Gandhinagar: સરકારના હકારાત્મક અભિગમથી સમેટાયાં 4 મોટા આંદોલનઃ માજી સૈનિકો, વન પાલો સહિત આશા વર્કર્સ અને એસટી કર્મચારીઓની પડતર માંગણીઓ સ્વીકારાઈ

ગાંધીનગર ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 4 આંદોલનનો અંત આવ્યો છે સરકારે માજી સૈનિકો, વન પાલો સહિત આશા વર્કર બહેનો અને એસટી કર્મચારીઓની પડતર માંગણીઓ સ્વીકારાતા આ આંદોલન સમેટી લેવામાં આવ્યા હતા.

Gandhinagar: સરકારના હકારાત્મક અભિગમથી સમેટાયાં 4 મોટા આંદોલનઃ માજી સૈનિકો, વન પાલો સહિત આશા વર્કર્સ અને એસટી કર્મચારીઓની પડતર માંગણીઓ સ્વીકારાઈ
ગાંધીનગરમાં વિવિધ 4 આંદોલનો સમેટાયાં
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Sep 22, 2022 | 7:51 AM

વિધાનસભાની ચૂંટણી  (Gujarat Election 2022) નજીક આવતા હવે રાજ્ય સરકાર પણ સક્રિય થઇ ગઇ છે. સરકાર એક પછી એક આંદોલનકારીઓ સાથે સંવાદ કરીને તેમની પડતર માગ સંતોષવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે વધુ એક આંદોલન સરકારે ગહન ચર્ચા બાદ શાંત પાડ્યું છે. સરકારે આશા વર્કર બહેનોની (ASHA workers ) લાંબા સમયથી પડતર માગણીનો સ્વીકારી લેતા આંદોલનનો સુખદ અંત આવી ગયો છે. આ પહેલા ગત રોજ સરકારે એસટી નિગમના કર્મચારી યુનિયન સાથે બેઠક કરી વિવિધ માંગણીઓનો સ્વીકાર કરી લીધો હતો. જયારે પૂર્વ સૈનિકોના (Ex Army men) પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કમિટી રચીને બાંહેધરી આપતા તે આંદોલન પણ સમેટાઇ ગયું છે. આ સાથે ગુજરાત રાજ્ય વનરક્ષક મંડળની (Forest guard) સાથે બેઠક કરીને તેમની 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપી વનરક્ષકના આંદોલનને પણ પૂર્ણ કરાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે.

50 હજાર આશા વર્કર બહેનોનું આંદોલન પૂર્ણ

આશા વર્કર બહેનો  ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતરી હતી. જોકે સરકાર સાથે વાતચીત દરમિયાન  આ આંદોલન પૂર્ણ થયું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે  થયેલી બેઠક બાદ આરોગ્ય મંત્રીએ  આશા વર્કર બહેનોને તેમની માંગણી સ્વીકારવાની બાંહેધરી આપી  હતી. ત્યાર બાદ મહિલાઓએ આ આંદોલન સમટી લીધું હતું.

વનરક્ષકોની હડતાળની વન વિભાગમાં હતી હાલાકી

નોંધનીય છેકે  અમરેલી, ગીર, તાપી સહિતના જંગલ વિસ્તારના વન પાલો, ફોરેસ્ટ ગાર્ડ સહિતનો સ્ટાફ હડતાળ પર હોવાથી વન્ય જીવોની સતેમજ પ્રવાસીઓની સુરક્ષા માટે મોટા પ્રશ્નો ઊભા થયા હતા. જોકે હવે તેમની માંગણીઓ સ્વીકારી લેવાતા તેઓ પુનઃ ફરજ પર હાજર થઈ જશે. જરાત રાજ્ય વનરક્ષક મંડળ સાથે બેઠક અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે સારા વાતાવરણમાં ચર્ચા કરી છે. તેમજ વર્ષોથી નહીં સ્વીકારાયેલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ અગાઉ રજાઓનો પગાર મળતો ન હતો, રજાના દિવસે બજાવેલ ફરજનો પગાર આપવાનો નિર્ણય લેવાયો છે. તથા કેટલીક નીતિવિષિયક બાબતો પર વિચારણા બાદ નિર્ણય લેવાની સહમતિ સંધાઈ છે. વનરક્ષક અને વનપાલના પડતર પ્રશ્નોમાં ગ્રેડ-પે, રજા પગાર, પીટીએ, ભરતી-બઢતીને રેસીયો વગેરે સહિતના પ્રશ્નોના ઉકેલ માટેની માંગ કર્મચારીઓએ કરી હતી.

એસ.ટી. કર્મચારીઓની વર્ષોજૂની માંગણીઓનો થયો સ્વીકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની બેઠક મળી હતી. સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મે7 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં 25 વર્ષ જેટલી જૂની વિવિધ પડતર માગણીઓનો સ્વીકાર કરતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગ્રેડ પે અને ભથ્થામાં વધારો કરવા સહિતની માગણીઓ સંતોષાતા એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં હર્ષની લાગણી છવાઇ છે.

માજી સૈનિકોનું આંદોલન સમેટાયું

પૂર્વ સૈનિકોના (EX ARMYMEN) આંદોલનનો આખરે અંત આવ્યો છે. સરકારે પૂર્વ સૈનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા 5 સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી તેમના પ્રશ્નોને સાંભળ્યા બાદ સરકાર સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ સરકાર નિર્ણય કરશે. પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના (Ex-Servicemen Foundation) પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે- ભૂતકાળમાં સરકારે ક્યારેય લેખિત બાંહેધરી નહોતી આપી. પરંતુ આ વખતે લેખિતિમાં બાંહેધરી આપી હોવાથી વિશ્વાસ છે કે જલ્દી જ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. તેમણે કહ્યું કે- જો સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ભવિષ્યમાં ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati