VIDEO : ‘બાલકૃષ્ણ પટેલના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને લાભ’, પક્ષપલટા મુદ્દે ડભોઇના ધારાસભ્યનું મોટું નિવેદન

બાલકૃષ્ણ પટેલને છેલ્લા ઘણા સમયથી સસ્પેન્ડ (Suspend)  કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ પટેલ 2012થી 2017 સુધી ડભોઇના ધારાસભ્ય (Dabhoi MLA) રહી ચૂક્યા છે.

VIDEO : 'બાલકૃષ્ણ પટેલના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને લાભ', પક્ષપલટા મુદ્દે ડભોઇના ધારાસભ્યનું મોટું નિવેદન
Former BJP MLA Balkrsihna Patel join congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 8:32 AM

રાજ્યમાં ચૂંટણીના (Gujarat Election 2022) પડઘમ વચ્ચે નેતાઓના પક્ષપલટાનો દોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ નેતા નીતિન પટેલ ભાજપમાં જોડાયા બાદ ડભોઇના પૂર્વ ભાજપ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (Balkrishna patel) કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ હાલના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યુ છે. શૈલેષ મહેતાએ જણાવ્યું કે બાલકૃષ્ણ પટેલના જવાથી ભાજપને (BJP)  લાભ થશે. બાલકૃષ્ણ પટેલને છેલ્લા ઘણા સમયથી સસ્પેન્ડ (Suspend)  કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ પટેલ 2012થી 2017 સુધી ડભોઇના ધારાસભ્ય (Dabhoi MLA) રહી ચૂક્યા છે.

ચૂંટણી પહેલા પક્ષાંતર ચરમસીમાએ

વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષાંતર ચરમસીમાએ પહોંચ્યુ છે. કોંગ્રેસના (Congress) વધુ એક નેતા રાજીનામું આપીને ભાજપમાં (BJP) જોડાઇ ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુરા બેઠક પરથી ચૂંટણી હારેલા નીતિન પટેલે કમલમ ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપમાં જોડાતાની સાથે જ નીતિન પટેલના સૂર બદલાઈ ગયા હતા અને તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. નીતિન પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસ પાસે કોઇ પણ પ્રકારનું વિઝન નથી તથા હિન્દુઓના મુદ્દે કોંગ્રેસ કોઇ દિવસ સાથ નથી આપતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તો સામે પક્ષે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. બાલકૃષ્ણ પટેલ વર્ષ 2012થી 2017 સુધી ડભોઈના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસમાં જોડાતા કહ્યું હતું કે ભાજપમાં તેમની અવગણના થઈ રહી છે અને 2017માં કોઈ કારણ વિના તેમની ટિકીટ કાપી નાખવામાં આવી હતી. નોંધનીય છે કે બાલકૃષ્ણ પટેલના પુત્રને ટિકીટ ન આપતા તેઓ ઘણા સમયથી નારાજ હતા. ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષાંતરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">