Gujarat Election : કોંગ્રેસનુ દિવા સ્વપ્ન ! કથળતી સ્થિતિ વચ્ચે આ સાંસદે 125 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) આ વખતે બરોબરનો જંગ જામશે. આ બધાની વચ્ચે 'એક સાંધે ત્યાં તેર તુટે' જેવી સ્થિતિ વચ્ચે પણ ટકી રહેવાની કોંગ્રેસને આશા છે.

Gujarat Election :  કોંગ્રેસનુ દિવા સ્વપ્ન ! કથળતી સ્થિતિ વચ્ચે આ સાંસદે 125 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી
Gujarat Congress
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 20, 2022 | 8:41 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ ગુજરાતનો ગઢ જીતવા મથામણ કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ પોતાનુ કિસ્મત અજમાવવા મેદાનમાં ઉતરી છે, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) બરોબરનો જંગ જામશે. આ બધાની વચ્ચે ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ વચ્ચે પણ ટકી રહેવાની કોંગ્રેસને આશા છે. જો કે આ કોંગ્રેસ પાર્ટીની (Congress) હાલની સ્થિતિને જોતા,રાજકીય વિશ્લેષકો આને દિવા સ્વપ્ન જેવુ ગણાવી રહ્યાં છે.

ચૂંટણીનો જંગ જીતવાને લઈ કોંગ્રેસ આશાવાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવાને લઈ કોંગ્રેસમાં આશાવાદ છે.કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકે (Congress MP AmeeYajnik) કહ્યું કે પ્રજા મોંઘવારી અને ગુજરાત સરકારના કાર્યોથી નિરાશ છે.અમી યાજ્ઞિકે કોંગ્રેસને ગુજરાતમાં 125 બેઠક મળવાની આશા વ્યક્ત કરી.

કોંગ્રેસની વાયદાઓની વણઝાર

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ (Congress) પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરાશે. ઉપરાંત ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati