Gujarat Election 2022 : ગુજરાતના સત્તાનું સિંહાસન કબજે કરવા PM મોદી અને અમિત શાહ જ પ્રથમ ચહેરો, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર

Gujarat Assembly Election : હાલ સૌરાષ્ટ્ર અથવા રાજ્યના અન્ય જિલ્લાઓમાં 2017 જેવી સ્થિતિ નથી, છતાં ભાજપ સામે પડકાર ઓછા નથી.જેથી ભલે પ્રચંડ વિજયનો વિશ્વાસ હોય, છતાં પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

Gujarat Election 2022 : ગુજરાતના સત્તાનું સિંહાસન કબજે કરવા PM મોદી અને અમિત શાહ જ પ્રથમ ચહેરો, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 10:51 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ પણ મતદારોની નજીક પહોંચી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ હાલ ગુજરાતમાં ધામા નાખ્યા છે, ત્યારે રેકોર્ડ બ્રેક જીતના સંકલ્પ સાથે આક્રમક પ્રચાર કરવા વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ હાલ પ્રચારમાં લાગી ગયા છે.

PM મોદી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ગજવશે સભા

ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે, આજે ગુજરાતમાં તેઓ 3 મહાસભાઓ સંબોધશે. આજે PM મોદી સુરેન્દ્રનગરના દુધરેજમાં PM મોદી પ્રચંડ પ્રચાર કરશે. આ જન સભાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભા સ્થળે સુરેન્દ્રનગરના SPએ સુરક્ષાને લઈ નિરીક્ષણ કર્યું હતું. સભામાં 6 DSP, 11 DYSP, 26 PI, 71 PSI, 134 SRP સહિત 1200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો ભરૂચના જંબુસર અને નવસારીમાં જનસભાને સંબોધશે. આપને જણાવી દઈએ કે પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો માટે મતદાન થશે. અને તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. આથી ભાજપ પ્રથમ તબક્કની ચૂંટણીમાં જ મહતમ બેઠકો અંકે કરવા વ્યુહાત્મક રણનિતીથી આગળ વધી રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચૂંટણીના ચાણક્ય ‘અમિત શાહ’ પણ પ્રચાર મેદાનમાં

ગુજરાત ઈલેક્શન 2022 : તો બીજી તરફ ચૂંટણીના ચાણક્ય ગણાતા  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ ખંભાળિયાથી પ્રચારની શરૂઆત કરશે. આ સાથે મિશન સૌરાષ્ટ્ર- કચ્છ સાથે અમિત શાહ આગળ વધશે. કોડીનાર, માળિયા હાટિનામાં જંગી જનસભાને સંબોધશે. તો સાંજે ભૂજમાં જનસભા અને રેલી યોજી મતદારોની નજીક પહોંચશે.

હાલ સૌરાષ્ટ્ર અથવા રાજ્યના અન્ય જિલ્લાઓમાં 2017 જેવી સ્થિતિ નથી. છતાં ભાજપ સામે પડકાર ઓછા નથી. ટિકિટ ફાળવણી બાદ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. સત્તા વિરોધી લહેરની પણ અસર થઇ શકે છે.  AAPની એન્ટ્રી પણ ભાજપને નુકસાન કરી શકે છે.જેથી ભલે પ્રચંડ વિજયનો વિશ્વાસ હોય, છતાં પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">