Gandhinagar: મેયર સંમેલનમાં PM મોદીએ આપ્યો વિકાસનો મંત્ર, કહ્યું કામ એવા કરો કે વર્ષો સુધી યાદ રહો

Gandhinagar:ગાંધીનગરમાં બે દિવસીય મેયર કોન્ફરન્સનો પ્રારંભ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રારંભ કરાવ્યો છે. જેમા 18 રાજ્યોના 118 ભાજપ શાસિત મનપાના મેયરોએ લીધો ભાગ લીધો હતો. આ મેયર સંમેલનમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાયા અને મેયરોને ગુરુમંત્ર આપ્યો કે કામ કરો કે વર્ષો સુધી રહે યાદ.

Gandhinagar: મેયર સંમેલનમાં PM મોદીએ આપ્યો વિકાસનો મંત્ર, કહ્યું કામ એવા કરો કે વર્ષો સુધી યાદ રહો
મેયર સંમેલન
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 20, 2022 | 4:48 PM

ભાજપ (BJP) શાસિત મનપાના મેયર, ડેપ્યુટી મેયરની બેઠક ગાંધીનગર (Gandhinagar)ની લીલા હોટેલમાં મળી, ગુજરાત મોડલની તર્જ પર બોલાવવામાં આવેલ મેયર સમિટમાં 18 રાજ્યોના 118 મેયર, ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહી પોતાના શહેરના વિકાસના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP NADDA) એ આ મેયર સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેયર સંમેલનમાં પીએમ મોદી (PM MODI) પણ વર્ચ્યુઅલી સામેલ થયા હતા અને મેયરોને શહેર સારું રાખવા ગુરુમંત્ર પણ આપ્યો.

ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરો માટે બે દિવસીય ‘મેયર સમીટ’નું ગાંધીનગરમાં આયોજન કરાયું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કોન્ફરન્સની શરૂઆત કરાવી. ભાજપ શહેરી વિસ્તારોમાં વધારે મજબૂત છે, ત્યારે એ શહેરોમાં ડેવલપમેન્ટ વધારે સારું કઈ રીતે થઈ શકે? ડેવલપમેન્ટ પ્રોજેકટમાં કેવી મુશ્કેલીઓ આવી શકે? અને તેના નિરાકરણ માટે તેમજ પ્રોજેકટ પાસ કરાવવા મેયર કક્ષાએ શું કરવું જોઈએ એ સંદર્ભના અનુભવોની આપલે કરવામાં આવી. ગુજરાત મોડલ અને તેના મોટા શહેરી પ્રોજેકટ કેવી રીતે તૈયાર થયા તે અંગે મેયર્સને પ્રેઝન્ટેશન થકી માર્ગદર્શન આપાયું. સૌથી નાની વયે મેયર રહેલ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ અન્ય મેયરને માર્ગદર્શન આપ્યું હતું.

મેયરોને PM મોદીનો વિકાસ મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેયરોને વર્ચ્યુઅલી સંબોધિત કરતા કેટલીક શહેરોના વિકાસ માટે કેટલીક શીખ આપી. વડાપ્રધાને જણાવ્યું કે બધુ કામ દિલ્હીથી ન થઈ શકે, અમુક કામ સ્થાનિક સ્તરે મેયર, તંત્ર અને રાજ્ય સરકારોએ પણ કરવાનું હોય છે. મેયરે સતત શહેરના વિકાસને આર્થિક વિકાસ સાથે કેવી રીતે જોડી શકાય તેની ચિંતા અને ચિંતન કરવું જોઈએ, મોટા શહેરો પરથી ભારણ ઘટાડવા માટે મેયર અને તેની ચૂંટાયેલી પાંખે નજીકમાં નાના ટાઉન ડેવલપ કરવા જોઈએ. વડાપ્રધાને દરેક શહેરોમાં વોર્ડ વાઈઝ સીટી બ્યુટી કોમ્પિટિશન યોજવાની પણ હાકલ કરી, તેમણે કહ્યું કે શહેર હંમેશા સુશોભિત રહે તે માટે દર મહિને દરેક વોર્ડમાં સ્પર્ધા યોજવી જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડેવલપમેન્ટ પ્રોજેકટની પ્રદર્શિની

ઉપસ્થિત તમામ શહેરના મેયરોએ પોતાના શહેરના આઈકોનીક ડેવલપ પ્રોજેકટની પ્રદર્શીની રજૂ કરી હતી. અમદાવાદ-ગાંધીનગરના ગિફ્ટ સીટી, અટલ બ્રિજ, મહાત્મા મંદિર, સાબરમતી રિવરફ્રન્ટ સહિતના પ્રોજેકટને રજૂ કરાયા. હજાર મેયરોને સાબરમતી રિવરફ્રન્ટ પર લઈ જઈ પ્રોજેકટ અંગે માર્ગદર્શન અપાયું. મેયર સમિટમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્ર ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, સી આર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">