Bhavnagar: પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યુ, બે લાખ વધુ જનમેદની ઉમટવાની શક્યતા

ભાવનગરમાં(Bhavnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) આગમન પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કોઈ ચૂંક ન રહે તે માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ સ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું

Bhavnagar: પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યુ, બે લાખ વધુ જનમેદની ઉમટવાની શક્યતા
Gujarat Home Minister Harsh Sanghavi Visit Bhavnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:16 PM

ભાવનગરમાં(Bhavnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) આગમન પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કોઈ ચૂંક ન રહે તે માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ સ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.ગૃહ મંત્રીએ નવરાત્રીની શુભેચ્છાઓ સાથે ખેલૈયાઓ મન મૂકીને રમી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પણ ખાતરી પણ આપી હતી. ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને સભા યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી બે લાખથી વધુ લોકો જાહેર સભામાં ભાગ લેવાની શક્યતા છે હાલ વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમ સભાને સંબોધિત કરવાના છે.

અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિગતો મેળવી

આજે તૈયારીઓના ભાગરૂપે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જેમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું, આ સાથે જ રાજ્યના ગૃહ મંત્રીએ ભાવનગરમાં યોજાઇ રહેલ નેશનલ ગેમ્સ સ્પર્ધા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મુલાકાત લીધી હતી ત્યારબાદ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.

ગૃહ વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવરાત્રિની શુભેચ્છાઓ સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી છે, કોરોનાના ત્રણ વર્ષ બાદ નવરાત્રિના ભવ્ય આયોજન થઈ રહ્યા છે. માટે નવા નિયમો સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને જણાવતા કહ્યું હતુ કે આપણી પરંપરા અને સંસ્કૃતિને કોઈ ઠેસ ન પહોંચે તે માટે ગરબા અને ગીતોમાં પરંપરા જાળવવી જોઈએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

(With Input Ajit Gadhavi Bhavnagar) 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">