Gujarat Election 2022 :Tv9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ગુજરાતમાં ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 20, 2022 | 10:07 PM

Gujarat Vidhansabha Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટી સોગઠા ગોઠવી રહી છે, ત્યારે ભાજપની પ્રચાર કમાન વડાપ્રધાન મોદીએ સંભાળી છે.

Gujarat Election 2022 :Tv9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ગુજરાતમાં ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે
PM Modi Gujarat Visit Live

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ એડી- ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે પણ સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉતારી છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ઓછી બેઠકો મળી હતી. જેથી આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા ભાજપે વ્યૂહાત્મક એક્શન પ્લાન બનાવ્યો છે. તો આ તરફ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં જોવા મળી રહી છે. અમદાવાદની બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણે AIMIM છોડી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. બીજી તરફ સુરતમાં આપ પાર્ટીની સભા દરમિયાન ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયુ છે. આપ પાર્ટીની સભામાં કોઇ વ્યક્તિએ ખુરશી ઉછાળતા મામલો તંગ બન્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ પહોંચી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Nov 2022 08:44 PM (IST)

    ગણેશજી લક્ષ્મીજીની ફોટો લગાવવાના કેજરીવાલના નિવેદનને અમિત શાહે ગણાવ્યુ રાજકીય

    ઈન્ડિયન કરન્સી પર ગણેશજી અને લક્ષ્મીજીની ફોટો હોવી જોઈએ તેવા અરવિંદ કેજરીવાલના નિવેદન પર  તેના પર અમિત શાહે જણાવ્યુ કે ધર્મ પ્રત્યે શ્રધ્ધાની વાત હોય છે તે માત્ર કોઈ એક નિવેદનને આધારે નક્કી નથી થતુ

  • 20 Nov 2022 08:40 PM (IST)

    PFI પર મુકાયેલા બેન અંગે અમિત શાહે કહ્યુ ‘નો મની ફોર ટેરર’

    નો મની ફોર ટેરર: કોઈપણ એવુ સંગઠન જે સમાજ સેવાના નામે દેશના યુવાનોને આંતકની ગર્તામાં ધકેલવાનુ કામ કરતી કોઈપણ સંસ્થાને બેન કરવી જ જોઈએ

  • 20 Nov 2022 08:37 PM (IST)

    ઉમેદવારોને વિનેબિલિટીને આધારે ટિકિટ મળે છે, જાતિ જોઈને નહીં-શાહ

    એકપણ  મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપવાના  ઓવૈસીના આરોપ પર અમિત શાહે જણાવ્યુ કે ઉમેદવારની પસંદગી ઉમેદવારની વિનેબિલિટીને આધારે નક્કી થાય છે. ઉમેદવાર કઈ જ્ઞાતિ જાતિમાંથી આવે છે તેના આધારે નક્કી નથી થતુ.

  • 20 Nov 2022 08:35 PM (IST)

    બેટ દ્વારકાના દબાણ અંગે અમિત શાહે જણાવ્યુ કે ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા

    બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ અંગે અમિતશાહે જણાવ્યુ કે ત્યાં ગેરકાયદે દબાણ થયુ હતુ તેને દૂર કરવામાં આવ્યુ. બેટ દ્વારકા ઉપરાંત કાંઠા વિસ્તારના અનેક જિલ્લામાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા.

  • 20 Nov 2022 08:33 PM (IST)

    કોંગ્રેસના શાસનમાં રોજ આતંકી હુમલા થતા- અમિત શાહ

    કોંગ્રેસના શાસનમાં રોજ કોઈને કોઈ આતંકી હુમલા થતા હતા. પીએમ મોદીના શાસનમાં બે મોટા આતંકી હુમલા થયા પરંતુ બંને સમયે પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદીઓને મારવાનુ કામ થયુ. દેશની સુરક્ષા સાથે ક્યારેય સમાધાન નથી કર્યુ.

  • 20 Nov 2022 08:28 PM (IST)

    વધુ ઉમેદવારોની દાવેદારી અંગે અમિત શાહે કહ્યુ જીતવાની સંભાવના હોય ત્યાંજ દાવેદારો હોય

    ગુજરાત ચૂંટણી સમયે 182 બેઠકો માટે ભાજપમાં 4200 ઉમેદવારોએ લડવા માટેની દાવેદારી કરી,આ અંગે અમિત શાહે જણાવ્યુ કે જેટલી જીતવાની સંભાવના વધુ એટલા ટિકિટ માટેના દાવેદાર પણ વધુ હોય છે.

  • 20 Nov 2022 08:25 PM (IST)

    કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા લોકો અંગે કોંગ્રેસના આરોપ પર અમિત શાહનો ચોટદાર જવાબ

    કોંગ્રેસ આરોપ લગાવે છે કે ભાજપ અમારા લોકોને તોડી રહી છે. આ આરોપ અંગે અમિત શાહે  જણાવ્યુ કે અમારા પર આરોપ લગાવતા પહેલા તેમણે આત્મચિંતન કરવુ જોઈએ કે તેમના લોકો છોડીને કેમ જઈ રહ્યા છે.

  • 20 Nov 2022 08:23 PM (IST)

    વીર સાવરકર મુદ્દે અમિતશાહે કહ્યુ વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ પર કોઈ સવાલ હોઈ જ ન શકે

    અમિત શાહે જણાવ્યુ કે, વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ વિશે કોઈ સવાલ હોઈ જ ન શકે. તેમના દેશ માટેના યોગદાનને ભૂલી ન શકાય. વીર સાવરકરે અંગ્રેજોની નીતિઓ પર પુસ્તક લખ્યુ હતુ અને અંગ્રેજોએ એ પુસ્તક પર પ્રતિબંધ મુક્યો હતો. વીર સાવરકર દેશના વીર સપૂત હતા આથી જ વિરોધીઓ પણ તેને વીર સાવરકર કહેવુ પડે છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે અમિત શાહે કહ્યુ કે તેમને કોઈ ગંભીરતાથી લેતુ હોય એવુ મને લાગતુ નથી.

  • 20 Nov 2022 08:19 PM (IST)

    અમિત શાહે ભર્યો હુંકાર, ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે

    Tv9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યુ કે ગુજરાતમાં ફરી ભાજપ જ સરકાર બનાવશે અને આ વખતે ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે. શાહે કહ્યુ ગુજરાતના લોકો બધુ જાણે છે. અમે જે કહ્યુ તે કરી બતાવ્યુ છે. અમારા ચૂંટણી એજન્ડામાં રામ મંદિર, કલમ 370 નાબૂદી, ત્રિપલ તલાક સહિતના મુદ્દાઓ હતા. ક્લિયર મેજોરિટી બનતા જ અમારી સરકારે એક ઝાટકે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનુ કામ કર્યુ

  • 20 Nov 2022 07:09 PM (IST)

    ગાંધીનગર: કમલમમાં ચોકમાં બેસી પીએમએ હળવા મૂડમાં કાર્યકરો સાથે કરી વાતચીત

    ગાંધીનગર કમલમમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે હળવા અંદાજમાં સહુના ખબર અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ ચોકમાં બેસી તમામ કાર્યકરોના હાલચાલ જાણ્યા અને પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હતા. કમલમમાં ચોકમાં બેસી પીએમ મોદીએ તમામ કાર્યકરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

  • 20 Nov 2022 07:08 PM (IST)

    Gujarat Election 2022: કમલમ પહોંચ્યા પીએમ મોદી

  • 20 Nov 2022 05:57 PM (IST)

    ડેડિયાપાડામાં વિરોધીઓ પર વરસ્યા અમિત શાહ, કોંગેસે મત મેળવવા કર્યો આદિવાસીઓનો ઉપયોગ

    તાપીના નિઝર બાદ અમિત શાહે નર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણી સભા ને સંબોધિત કરી. અમિત શાહે ફરી કોંગ્રેસ પર નિશાન સાધી કોંગ્રેસને ગરીબ અને આદિવાસી વિરોધી ગણાવી. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે ફક્ત મતો મેળવવા આદિવાસીઓનો ઉપયોગ કર્યો. ભાજપે ખરા અર્થમાં આદિવાસીઓ માટે કામ કર્યું. ભાજપે આદિવાસીઓના ગામેગામ વીજળી, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી છે. અમિત શાહે આતંકવાદ અને રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. અમિત શાહે જણાવ્યું કે મોદી સરકારના શાસનમાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. જે લોકો ભાજપને તારીખ પૂછતા હતા તેમને હું કહું છું કે 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જોવા મળશે.

  • 20 Nov 2022 05:39 PM (IST)

    Gujarat Election 2022 Live: ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસે આદિવાસી ગૌરવ દિવસ માનવાની વાત ભાજપએ કરી : અમિત શાહ

    ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ 13 લાખ એકર વનભૂમિ આદિવાસીઓના નામે કરી છે. તેમજ ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસે આદિવાસી ગૌરવ દિવસ માનવાની વાત ભાજપએ કરી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી કામ ભાજપએ કર્યું છે. કોંગ્રેસે એક બીજા સાથે ઝઘડાવા સિવાય કોઇ કામ કર્યું નથી. કોંગ્રેસ અત્યારે બોર્ડ લગાવે છે કોંગ્રેસનું કામ બોલે છે 27  વર્ષથી સત્તામાં નથી તો કયું કામ બોલે છે જવાબ આપો. સમગ્ર દેશ અને વિશ્વના લોકોની ઈચ્છા હતી કે રામ મંદિર બને અને રાહુલ બાબા 1 જાન્યુઆરી 2024માં ભવ્ય રામ મંદિર અયોધ્યામાં જોવા મળશે ટિકિટ બુક કરાવી લેજો

  • 20 Nov 2022 05:20 PM (IST)

    Gujarat Election 2022 Live : તાપીમાં અમિત શાહે કર્યો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું પીએમ મોદીએ આદિવાસી સમાજ માટે અનેક કામ કર્યા

    ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે તાપીના નિઝરમા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું કામ બોલે છે ના નારા સાથે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. પરંતુ કોંગ્રેસે કરેલા કામોનો તેમની પાસે હિસાબ નથી એટલે તેવો ગુજરાતમાં પ્રચારમાં આવતા નથી.

  • 20 Nov 2022 05:00 PM (IST)

    'સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે': PM

    વડાપ્રધાને કહ્યુ કે, એ દિવસ દુર નથી જ્યારે વલભીપુર ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર આ આખો પટ્ટો ઉદ્યોગોની દ્રષ્ટિએ સૌથી ધમધમતો હશે.આ એ ભૂમિ છે જ્યાં તમારા પાડોશમાં જ વિમાન બનવાના છે. જે ગુજરાતમાં સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય કેટલુ ઉજ્જવળ છે તેનું આ ઉદાહરણ છે.

  • 20 Nov 2022 04:51 PM (IST)

    પહેલા ચૂંટણીનો મુદ્દો ગોટાળાઓ અંગે હતો, હવે વિકાસ અંગે: PM મોદી

    પહેલા ચૂંટણીના મુદ્દાઓમાં કોણે કેટલા ગોટાળાઓ કર્યા તેનાથી છાપાઓ ભરેલા રહેતા હતા. કોણે કેટલા કરોડોનું કરી નાખ્યુ તે મુદ્દો રહેતો. જો કે ભાજપ જ્યારથી ગુજરાતમાં આવી છે. ત્યારથી ચૂંટણીનો મુદ્દો ગોટાળાનો નહીં વિકાસનો મુદ્દો હોય છે. રાજનીતિમાં વિકાસનો મુદ્દો લાવવાનું કામ ભાજપે કર્યુ છે.

  • 20 Nov 2022 04:41 PM (IST)

    PM મોદીનું બોટાદમાં સંબોધન

    PM મોદીએ જણાવ્યુ કે, એક દિવસમાં હું જ્યાં પણ ગયો છુ. ત્યા લોકોનો ઉત્સાહ જોઇને જ લાગે છે કે ગુજરાતની જનતાએ ભાજપને અભુતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કર્યુ છે.આ બોટાદ તેનું જીવતુ જાગતુ સાક્ષી છે. જનતાએ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધા છે.

  • 20 Nov 2022 03:51 PM (IST)

    મિશન દક્ષિણ ગુજરાત પર અમિત શાહ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તાપી જિલ્લાના નિઝરની મુલાકાતે છે. ત્યારે તેમણે સભા સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને જણાવ્યુ કે કોંગ્રેસ બોલે છે કે કામ બોલે છે. 27 વર્ષથી તો તમે સત્તામાં જ નથી.તો તમે કામ શું કર્યું? કોંગ્રેસના સમયગાળામાં લોકો વીજળી માટે વલખા મારતા હતા. નરેન્દ્ર મોદીએ ગામે ગામ સુધી વીજળી પહોંચાડી છે.

  • 20 Nov 2022 03:31 PM (IST)

    બે હજાર રુ.ની યુરિયાની થેલી ખરીદી સરકાર ખેડૂતને 270 રુ.માં આપે છે : PM

    કિસાન સન્માન નિધિ યોજના થકી ગુજરાતના 60 લાખ ખેડૂતોને 12 હજાર કરોડ રૂપિયા મળ્યા છે.જેના કારણે ખેડૂતોની ખરીદ શકિત વધી છે. સરકાર 2 હજાર રુપિયાની યુરિયાની થેલી બહારથી ખરીદી ખેડૂતોને માત્ર 270 રુપિયામાં પહોંચાડી રહી છે. ખેડૂત નબળો ન પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે.

  • 20 Nov 2022 03:26 PM (IST)

    અમરેલીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે: PM મોદી

    સુકાભઠ ગુજરાતમાં આજે અનાજનું ઉત્પાદન પહેલાની તુલનામાં ડબલ થવા માંડ્યુ છે.દુધનું ઉત્પાદન પણ અઢી ગણુ વધી ગયુ છે. શાકભાજીનું ઉત્પાદન ચાર ગણું વધી ગયુ છે.આજે ગુજરાતમાં ફળોનું ઉત્પાદન ત્રણ ગણુ વધ્યુ છે. કમલમની ખેતી પણ વિદેશમાં જઇ રહી છે. અમરેલી જિલ્લો પણ ફળફળાદીની દિશામાં આગળ વધી રહ્યો છે. અમરેલીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

  • 20 Nov 2022 03:19 PM (IST)

    ગુજરાતના ખુણે ખુણે પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવ્યુ: PM મોદી

    કૃષિ રથથી બીજથી લઇને બજારમાં પાક કેવી રીતે લાવવો તે રીતે તૈયાર કરવાનું કામ આપણે કર્યુ છે.આજે 70 હજાર કિલોમીટરનું પાણી માટેનું નેટવર્ક ગુજરાતના ખુણે ખુણે પહોંચાડવાનો પ્રયાસ આપણે કર્યો છે. આપણે આખા દેશમાં ન માત્ર માણસોના રસીકરણ પરંતુ પશુઓના રસીકરણનું પણ અભિયાન ચલાવ્યુ છે. આપણે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલકોને આપી રહ્યા છે.

  • 20 Nov 2022 03:10 PM (IST)

    પાણી અને વીજળીની સમસ્યા હલ કરી: PM મોદી

    આજે આપણે ખેતીને નફાની દિશામાં લઇ જવાનું કામ કરી રહ્યા છીએ. બે દશક પહેલા આના વિશે કોઇ વિચારી પણ શકતુ ન હતુ. આપણા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણે ચલાવ્યુ.સાથે સાથે વીજળીના સંકટમાંથી પણ તેમને મુક્તિ અપાઇ. પહેલા ટ્રાન્સફોર્મર બળી જતા તો તેને બદલતા બદલતા બે-ત્રણ મહિના જતા રહે. સીઝન પુરી થઇ જાય અને પાક બરબાદ થઇ જાય, આજે આપણે ફોન કરોને ટ્રાન્સફોર્મર બદલાઇ જાય તેવો જમાનાને બદલી દીધો છે.

  • 20 Nov 2022 03:06 PM (IST)

    અમરેલીના ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યુ: PM મોદી

    આપણે પાણી મેળવવા માટે જે પ્રયત્નો કર્યા તે વરુણ દેવતાએ પણ જોયા. વરુણ દેવે વિચાર્યુ કે વરસવુ હોય તો અમરેલી જઇને વરસુ અને અમરેલીને પાણીની સમસ્યાથી મુક્તિ અપાઉ. આ આપણા જીવનની અંદર બદલાવ આવ્યો છે. આજે અમરેલીના ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચે છે. અમે ગુજરાતના ગામે ગામના વિકાસ માટે જહેમત કરી રહ્યા છે.

  • 20 Nov 2022 02:48 PM (IST)

    સાહિત્યને સમૃદ્ધ કરવાની અમરેલીની તાકાત છે: PM મોદી

    PMએ જણાવ્યુ કે જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા જે અમરેલીના હતા. પણ મોદી એવા મુખ્યમંત્રી હતા અમરેલી જેમનું હતુ. અમરેલીના ધરા સંત યોગીઓની ધરા છે. કર્મયોગીઓની ધરા છે. આ સાહિત્યને સમૃદ્ધ કરવાની અમરેલીની તાકાત છે. અહીંની કલમમાં પણ ધાર છે અમે અહીંની તલવારમાં પણ ધાર છે.

  • 20 Nov 2022 02:43 PM (IST)

    અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડ પર PM મોદીની સભા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરાજીમાં સભા સંબોધ્યા બાદ અમરેલી પહોંચ્યા. અમરેલીમાં પણ વડાપ્રધાન મોદીએ ફોરવર્ડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભા સંબોધી. વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યુ કે છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં ઘણા બદલાવ થયા છે.

  • 20 Nov 2022 02:28 PM (IST)

    22 નવેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહ આવશે બનાસકાંઠા

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા આવશે. 22 નવેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના પ્રચાર માટે  બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે. તેઓ ડીસા તેમજ થરાદ ખાતે વિશાળ જન સભા સંબોધવાના છે.

  • 20 Nov 2022 02:10 PM (IST)

    અમરેલીમાં પણ વડાપ્રધાનની મહાસભાનું આયોજન

    વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું હતું. ત્યારે ભાજપે પોતાની રણનીતિ બદલી છે અને સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર સભાનું આયોજન કરવામાં આવ્યુ્ં છે ત્યારે અમરેલીમાં પણ વડાપ્રધાનની મહાસભાનું આયોજન છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

  • 20 Nov 2022 02:01 PM (IST)

    કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા કરી

    પાટણની સિદ્ધપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ વીડિયો જૂનો છે.. ભાજપે એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે- સીએમ કક્ષાએથી આ પ્રકારના જૂના વીડિયો વાયરલ કરીને ભાજપ કોમવાદ અને જાતિવાદનું કામ કરે છે.. તેમણે કહ્યું કે- આવી સભા હાલમાં થઈ જ નથી. સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી આવા વીડિયો વાયરલ કરીને ચૂંટણી સમયે હિન્દુ-મુસ્લિમ કરીને મત ભેગા કરવા માગે છે.

  • 20 Nov 2022 01:33 PM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન : કોંગ્રેસે PM મોદીના પ્રવાસને લઈ સવાલો ઉઠાવ્યા

    હાલમાં પીએમ મોદી ભાજપના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. જેને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે પીએમ મોદીના પ્રવાસને લઈ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને રાજસ્થાનના CM અશોક ગેહલોતે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં જીત મળ્યા બાદથી પીએમ મોદી દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં જો ડબલ એન્જીન સરકાર હોય તો તેમણે વારંવાર ગુજરાત આવવાની કેમ જરૂર પડી રહી છે ? તેમણે આ સવાલ સાથે જ કહ્યું કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ સારી ન હોવાથી મોદીજી વારંવાર ગુજરાત આવી રહ્યા છે.

  • 20 Nov 2022 01:31 PM (IST)

    Gujarat Election 2022 : ચૂંટણી પહેલા વિરમગામ આમ આદમી પાર્ટીમાં ભડકો

    ચૂંટણી પહેલા વિરમગામ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ઠાકોરને વિરમગામથી ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર વેપારીઓએ રાજીનામાં આપ્યા છે. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની જગ્યાએ અમરીશ ઠાકોરને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયા છે. અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવતા પક્ષથી નારાજ થઈ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી દીધા.

  • 20 Nov 2022 01:27 PM (IST)

    Gujarat Election Live Updates : બધી બેઠકો પર કમળ ખીલવો - PM મોદી

    તો PM મોદીએ કહ્યું કે, અમારી 365 દિવસ અને 24 કલાક કામ કરનારી સરકાર છે. વિકાસને આગળ વધારનારી સરકાર છે. આશીર્વાદ આપીને દરેક બેઠક પર કમળ ખીલવો. ચૂંટણીએ લોકશાહીનો ઉત્સવ છે,તેથી લોકોને મતદાન કરવા પણ તેમણે અપીલ કરી હતી.

  • 20 Nov 2022 01:21 PM (IST)

    અમે ગુજરાતનું આખુ ચિત્ર બદલી નાખ્યું - PM મોદી

    તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા વાળુ ટાળે પણ વીજળી ન મળતી. અમે ગુજરાતું આખુ ચિત્ર બદલી નાખ્યું છે. ઘરના વડીલોને પુછજો કે પાણી માટે કેવા વલખા મારવા પડતા હતા. આગામી પેઢીને હવે પાણી માટે વલખા નહીં મારવા પડે. એક જમાનામાં ગુજરાતમાં સાયકલ બનતી નહોતી અને હવે વિમાનો બની રહ્યા છે. આઝાદીનો અમૃતકાળ છે, આગામી 25 વર્ષ  આપણી સામે છે.

  • 20 Nov 2022 01:14 PM (IST)

    Gujarat Election 2022 : મેઘા પાટકરને લઈ વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર

    તો મેઘા પાટકરનું નામ લીધી વગર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, નર્મદા યોજનામાં વિઘ્ન નાખ્યું, એના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસ ક્યા મોઢે વોટ માગવા આવે છે. એને પૂછજો....! અમે નર્મદા યોજનામાં આવનાર તમામ વિઘ્નોને દૂર કર્યા છે. આજે ખેડૂતોની પાંચેય આંગળી ઘી માં છે. ઉપરાંત કહ્યું કે, અમે સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયત્નો કર્યા છે.

  • 20 Nov 2022 01:10 PM (IST)

    સૌરાષ્ટ્રમાં દોઢ લાખ ચેક ડેમ બનાવ્યા - PM મોદી

    તો વધુમાં PM મોદીએ કહ્યું કે, ગુજરાતીઓ પાણી દાર છે, અમે પાણી પગલા લીધા. રાજકીય દાવાઓમાં પાણીની સમસ્યા વર્ષો સુધી રહી. અગાઉ પાણી માટે ભારે મહેનત કરવી પડતી હતી.  અમે પાણી માટે ગુજરાતભરમાં અભિયાન ચલાવ્યુ. સૌરાષ્ટ્રમાં દોઢ લાખ ચેક ડેમ બનાવ્યા છે. 100 દિવસમાં એક લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન ચલાવ્યુ. આ અભિયાનથી પાણીના તળ ઉંચા આવ્યા. પાણીના મહાત્મયને સૌરાષ્ટ્રના લોકોએ સારી રીતે સમજ્યુ.

  • 20 Nov 2022 01:05 PM (IST)

    PM Modi Gujarat Visit : કોમી દાવાનળને અમે દેશવટો આપ્યો - PM મોદી

    વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે. આ વખતે બહુમત સાથે ભાજપની સરકાર બનશે. ગુજરાતમાં સરકારે એટલો વિકાસ કર્યો છે કે એના માટે સપ્તાહ કરવી પડે. કાઠિયાવાડ પાણી માટે ટળવળતુ હતુ. પાણી માટે 2-3 કિલોમીટર દુર જવુ પડતુ હતુ,  પરંતુ આજે સરકારે  ઘરે-ધરે પાણી પહોંચાડ્યુ છે. તો વધુમાં કહ્યું કે, કોમી દાવાનળને અમે દેશવટો આપ્યો.

  • 20 Nov 2022 12:48 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપ અધ્યક્ષે 7 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા

    ભાજપ અધ્યક્ષે 7 હોદેદારોને સસ્પેન્ડ કર્યા છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા વગર ઉમેદવારી કરનારા 7 હોદ્દેદારોને ભાજપ અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે.

  • 20 Nov 2022 12:32 PM (IST)

    Gujarat Election 2022 : થોડીવારમાં ધોરાજી પહોંચશે વડાપ્રધાન મોદી

    સોમનાથમાં PM મોદીએ જાહેર સભાને સંબોધી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. થોડીવારમાં વડાપ્રધાન મોદી ધોરાજી પહોંચશે.

  • 20 Nov 2022 12:23 PM (IST)

    Gujarat Election Live : પોરબંદર વિધાનસભાની બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો

    પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષો પ્રચાર પ્રક્રિયામાં લાગી ગયા છે, ત્યારે ભાજપની વાત કરીએ તો પોરબંદરમાં ભાજપે બાબુ બોખીરિયાને ટિકિટ આપી છે. પોરબંદર વિધાનસભા બેઠકને સર કરવા ભાજપે કાર્યકર્તાઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. પેજ સમિતિઓ સક્રિય બની ગઈ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

  • 20 Nov 2022 11:58 AM (IST)

    હવે આપણી આઝાદીની શતાબ્દી ઉજવીશુ- PM મોદી

    તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ક્ષેત્રમાં વિકાસથાય તેની નિતી અપનાવી. નરેન્દ્ર દિલ્હીથી અને ગાંધીનગરથી ભૂપેન્દ્ર તમારી સેવામાં હાજર છે. આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે. વધુમાં વધુ મતોથી ભાજપને જીતાડજો.ઉપરાંત કહ્યું કે,  હવે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશુ.

  • 20 Nov 2022 11:51 AM (IST)

    સૌની યોજના દ્વારા છેવાડાના ગામ સુધી પાણી પહોંચ્યુ - PM મોદી

    PM મોદીએ કહ્યું કે, પહેલી વાર જેઓ મતદાન કરવાના છે, ત્યારે તેમને મારે કહેવુ છે કે યુવાનોને પહેલાની મુશ્કેલીઓનો ખ્યાલ નહીં હોય. પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી મળતી. આજે સૌની યોજના દ્વારા છેવાડાના ગામડા સુધી પાણી પહોંચ્યુ છે. પહેલી દુર-દુર સુધી પાણી ભરવા માટે મહિલાઓએ જવુ પડતુ હતુ. પરંતુ અમે નળથી જળ યોજના થકી ઘરે-ઘરે પાણી પહોંચાડ્યુ છે. તો ઉજ્જલા યોજના થકી આજે મહિલાઓનું જીવ બદલી નાખ્યુ છે.

  • 20 Nov 2022 11:44 AM (IST)

    ગુજરાત આજે પ્રવાસનનું હબ બન્યુ - વડાપ્રધાન મોદી

    તો વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યુ છે. આજે સોમનાથ મંદિર બદલી ગયુ છે. આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયામાં સૌથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.

  • 20 Nov 2022 11:41 AM (IST)

    ખેડૂતો અને સાગરખેડૂઓ માટે અમે યોજના લાવ્યા - PM મોદી

    તો વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે,  ગુજરાતના બંદરો આજે દેશની સમુદ્ધિના દ્વાર બન્યા. તો સાથે જ ખેડૂતો અને સાગરખેડૂઓ માટે અમે યોજના લાવ્યા. ગુજરાતના માછીમારો હવે દુનિયામાં ડબલ નિકાસ કરી રહ્યા છે. તો વ્યાજખોરોમાંથી પણ અમે માછીમારોને મુક્તિ અપાવી.

  • 20 Nov 2022 11:35 AM (IST)

    આ ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી છે - PM મોદી

    તો વધુમાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વિધાનસભા તો જીતીશુ, પરંતુ પોલિગ બૂથ બધા જીતવા છે. વધુમાં વધુ મતદાન અને વધુમાં વધુ પોલિંગ બુથ જીતવાનો લક્ષ્યાંક છે. આ ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે.તેવુ બધા જ કહે છે. આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. અને એના માટે નરેન્દ્ર કામ કરશે. વધુમાં કહ્યું કે, અગાઉ ગુજરાતના વિકાસ પર શંકા રાખવામાં આવતી હતી, આજે ગુજરાત નવા ઉંચાઈના શિખર સર કરી રહ્યું છે.

  • 20 Nov 2022 11:31 AM (IST)

    Gujarat Election Live : આ વખતે રેકોર્ડ તોડવાના છે - વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ જાહેર સભાને સંબોધનની શરૂઆત કરી. PM મોદીએ કહ્યું કે, આ વખતે રેકોર્ડ તોડવાના છે. ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે, તેથી મતદાન જરૂરથી કરજો.

  • 20 Nov 2022 11:26 AM (IST)

    Gujarat Election : PM મોદી 23 નવેમ્બરે ફરી આવશે ગુજરાત

    વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે 23 નવેમ્બર અને 24 નવેમ્બરે ફરી તેઓ ગુજરાત આવશે. જો વિગતે વાત કરીએ તો 23 નવેમ્બરે વડાપ્રધાન મોદી  મહેસાણા, દાહોદ, વડોદરામાં કરશે રેલી અને જાહેર સભાનું સંબોધન કરશે. 24 નવેમ્બરે તેઓ પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં રેલી તથા સભાઓ ગજવશે.

  • 20 Nov 2022 11:10 AM (IST)

    Gujarat Assembly Election : વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાની કરી પૂજા

    વડાપ્રધાન મોદીએ ધાર્મિક વિધિ અનુસાર સોમનાથ દાદાની પૂજા- અર્ચના કરી, જે બાદ તેઓ સૌરાષ્ટ્રમાં પ્રચારનો પ્રારંભ કરશે.

  • 20 Nov 2022 10:54 AM (IST)

    Gujarat Election 2022 : PM મોદીએ ભૂતકાળની યાદો વાગોળી, ટ્વીટર પર શેર કર્યા જૂના ફોટો

    PM  નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેમણે ટ્વીટર પર ભૂતકાળમાં કરેલા વિકાસકાર્યોની યાદો તાજી કરાવતા ફોટો શેર કર્યા છે.આ ફોટો તેમના ‘મોદી આર્કાઈવ' નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરાયા છે. જેમાં તેમણે વર્ષ 2010ના સોમનાથના ફોટો શેર કર્યા છે. આ ફોટો એ સમયના છે જ્યારે સોમનાથમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃત મહાકુંભનું આયોજન કરાયું હતું. આ પહેલા વર્ષ 2007માં તેમણે સંસ્કૃત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. તે ત્યારબાદ વર્ષ 2009માં જ્યારે તેઓ સીએમ હતા ત્યારે તેમણે અમરેલીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ખેડૂતો માટે કૃષિ મેળો પણ યોજ્યો હતો. આ પહેલા વર્ષ 2003માં તેમણે અમરેલીમાં કિસાન સંમેલન યોજ્યું હતું.  તેના પણ ફોટો ટ્વીટર પર શેર કરવામાં આવ્યા છે.

  • 20 Nov 2022 10:47 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી ગીર સોમનાથ પહોંચ્યા

    વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિરમાં પૂજા-અર્ચના કરશે. મહત્વનું છે કે,50 બ્રાહ્મણો અને 30થી વધુ ઋષિકુમારો શાસ્ત્રોક્ત વિધિ સાથે તેઓ પૂજા કરશે. અંદાજે 30 મિનિટ સુધી પીએમ મોદી સોમનાથ મંદિરમાં રહેશે.

  • 20 Nov 2022 10:27 AM (IST)

    Gujarat Election : કાર્યકરોને પરષોત્તમ રૂપાલાએ આપી ચેતવણી

    વડોદરાના પાદરામાં ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ નારાજ કાર્યકરોને ચેતવણી આપી છે. તેમણે ગત રાત્રે પાદરાના નવાપુરામાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે પાર્ટી સાથે નહીં રહે તેને સમજાવવામાં આવશે અને નહીં માને તો તેની સામે પાર્ટી ધોરણસરની કાર્યવાહી કરશે. તેમણે કાર્યકરોને અપીલ કરતા કહ્યું કે જનસમુદાયની ભાવનાને સમજીને પક્ષને જીતાડવા કામે લાગી જાય. મહત્વનું છે કે પાદરા બેઠક પર ટિકિટ ન મળતાં પાર્ટીના ઘણા કાર્યકરો નારાજ હતા.

  • 20 Nov 2022 10:09 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી થોડીવારમાં પહોંચશે સોમનાથ મંદિર

    વડાપ્રધાન મોદી થોડીવારમાં સોમનાથ મંદિર પહોંચશે. સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિરમાં પૂજા-અર્ચના કરશે. મહત્વનું છે કે,50 બ્રાહ્મણો અને 30થી વધુ ઋષિકુમારો શાસ્ત્રોક્ત વિધિ સાથે તેઓ પૂજા કરશે. અંદાજે 30 મિનિટ સુધી પીએમ મોદી સોમનાથ મંદિરમાં રહેશે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાથી તેઓ ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરી શકે છે. પીએમ મોદીના આગમનને લઈ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 20 Nov 2022 09:41 AM (IST)

    Gujarat Election 2022 Live : મતદારોને આકર્ષવા ભાજપનો નવતર પ્રયોગ

    જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે ભૂષણ ભટ્ટને ટિકિટ આપી છે. ઉમેદવારી પત્રક તો ભરાઈ ગયા અને હવે શરૂ થયો છે સ્માર્ટ પ્રચાર.  ક્યાંક ભાજપના સ્માર્ટ રથ ફરી રહ્યા છે તો ક્યાંક નુક્કડ નાટકો ચાલી રહ્યા છે, તેવામાં જમાલપુર-ખાડિયા બેઠકના ઉમેદવાર ભૂણષ ભટ્ટે મતદારોને આકર્ષવા માટે સેલ્ફી વીથ મોદીનો કોન્સેપ્ટ લાવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પ્રતિમાને બાંકડા પર મુકવામાં આવી છે અને તેની બાજુમાં મુકવામાં આવ્યું છે સજેશન બોક્સ. આ નવતર પ્રયોગ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે મતદારો આવે, પીએમ મોદીના સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લે અને સજેશન બોક્ષમાં સંકલ્પ પત્ર મુકે. આગામી પાંચ વર્ષમાં મતદારો કેવું ગુજરાત ઈચ્છે છે અને તેમનો સંકલ્પ શું છે તે સરકાર સુધી પહોંચે તેવા ખાસ ઉદ્દેશ્ય સાથે આ નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

  • 20 Nov 2022 09:33 AM (IST)

    Gujarat Election : PM મોદીની જાહેર સભાને લઇને બોટાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    આ તરફ બોટાદના ત્રિકોણી ખોડિયાર પાસેના ગ્રાઉન્ડમાં PM મોદી જાહેર સભાને સંબોધશે. PM મોદીની જાહેર સભાને લઇને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ બોર્ડરો પર સઘન તપાસ કરાઇ રહી છે તથા સભા સ્થળે 5 SP, 9 DYSP , 11 PI , 40 PSI સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે.

  • 20 Nov 2022 09:26 AM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં PM મોદી કરશે પ્રચાર

    સોમનાથ બાદ PM મોદી અમરેલીના ફોરવડ ગ્રાઉન્ડ ખાતે મહાસભાને સંબોધન કરશે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. PM નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લાના 5 બેઠકના ઉમેદવારનો પ્રચાર કરવાના છે. આ સભામાં અંદાજીત 50 હજારની જનમેદની ઉમટશે. મહત્વનું છે કે, વર્ષ 2017માં અમરેલી જિલ્લાના 5 બેઠકો ભાજપે ગુમાવી પડી હતી. જેથી આ વખતની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમરેલીમાં પ્રચાર કરી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.

  • 20 Nov 2022 09:24 AM (IST)

    Gujarat Election 2022 : ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા યોજાશે

    વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જોકે તે પહેલા સિનિયર સિટીઝન, પોલીસ સ્ટાફ સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 2 હજાર 261 સિનિયર સિટીઝને ઘરે બેસીને મતદાન કરવા અરજી કરેલી છે. જેના માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 80થી વધુ વયના 1 લાખ 30 હજાર 893 મતદારો છે. 80થી 89 વર્ષ વય જૂથના 1 લાખ 10 હજાર 949 મતદારો છે.. 90થી 99ની વય જૂથના 18 હજાર 444 અને 100થી વધુ વય જૂથના 1500 મતદારોનો સમાવેશ થાય છે. 100થી વધુ વય જૂથના સૌથી વધુ 218 મતદારો એલિસબ્રિજ બેઠક પર છે. જ્યારે સૌથી ઓછા 36 મતદારો નિકોલ વિધાનસભા વિસ્તારમાં છે.

  • 20 Nov 2022 09:22 AM (IST)

    Gujarat Vidhansabha Election : ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે

    ભાવનગરની પશ્ચિમ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ લોક સંપર્ક કરી રહ્યા છે. છેલ્લી બે ટર્મથી જીતુ વાઘાણી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. ત્યારે વધુ એકવાર જનતાનો મત જીતવા માટે રેલી યોજી જનસંપર્ક કરી રહ્યા છે. આ વખતે ભાવનગર પશ્ચિમ બેઠકની સીટ પર ત્રિપાંખિયો જંગ હોવાથી રસાકસી જરૂર સર્જાશે. એવામાં રાજ્યના શિક્ષણપ્રધાન એવા જીતુ વાઘાણીએ લોક સંપર્ક કરી મતદારોને રીઝવવા પ્રયત્ન શરૂ કર્યા છે. અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે.

  • 20 Nov 2022 09:19 AM (IST)

    Gujarat Assembly Election : કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું

    સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિવાદાસ્પદ નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. રાત્રે યોજાયેલી સભામાં ચંદનજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરવાની સાથોસાથ એવું પણ કહ્યું કે, કોંગ્રેસ જ એક માત્ર પાર્ટી એવી છે જે મુસ્લિમોની રક્ષા કરે છે. ચંદનજીએ કહ્યું કે કોંગ્રેસને પણ મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે..ચંદનજી ઠાકોરના આ નિવેદનને ભાજપે વખોડ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને શરમજનક ગણાવતા કહ્યું કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી મતોના તુષ્ટિકરણ પર આવી ગઇ છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યનો આવો વાણી વિલાસ કોઇપણ રીતે ચલાવી ન લેવાય.

  • 20 Nov 2022 09:12 AM (IST)

    PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચાર પીએમ મોદી આજે સૌરાષ્ટ્રમાં કરશે ઝંઝાવાતી પ્રચાર.  સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવીને વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં પ્રચારનો પ્રારંભ કરશે  ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપની ઓછી બેઠકો મળી હતી. જેથી આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા ભાજપે વ્યૂહાત્મક એક્શન પ્લાન બનાવ્યો છે. પીએમ મોદી આજે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જાહેરસભા સંબોધશે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Published On - Nov 20,2022 9:07 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">