આમ આદમી પાર્ટીના (Aam Adami party) ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢા (Raghav Chadha ) હાલમાં ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ જનતા સાથે જોડાવાનો એક પણ મોકો છોડતા નથી. ગીર સોમનાથમાં (Gir somnath) આમ આદમી પાર્ટીના પ્રદેસ ઉપપ્રમુખ જગમલ વાળા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ નિમિત્તે આયોજિત લોક ડાયરામાં પંજાબના રાજ્ય સભાના સાસંદ તથા ગુજરાત આપના પ્રભારી રાઘવ ચઢ્ડા તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં રાઘવ ચઢ્ઢાએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajyaguru )સાથે દેશભક્તિના ગીતો પણ ગાયાં હતા. ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીકના જ સમયમાં જાહેર થવાના એંઘાણ છે ત્યારે વિવિધ પાર્ટીઓ જનતા સુધી પહોંચવા અને પોતાનો પક્ષ મજબૂત કરવા શક્ય તમામ કવાયત કરી રહ્યા છે.
રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારીરાઘવ ચઢ્ઢાએ (Raghav chaddha) અમરેલી તથા ભાવનગરમાં (Bhavnagar) જનસભા સંબોધી હતી અને ગુજરાતના બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. રાઘવ ચઢ્ઢાએ ભાવનગરમાં યુવાનો સાથે સંવાદ કર્યો. તેમજ સ્થાનિક લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.
રાઘવ ચઢ્ઢાએ જનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ પંજાબ વિધાનસભાની ચૂંટણીના જેવો છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે. સાથે જ અન્ય એક વચનની લ્હાણી કરતા કહ્યું કે સરકારી પરીક્ષા આપવા જવા માટે તમારા માટે બસ ભાડું મફત રહેશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીનું બજેટ 3 ગણું વધ્યું છે. હવે લોકોએ પસંદ કરવાનું છે કે તેઓ અરવિંદ કેજરીવાલની રેવડી લેશે કે ભાજપની રેવડી લેશે? તેમણે કહ્યું હતું કે જે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ભાજપને નથી હરાવી શકી તે હવે શું હરાવશે? તેથી જ લોકો ઘણી અપેક્ષાઓ સાથે લોકો આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે.
આજે આ પવિત્ર ધરતી પર, સરદારની, બાપુની ધરતી પર આપ સૌ સાથે વાત કરતા હું એક મહત્વની વાત કહેવા માંગુ છું કે, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીની સરકાર હતી, જ્યારે 15 વર્ષ પછી જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને નકારીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ભાવનગરના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.