Gujarat Assembly election 2022: ભાજપની કારોબારી બેઠકમાં ગુજરાતની ચૂંટણીનો જંગ જીતવા ફૂંકાયુ બ્યૂગલ, પેજ સમિતિનાં સભ્યોની સંખ્યા 75 લાખ પર પહોચાડવા પ્લાન બનાવાયો

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Assembly Election 2022)જંગ જીતવા ભાજપની પ્રદેશ કારોબારીમાં દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું. ભાજપના (BJP)કાર્યકરો અને જનતાના મંતવ્યો સીધા જાણી શકાય તે માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી.

Gujarat Assembly election 2022: ભાજપની કારોબારી બેઠકમાં ગુજરાતની ચૂંટણીનો જંગ જીતવા ફૂંકાયુ બ્યૂગલ, પેજ સમિતિનાં સભ્યોની સંખ્યા 75 લાખ પર પહોચાડવા પ્લાન બનાવાયો
Executive meeting of Gujarat BJP held at Kamalam, Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 12:09 PM

ગુજરાત વિધાનસભાની ચૂટંણીને (Gujarat Assembly election) લઈને દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) આજે ભાજપ (BJP) પ્રદેશ કારોબારીની બેઠક મળી. કમલમમાં યોજાયેલી આ બેઠકમાં જયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન કરવામાં આવ્યુ. ઉપરાંત કારોબારી સભ્યોને શિબિરની ચર્ચા અંગે માહિતી આપવામાં આવી. સાથે જ આગામી સમયના કાર્યક્રમોની પણ માહિતી અપાઇ.

અલ્પકાલીન વિસ્તારક યોજના અમલમાં મુકાઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા ભાજપની પ્રદેશ કારોબારીમાં દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું. ભાજપના કાર્યકરો અને જનતાના મંતવ્યો સીધા જાણી શકાય તે માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી. ગુજરાતની 182 વિધાનસભા બેઠક દીઠ બે વિસ્તારકો સતત છ મહિના સુધી પ્રવાસ કરશે. આ ઉપરાંત આગામી 11, 12 અને 13 જૂન માટે અલ્પકાલીન વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શક્તિ કેન્દ્રો પર પેજ સમિતિના પ્રમુખ, બુથ સમિતિ અને બુથના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. રાજ્યમાં ભાજપના અત્યારે 60 લાખ પેજ સમિતિના સભ્યો છે. જેમની સંખ્યા વિસ્તારક અભિયાન થકી 75 લાખ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના પ્રધાનો, વરિષ્ઠ આગેવાનો અને મંડળ સુધીના કાર્યકરો પણ જોડાશે.

નીધિ એકત્રીકરણ પર વિશેષ ચર્ચા

ગાંધીનગરમાં ભાજપની કારોબારી બેઠકમાં નિધિ સંગ્રહ મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં 200 કરોડથી વધુનો ચૂંટણી સહયોગ મેળવવાનો પ્લાન વરિષ્ઠ નેતાઓએ બનાવ્યો ભાજપના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો પાસેથી ચૂંટણી સહયોગ નિધિ ફક્ત ચેક મારફતે જ એકઠી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાએથી યાદી તૈયાર કરીને નિધિ સંગ્રહનું કાર્ય આગળ વધારવામાં આવશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય દંગલ જામ્યુ

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં (Rajasthan) હાલ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress) વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજી હતી.આ શિબિરમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly election) રણનીતિ પર મંથન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. તેમજ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">