ભાજપે ‘આ ગુજરાત મેં બનાવ્યું’ કેમ્પેઈન લોન્ચ કર્યું, પાટીલે કહ્યુ, ‘PM મોદીના પરિશ્રમના કારણે ગુજરાત અહીં સુધી પહોંચ્યું’

ભાજપ (BJP) દ્વારા 'આ ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. એટલે કે ક્યાકને કયાંક એમ કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગુજરાત ગુજરાતીઓ દ્વારા જ કેવી રીતે આગળ વધારવામાં આવ્યુ છે. કેવી રીતે ગુજરાતની ધરોહરને સાચવવામાં આવી છે.

ભાજપે 'આ ગુજરાત મેં બનાવ્યું' કેમ્પેઈન લોન્ચ કર્યું, પાટીલે કહ્યુ, 'PM મોદીના પરિશ્રમના કારણે ગુજરાત અહીં સુધી પહોંચ્યું'
ભાજપે "આ ગુજરાત મેં બનાવ્યું" કેમ્પેઈન લોન્ચ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 07, 2022 | 1:37 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જોર શોરથી મતદારોને રીઝવવાના કામે લાગી ગઇ છે. ભાજપ દ્વારા એક પછી એક કાર્યક્રમ કરીને મતદારો સુધી વધુને વધુ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ દ્વારા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવી રહ્યા છે. તો આ જ રીતે આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી છે.

‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ

ભાજપ દ્વારા ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. એટલે કે ક્યાકને કયાંક એમ કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગુજરાત ગુજરાતીઓ દ્વારા જ કેવી રીતે આગળ વધારવામાં આવ્યુ છે. કેવી રીતે ગુજરાતની ધરોહરને સાચવવામાં આવી છે. કઇ રીતે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કામ કરવામાં આવ્યુ છે. નર્મદાના પાણીની વાત હોય કે પછી હોનારત બેઠુ થયેલુ ગુજરાત હોય કે સ્મોલ મીડિયમ સ્કેલની કંપનીઓની વાત હોય કે પછી ગુજરાતના ઉદ્યોગોની વાત હોય આ તમામમાં ગુજરાતને કેવી રીતે આગળ વધારવામાં આવ્યુ છે. પ્રાથમિક જરુરિયાતો હોય કે શિક્ષણની વાત હોય, જનતાના સ્વાસ્થયની વાત હોય આ તમામ બાબતમાં સરકાર દ્વારા કરાયેલા કામ હોય તે તમામ મુદ્દા આ કેમ્પેઇનમાં આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતીઓએ શા માટે ભાજપ સરકાર પર ભરોસો મુકવો તે જણાવવા માટે આ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યુ છે. વિકાસની રાજનીતિમાં ગુજરાત દેશમાં ક્યાં ઊભુ છે જે આ મુદ્દાઓ થકી જણાવવામાં આવ્યુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહત્વનું છે કે ગઇકાલે 6 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા હતા. જેમાં આજે તેમણે વલસાડથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જેમાં પીએમ મોદીએ લોકોને સંબોધતા આ જ એક નવો નારો આપ્યો હતો. તેમણે લોકોને ” આ ગુજરાત મેં બનાવ્યું છે ” નો નવો નારો આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરીને લોહી- પસીનો એક કરીને ગુજરાત બનાવ્યું છે. એટલે આજે પૂરી દુનિયામાં એક જ સંદેશો છે. આ ગુજરાત મે બનાવ્યું છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">