Dang Election Result 2022 LIVE Updates: ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલનો ‘વિજય’

ડાંગ દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. અહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પણ જોવા મળે છે.

Dang Election Result 2022 LIVE Updates: ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલનો 'વિજય'
ડાંગ વિધાનસભા બેઠક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:10 PM

ડાંગ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result Live ડાંગ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજય પટેલની જીત થઈ છે. તેમણે મિકેનિકલ એન્જીયરિંગમાં ડિપ્લોમાં કર્યુ છે. તેમની પાસે 77 લાખ 6 હજાર 464 રુપિયા જંગમ મિલકત છે તો ડાંગ બેઠક પર આમ આદમી પાર્ટીએ 31 વર્ષના સુનીલભાઈ ગામીતને ટિકિટ આપી છે. તેમણે LLBનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 47 લાખ 42 હજાર 793 રુપિયા જંગમ મિલકત છે.

ગુજરાત ઇલેક્શન 2022: રાજકીય ઈતિહાસ

ડાંગ દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. અહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પણ જોવા મળે છે. આ વિસ્તારની અંદર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. ડાંગ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની 173ની વિધાનસભા બેઠક છે. છેલ્લી ત્રણ ટર્મથી અહીં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ રહી છે.

ગુજરાત ઇલેક્શન 2022 : ધરમપુર બેઠક પર કોણ કરતુ રહ્યુ છે કબ્જો

આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં વર્ષ 2012માં ભાજપ પક્ષમાંથી વિજય પટેલ અને કોંગ્રેસ પક્ષમાંથી મંગળ ગાવિત સામસામે ચૂંટણી લડી રહ્યા હતાં. જેમાં મંગળ ગાવિતનો ભવ્ય વિજય થયો હતો. 2 ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર ડાંગ જિલ્લા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ગત રાજ્યસભાની ચૂંટણી ટાણે પોતાનું રાજીનામું આપ્યું હતું. ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમાદવાર મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. 2020માં યોજાયેલી પેટા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે હતો, જેમાં વિજય પટેલની જીત થઈ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બેઠક પર મતદારો અને જાતિગત સમીકરણ

ડાંગ વિધાનસભા બેઠક પર વર્ષ 2022માં કુલ મતદારોની સંખ્યા 1 લાખ 88 હજાર 585 છે. જેમાં 94681 પુરૂષ મતદારો અને 93902 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે 2 અન્ય મતદાર પણ છે. ડાંગ બેઠકમાં પણ કૂકણા સમાજનું વર્ચસ્વ છે, જેમની વસતી 45 ટકા જેટલી છે. તે બાદ વારલી સમાજ છે, જેની વસતી 40 ટકા છે અને કૂકણા વસાવા સમાજની વસતી 5-8 ટકા છે. બેઠકમાં કોળચા, આદિમજૂથ અને મુસ્લિમ મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">