BJP Menifeasto 2022: ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમ બાદ હવે ભાજપના સંકલ્પ પત્રમાં ટેમ્પલ ટૂરિઝમ ઉપર વિશેષ ભાર

ગુજરાતમાં પ્રવાસન તેમજ મેડિકલ પ્રવાસન (મેડિકલ ટૂરિઝમ)ને વેગ આપવા માટે ભાજપના સંકલ્પ પત્ર (BJP Menifeasto 2022) 2022માં ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ 100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેઇન પણ લોન્ચ કરશે

BJP Menifeasto 2022: ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમ બાદ હવે ભાજપના સંકલ્પ પત્રમાં ટેમ્પલ ટૂરિઝમ ઉપર વિશેષ ભાર
BJP Menifeasto 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 2:42 PM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ભાજપના  સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી હતી.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર  ‘ ‘એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો.   ચૂંટણી ઢંઢેરો જાહેર  કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં વિવિધ વાયદાની સાથે ટૂરિઝમ તેમજ મેડિકલ ટૂરિઝમને પણ વણી લેવામાં આવ્યું હતું.   ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં યુવાનો અને મહિલાઓથી માંડીને શ્રમિકો,  યુવા પેઢી, પર્યાવરણ જાગૃતિ, ઔદ્યોગિક વિકાસ,  પોલીસ કર્મચારીઓ , નબળા અને આર્થિક રીતે નબળા તમામ વર્ગને આવરી લીધા છે અને તમામ માટે કોઈ ને કોઈ જાહેરત કરી છે

ગુજરાત ચૂંટણી 2022: ટેમ્પલ ટૂરિઝમ ઉપર મૂક્યો ભાર

ગુજરાતમાં પ્રવાસન તેમજ મેડિકલ પ્રવાસન (મેડિકલ ટૂરિઝમ)ને વેગ આપવા માટે ભાજપના સંકલ્પ પત્ર 2022માં ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ 100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેઇન પણ લોન્ચ કરશે. નોંધનીય છે કે ગત વર્ષોમાં સોમનાથ તેમજ પાવાગઢ મંદિરનો વિકાસ કરીને તેને પ્રવાસનથી ધમધમતા કરવામાં આવ્યા છે ત્યારે સોમનાથ , પાવાગઢ બાદ હવે ભાજપના સંકલ્પ પત્રમાં દેવભૂમિ દ્વારકાના કોરિડોરને વિકસિત કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્ર 2022માં આપેલી વિગતોની ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમની વિગતો આ પ્રમાણે છે.

મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડની ફાળવણીનો  વાયદો

  1. પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો  વાયદો
  2. દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’નું નિર્માણ , ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ (Immersive) શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન, તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી થશે.
  3. 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
    વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
    ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
    ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
    આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
    દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  4. મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે₹1,000 કરોડ ફાળવણી કરવામાં આવશે.
  5. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણનો વાયદો

‘મેડિકલ ટૂરિઝમ પોલિસી’ લોન્ચ કરવાનું આયોજન

  1.  મેડિકલ ટૂરિઝમ પોલિસી લોન્ચ કરવાને કારણે  મેડિકલ વેલ્યૂ ટ્રાવેલને પ્રોત્સાહન આપવામાં આવશે
  2. ટૂરિઝમ, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ અને હેરિટેજ અભ્યાસ માટે ‘ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી’ બનાવવાનો વાયદો
  3. 100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ‘ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેઇન લોન્ચ કરવાનો વાયદો

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">