નવી સરકારની શપથવિધી પહેલા જુના પ્રધાનો સાથે ભુપેન્દ્ર પટેલે કરી મુુલાકાત, દોઢ વર્ષની સરકારની કામગીરીને બીરદાવી

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારના તમામ મંત્રીઓને મુખ્યમંત્રી તરફથી તેંડુ મોકલવામાં આવ્યુ છે. જેમનું નામ ફાઇનલ કરવામાં આવ્યુ છે તે તમામ મંત્રીઓ સીએમ નિવાસ્થાને પહોંચ્યા છે. નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જુના મંત્રીઓ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ઔપચારિક મુલાકાત કરી.

નવી સરકારની શપથવિધી પહેલા જુના પ્રધાનો સાથે ભુપેન્દ્ર પટેલે કરી મુુલાકાત, દોઢ વર્ષની સરકારની કામગીરીને બીરદાવી
CM bhupendra patel (File photo )Image Credit source: File Image
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 11, 2022 | 12:54 PM

ભુપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેવાના છે. ગુજરાતમાં પ્રચંડ જીત બાદ નવી સરકાર રચવા અંગે ગઇકાલે દિલ્લીમાં મેરેથોન બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના સીએમ સાથે મંત્રીમંડળમાં કોણ રહેશે તે અંગેના નામો પર અંતિમ મહોર પણ લાગી ગઇ છે. ત્યારે નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જૂના મંત્રીઓ સાથે મુખ્યપ્રધાને મુલાકાત કરી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય ગુજરાતની ભુપેન્દ્ર સરકાર સાથે જે પણ મંત્રીઓ હતા તે તમામને ભુપેન્દ્ર પટેલે આમંત્રણ આપીને બોલાવ્યા અને તમામ સાથે મુલાકાત કરી તેમનો આભાર માન્યો.

ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓને મુખ્યમંત્રી તરફથી તેંડુ મોકલવામાં આવ્યુ છે. જેમનું નામ નવા મંત્રીમંડળ માટે ફાઇનલ કરવામાં આવ્યુ છે તે તમામ મંત્રીઓ સીએમ નિવાસ્થાને પહોંચ્યા છે. નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જૂના મંત્રીઓ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ઔપચારિક મુલાકાત કરી અને દોઢ વર્ષની સરકારની કામગીરીને બીરદાવી. તમામ મંત્રીઓના સાથ સહકારનો આભાર માન્યો છે. જૂના મંત્રીઓ સાથે મુખ્યપ્રધાનનું ફેરવેલ લંચ પણ છે. આ દરમિયાન સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે.

જુના તમામ પ્રધાનો સાથે CMની બેઠક

કોઇ પણ ઉમેદવારની જ્યારે પક્ષમાંથી ટિકિટ વહેંચણી થાય ત્યારે પોતે ઉમેદવાર બને તેવી ઇચ્છા હોય છે અને જીતી ગયા બાદ પોતાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ઇચ્છા હોય છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે આ વખતે મંત્રીમંડળમાં 22 જેટલા પ્રધાનોનો સમાવેશ કરવામાં આવશે. ત્યારે આવતીકાલના શપથસમારોહ સુધી આ જીતી ગયેલા તમામ ધારાસભ્યો માટે અઘરો સમય માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ વચ્ચે CM ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને મહત્વની બેઠક બોલાવી. મુખ્યમંત્રીએ આજે ગત ટર્મમાં તેમની સરકારમાં રહી ચુકેલા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના તમામ પ્રધાનોને બોલાવ્યા અને તમામ પ્રધાનો સાથે બેઠક કરી.

મંત્રી મંડળમાં નવા ચહેરાઓને મળશે સ્થાન

ગત એકથી દોઢ વર્ષ દરમિયાન જે કામગીરી થઇ હતી. તે સરકારની ઇમેજને સુધારવાની કામગીરી થઇ હતી. તેમાં તમામ પ્રધાનોએ ભુપેન્દ્ર પટેલની ઇમેજ મેકિંગમાં મદદ કરી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલે આ તમામને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા અને તેમનો આભાર માન્યો. હવે નવી સરકાર રચાઇ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ બધા જ જુના પ્રધાનોને નવા પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે તે નક્કી નથી. ત્યારે કેટલાક પ્રધાનોને ડ્રોપ કરવામાં આવી શકે છે. ત્યારે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓ પણ આવશે. એટલે જુના મંત્રીઓ સાથે ભુપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત કરી. એક ફેરવેલ લંચનું પણ આયોજન કરવામાં આવ્ચુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સીએમ નિવાસસ્થાને હાજર છે.

હેલ્ધી વાતાવરણ બનાવવા પ્રયાસ

ભાજપ દ્વારા એક હેલ્ધી વાતાવરણ બનાવવામાં આવી રહ્યુ છે. એટલે કે નવા મંત્રી મંડળમાં ભલે તેમનો સમાવેશ ન થાય, જવાબદારી કોઇને પણ મળે પણ અન્ય કોઇને મનદુખ ન થાય તે પ્રમાણેનું વાતાવરણ સર્જવામાં આવી રહ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">