સુરત : AAPના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?

પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ થયુ. જે બાદ સિંગણપોર પોલીસે અનુસૂચિત જાતિને લગતી કહેવતનો ઉપયોગ કરવા બદલ આપના સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે.

સુરત :  AAPના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?
Case filed against AAP organization minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 1:55 PM

ગુજરાત ઈલેક્શન 2022 : સુરતમાં પોલીસ સાથે ઝપાઝપી મામલે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો દાખલ થયો છે.  પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ થયુ. જે બાદ સિંગણપોર પોલીસે અનુસૂચિત જાતિને લગતી કહેવતનો ઉપયોગ કરવા બદલ આપના સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. રજનીકાંત વાઘાણીએ સમગ્ર મામલે ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા પર નિશાન સાધ્યું છે.

અરવિંદ કેજરીવાલની સભા પહેલા થયો હતો હોબાળો

આપને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલની સભા પહેલા SMCના કર્મચારીઓએ બેનરો હટાવતા મામલો ગરમાયો હતો. પોલીસ અને AAPના કાર્યકરો આમને- સામને આવી ગયા હતા. આપને જણાવી દઈએ કે, સુરતના સિંગણપોર ચાર રસ્તા પર આ બનાવ બન્યો હતો. એટલું જ નહીં પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">