રાજ્યમાં આગામી ચૂંટણીને જોતા (Gujarat vidhan sabha Election 2022) યાત્રાધામ દ્વારકા (Dev bhoomi dwarka) થી ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા (Gujarat Gaurav Yatra) નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યાત્રા પહોંચી હતી જ્યાં ખંભાળિયા ખાતેની જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay rupani) દ્વારા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં જે ભ્રષ્ટાચાર થયો તે જોઈને લોકોએ કોંગ્રેસને વર્ષોથી સત્તાથી દૂર રાખી છે. નોંધનીય છે કે ગુજરાત ગૌરવ યાત્રાનો હેતું રાજ્યના જન જન સુધી પહોંચી ભાજપ સરકાર દ્વારા લોક હિતાર્થે થયેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકા થી જામનગર, રાજકોટ અને બાદમાં પોરબંદર ખાતે પૂર્ણ થનાર છે 7 દિવસ ચાલનાર યાત્રા ના પહેલા દિવસે દ્વારકા થી ખંભાળિયા (Khambhaliya) પહોંચી હતી ત્યારે ગુજરાત ગૌરવ યાત્રા ખંભાળિયા ના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને બાદમાં જોધપુરગેટ વિસ્તારમાં જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભાજપના કાર્યકરો દ્વારા આ યાત્રા નું સ્વાગત કરવામાં આવતું હતું અને યાત્રા દરમિયાન બહોળી સંખ્યામાં ભાજપના નેતાઓ અને આગેવાનો સહિત લોકો પણ જોડાયા હતા. ગુજરાત ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કેન્દ્રના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ (Bhupendra yadav ) પણ જોડાયા હતા.
ખંભાળિયા ના જોધપુર ગેઇટ વિસ્તારમાં જાહેર સભા દરમિયાનમાં વિજય રૂપાણી એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો અને તેને લઈને લોકો એ તેને સત્તા થી દુર કરી હતી. ખંભાળિયા ની જનતા એ ગત વખતે ભૂલ કરી હતી જે ભૂલ આ વખતે ન થાય અને અહીંથી કમળનું ફૂલ ખિલવીને ગાંધીનગર મોકલે તેવી અપીલ પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. તેમજ તેમણે ઉમેર્યું હતું કે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા નામ છે તે આગામી ચૂંટણીમાં ગુજરાતના ગૌરવ સાથે જોડીને સૌ સંકલ્પ કરીને ગુજરાત નું ગૌરવ વધારીએ. તેમજ ‘ભરોસા વાળી સરકાર ભાજપ’ સરકાર નવું સ્લોગન આપવામાં આવ્યું છે તે સાર્થક કરી લોકોના વિશ્વાસ અને ભરોસાને જોડી આગામી ચૂંટણી માં ભાજપ ફરી થી બહુમતી વાળી સરકાર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.