ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને (BJP) મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. ત્યારે હ વે ભાજપે જીત બાદ શપથ વિધીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથ વિધીમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ હતી ત્યાર બાદ કમલમ ખાતે પત્રકાર પરિષદનં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. ભાજપની સરકારના નવા મંત્રી મંડળમાં યુવા ચહેરાઓ તેમજ મહિલાઓને સ્થાન મળી શકે છે હાલમાં તો કોને શું જવાબદારી સોંપવામાં આવે છે તે અંગે થોડા સમયમાં જ જાણકારી મળી જશે.
બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટીવી9 ભારતવર્ષને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર સત્તાવાર રીતે મહોર મારવામાં આવશે. સી.આર. પાટીલે કહ્યું કે ગુજરાતમાં સરકારના સ્વરૂપને લઈને મોટું મંથન શરૂ થયું છે. આ અંગે કેન્દ્રીય ટીમ ગુજરાત આવવાની છે. કેન્દ્રીય સંગઠનમાંથી કયા લોકો નિરીક્ષક બનશે તે જાણી શકાયું નથી, પરંતુ ટૂંક સમયમાં કેન્દ્રીય નિરીક્ષકો અમદાવાદ આવવાના છે.
ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચૂંટણીમાં માત્ર પીએમ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડ્યો જ નથી પરંતુ એવો રેકોર્ડ બનાવ્યો છે જે આવનારા દિવસોમાં કદાચ કોઈ નહીં તોડી શકે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલે એકતરફી જીત નોંધાવી છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર પાસેથી 1.91 લાખથી વધુ મતોથી જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમને 83.04 ટકા વોટ મળ્યા હતા. જે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ 1.17 લાખ મતોથી જીત્યા હતા, પરંતુ ત્યારબાદ તેમને 72.65 ટકા મત મળ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમના મતોમાં કુલ 10 ટકાનો ઉછાળો આવ્યો હતો.