ગુજરાતની ચાણસ્મા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના દિનેશ ઠાકોરની જીત થઈ છે, જ્યારે ભાજપના દિલીપ ઠાકોરની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે ઠાકોર દિનેશભાઈને ટિકિટ આપી ચાણસ્માથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 20330049 ની જંગમ મિલકત છે. તેમને ધોરણ -12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે દિલીપકુમાર વિરજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 10931742 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિષ્ણુભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 3207746 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ -10 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે.
ચાણસ્મા બેઠક પર ફરી એકવાર ભાજપે પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોરની પસંદગી કરી હતી. દિલીપ ઠાકોર છઠ્ઠી વખત વિઘાનસભાની ઉમેદવારી કરી હતી. તો તેમના પિતા વિરાજી ઠાકોર પણ હારીજ બેઠક પરથી ૩ વખત વિઘાનસભા ચૂંટણી લડ્યા હતા. આ જોતા દિલીપ ઠાકોરનું પરીવાર આઠમી વિઘાનસભા ચૂંટણી લડ્યું છે. જનસંઘથી શરુ થયેલ રાજકીય કારકિર્દી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ અને આજદીન સુધી સતત આ બેઠક પર લોકમત મેળવે છે. કોંગ્રેસના ઉમેદવાર અહીં વર્ષ 2022 બાદ મતદારોનોઈ વિશ્વાસ જીતી શકાય નથી. બારશ 2002 ની ચૂંટણીમાં કોંગ્રેસના માલજીભાઈ દેસાઈ દજરાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ઠાકોર તારીખ 17 મી ઓક્ટોમ્બર 2001 થી તારીખ_22 મી ડિસેમ્બર 2002 સુધી ગુજરાત સરકારમાં નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હતા. 22 મી ડિસેમ્બર 2002 થી 31 જુલાઈ 2005 સુધી પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના તથા 01લી ઓગસ્ટ 2005 થી 24 ડિસેમ્બર 2007 સુધી કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમણુંક થઇ હતી. 1 નવેમ્બર 2013 થી 22 મી મેં 2014 સુધી પશુપાલન અને મત્સ્યોદ્યોગ ,ગૌ સંવર્ધન , સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી વિભાગના તથા 23 મે 2014 થી શ્રમ અને રોજગાર ,સામાજિક શૈક્ષિણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ તરીકે રાજ્યકક્ષાના મંત્રી હતા. 2014 થી 2021 સુઘી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ વિજય રુપાણીની સરકારમાં શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રા અને પ્રવાસન વિભાગના મંત્રી રહી ચુક્યા હતા.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ