 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">