વર્ષ 2022ના ચૂંટણી પરિણામો પહેલા જાણી લો વર્ષ 2017ના બીજા તબક્કાની તમામ 93 બેઠકોના ચૂંટણી પરિણામો

સાંજ સુધીમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તે પહેલા ચાલો જાણીએ કે વર્ષ 2017ની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર કઈ પાર્ટીના ક્યા ઉમેદવારે બાજી મારી હતી.

વર્ષ 2022ના ચૂંટણી પરિણામો પહેલા જાણી લો વર્ષ 2017ના બીજા તબક્કાની તમામ 93 બેઠકોના ચૂંટણી પરિણામો
Gujarat Assembly Election second phase results 2017 Image Credit source: TV9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:16 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 63.31 ટકા અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયુ હતુ. આજે 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે અને સાંજ સુધીમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તે પહેલા ચાલો જાણીએ કે વર્ષ 2017ની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર કઈ પાર્ટીના ક્યા ઉમેદવારે બાજી મારી હતી.

વર્ષ 2017માં ગુજરાતની 182 બેઠકોમાંથી ભાજપને 99 બેઠકો, કોંગ્રેસને 77  બેઠકો અને અન્યને 6 બેઠકો મળી હતી.બીજા તબક્કાની 93 બેઠકોમાંથી ભાજપે  51 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી એ 38 બેઠકો પર મતદાતાઓનો ભરોસો જીત્યો હતો. અને  4 બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા. ચાલો જાણીએ કે તમામ 93 સીટો પર કઈ પાર્ટીનો ઉમેદવાર જીત્યા હતા.

બનાસકાંઠા ચૂંટણી પરિણામો 2017

ભાજપ -2,  કોંગ્રેસ-6, અન્ય-1

  1.  વાવ : કોંગ્રેસના ઠાકોર ગેનીબેન નાગાજી ભાજપના ચૌધરી શંકરભાઈ લગધીરભાઈ સામે જીત્યા
  2.  થરાદ : ભાજપના પટેલ પરબતભાઈ સવાભાઈએ કોંગ્રેસના પટેલ માવજીભાઈ ચતરાભાઈને હરાવ્યા
  3. અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
    IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
    પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
    નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
    એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
    જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
  4.  ધાનેરા : કોંગ્રેસના પટેલ નાથાભાઈ હેગોલાભાઈએ ભાજપના દેસાઈ માવજીભાઈ મગનભાઈને હરાવ્યા
  5.  દાંતા : કોંગ્રેસના કાંતિભાઈ કાળાભાઈ ખરાડીએ ભાજપના કોદરવી માલજીભાઈ નારાયણભાઈને હરાવ્યા
  6.  વડગામ : જીગ્નેશ મેવાણી એક અપક્ષ ઉમેદવાર તરીકે ભારે મત સાથે જીત્યા, ભાજપના ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈને હરાવ્યા.
  7. પાલનપુર : કોંગ્રેસના પટેલ મહેશકુમાર અમૃતલાલ ભાજપના પ્રજાપતિ લાલજીભાઈ કાનજીભાઈ સામે જીત્યા
  8.  ડીસા : કોંગ્રેસના ગોવાભાઈ હમીરાભાઈ રબારી સામે ભાજપના પંડ્યા શશિકાંત મહોબતરામનો વિજય
  9.  દિયોદર : કોંગ્રેસના ભુરીયા શિવાભાઈ અમરાભાઈ ભાજપના ચૌહાણ કેશાજી શિવાજી સામે જીત્યા
  10.  કાંકરેજ : ભાજપના કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલાએ કોંગ્રેસના જલેરા દિનેશજી ધારસીજીને હરાવ્યા

પાટણ ચૂંટણી પરિણામો 2017

ભાજપ -1,  કોંગ્રેસ-3,  અન્ય-0

  1.  રાધનપુર :  અલ્પેશ ઠાકોરની જીત
  2.  ચાણસ્મા : ભાજપના દિલીપકુમાર વિરાજી ઠાકોરે કોંગ્રેસના દેસાઈ રઘુભાઈ મેરાજભાઈને હરાવ્યા.
  3.  પાટણ : કોંગ્રેસના કિરીટકુમાર ચીમનલાલ પટેલે ભાજપના દેસાઈ રણછોડભાઈ મહિજીભાઈને હરાવ્યા
  4.  સિદ્ધપુર : કોંગ્રેસના ઠાકોર ચંદનજી તલાજીએ ભાજપના જયનારાયણ વ્યાસને હરાવ્યા

મહેસાણા ચૂંટણી પરિણામો 2017

ભાજપ -5,  કોંગ્રેસ-2, અન્ય-0

  1. ખેરાલુ : ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજી કોંગ્રેસના દેસાઈ મુકેશકુમાર મોગજીભાઈ સામે જીત્યા
  2.  ઊંઝા : કોંગ્રેસના પટેલ આશાબેન દ્વારકાદાસ ભાજપના પટેલ નારાયણભાઈ લલ્લુદાસ સામે જીત્યા
  3.  વિસનગર : ભાજપના પટેલ રૂષિકેશ ગણેશભાઈ કોંગ્રેસના પટેલ મહેન્દ્રકુમાર એસ. (મહેશ પટેલ) સામે જીત્યા
  4.  બેચરાજી : કોંગ્રેસના ઠાકોર ભરતજી સોનાજીએ ભાજપના પટેલ રજનીકાંત સોમાભાઈને હરાવ્યા
  5.  કડી : ભાજપના કરશનભાઈ પુંજાભાઈ સોલંકીએ કોંગ્રેસના ચાવડા રમેશભાઈ મગનભાઈને હરાવ્યા
  6.  મહેસાણા : ભાજપના નીતિન પટેલ નજીકની હરીફાઈમાં કોંગ્રેસના પટેલ જીવાભાઈ અંબાલાલને હરાવીને જીત્યા.
  7.  વિજાપુર : કોંગ્રેસના પટેલ નાથાભાઈ પ્રભુદાસ સામે ભાજપના પટેલ રમણભાઈ ધુળાભાઈનો વિજય

સાબરકાંઠા ચૂંટણી પરિણામો 2017

ભાજપ -2,  કોંગ્રેસ-2, અન્ય-0

  1. હિમતનગર : ભાજપના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા (રાજુભાઈ ચાવડા) કોંગ્રેસના કમલેશકુમાર જયંતિભાઈ પટેલ સામે જીત્યા
  2. ઇડર : કોંગ્રેસના મણીભાઇ જેઠાભાઇ વાઘેલા સામે ભાજપના કનોડિયા હિતુનો વિજય
  3. ખેડભાર્મા : કોંગ્રેસના કોટવાલ અશ્વિનભાઈ લક્ષ્મણભાઈએ ભાજપના રમીલાબેન બારાને હરાવ્યા
  4. પ્રાંતિજ : ભાજપના પરમાર ગજેન્દ્રસિંહ ઉદેસિંહે કોંગ્રેસના બરૈયા મહેન્દ્રસિંહ કચરસિંહ (એડવોકેટ) ને હરાવ્યા

અરવલ્લી ચૂંટણી પરિણામો 2017

ભાજપ -1,  કોંગ્રેસ-2, અન્ય-0

  1. ભિલોડા : કોંગ્રેસના ડૉ. અનિલ જોશિયારાએ ભાજપના પી.સી. બરંડાને હરાવ્યા.
  2.  મોડાસા : ભાજપના પરમાર ભીખુસિંહજી ચતુરસિંહજીએ કોંગ્રેસના ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહને હરાવ્યા
  3.  બાયડ : કોંગ્રેસના ઝાલા ધવલસિંહ નરેન્દ્રસિંહ બાયડ બેઠક પરથી ભાજપના ચૌહાણ અદેસિંહ માનસિંહને હરાવીને જીત્યા

ગાંધીનગર ચૂંટણી પરિણામો 2017

ભાજપ -4,  કોંગ્રેસ-1, અન્ય-0

  1.  દહેગામ : ભાજપના ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહે કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભૂપેન્દ્રસિંહને હરાવ્યા.
  2.  ગાંધીનગર : ભાજપના ઠાકોર શંભુજી ચેલાજીએ કોંગ્રેસના ગોવિંદજી હીરાજી સોલંકીને હરાવ્યા
  3.  ગાંધીનગર : કોંગ્રેસના સી.જે. ચાવડાએ ભાજપના અશોકકુમાર રણછોડભાઈ પટેલને હરાવ્યા
  4.  માણસા : ભાજપના અમિતભાઈ હરિસિંગભાઈ ચૌધરીએ કોંગ્રેસના પટેલ સુરેશકુમાર ચતુરદાસને હરાવ્યા
  5.  કલોલ : ભાજપના ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહ કોંગ્રેસના પરમાર પ્રદ્યુમનસિંહ વિજયસિંહ (પંચમહાલ ઝેરોક્ષવાળા) સામે જીત્યા

અમદાવાદ ચૂંટણી પરિણામો 2017

ભાજપ -15,  કોંગ્રેસ-6,  અન્ય-0

  1. વિરમગામ : ભાજપના ડો. તેજશ્રીબેન પટેલ વિરમગામથી કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે હારી ગયા.
  2. સાણંદ : ભાજપના કનુભાઈ કરમશીભાઈ પટેલે કોંગ્રેસના ડાભી પુષ્પાબેન જોરૂભાઈને હરાવ્યા
  3. ઘાટલોડિયા : ભાજપના પટેલ ભૂપેન્દ્રભાઈ રજનીકાંતે કોંગ્રેસના પટેલ શશિકાંત વાસુદેવભાઈને હરાવ્યા
  4.  વેજલપુર : ભાજપના ચૌહાણ કિશોર બાબુલાલે શાહ મિહિરભાઈ સુબોધભાઈને હરાવ્યા
  5.  વટવા : ભાજપના પ્રદિપસિંહ જાડેજા કોંગ્રેસના બિપિન પટેલ સામે 62,380 મતોના માર્જિનથી વટવા જીત્યા
  6.  એલિસબ્રિજ : ભાજપના રાકેશ શાહ કોંગ્રેસના દવે વિજયકુમાર રતિલાલને હરાવીને બેઠક પરથી જીત્યા છે.
  7.  નારણપુરા : ભાજપના પટેલ કૌશિકભાઈ જમનાદાસે કોંગ્રેસના પટેલ નીતિનભાઈ કાંતિભાઈને હરાવ્યા
  8.  નિકોલ : ભાજપના જગદીશ પંચાલે કોંગ્રેસના ગોહિલ ઈન્દ્રવિજયસિંહને હરાવ્યા
  9.  નરોડા : ભાજપના થવાણી બલરામ ખૂબચંદે કોંગ્રેસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદને હરાવ્યા
  10.  ઠક્કરબાપા નગર : ભાજપના કાકડિયા વલ્લભભાઈ ગોબરભાઈએ કોંગ્રેસના બાબુભાઈ માવજીભાઈ માંગુકિયાને હરાવ્યા
  11.  બાપુનગર : કોંગ્રેસના પટેલ હિંમતસિંહ પ્રહલાદસિંહે ભાજપના રાજપૂત જગરૂપસિંહ ગીરદાનસિંહને હરાવ્યા
  12.  અમરાઈવાડી : ભાજપના પટેલ હસમુખભાઈ સોમાભાઈ (એચ. એસ. પટેલ) એ કોંગ્રેસના ચૌહાણ અરવિંદસિંહ વિશ્વનાથસિંહ (અરવિંદ ચૌહાણ) ને હરાવ્યા
  13. દરિયાપુર : કોંગ્રેસના શેખ ગ્યાસુદ્દીન હબીબુદ્દીને ભાજપના ભરત બારોટને હરાવ્યા
  14.  જમાલપુર-ખાડિયા : કોંગ્રેસના ઈમરાન યુસુફભાઈ ખેડાવાલાએ ભાજપના ભૂષણ અશોક ભટ્ટને હરાવ્યા
  15.  મણિનગર : ભાજપના સુરેશભાઈ પટેલે ગુજરાતના મણિનગરમાં કોંગ્રેસના શ્વેતાબેન બ્રહ્મભટ્ટને 75,199 મતોના જંગી માર્જિનથી હરાવ્યા
  16.  દાણીલીમડા : કોંગ્રેસના પરમાર શૈલેષ મનહરભાઈએ ભાજપના વાઘેલા જીતેન્દ્ર ઉમાકાંત (જીતુભાઈ વાઘેલા)ને હરાવ્યા
  17.  સાબરમતી : ભાજપના અરવિદકુમાર ગાંડાલાલ પટેલ (દલાલ) એ કોંગ્રેસના ડૉ જીતુભાઈ પટેલને હરાવ્યા.
  18.  અસારવા : ભાજપના પરમાર પ્રદિપભાઈ ખાનાભાઈએ કોંગ્રેસના વાઘેલા કનુભાઈ આત્મારામને હરાવ્યા
  19.  દસ્ક્રોઈ : ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના પટેલ પંકજભાઈ ચીમનભાઈને હરાવ્યા
  20.  ધોળકા : ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં 300 મતોના ઓછા માર્જિનથી જીત્યા.
  21.  ધંધુકા : કોંગ્રેસના ગોહિલ રાજેશકુમાર હરજીભાઈએ ભાજપના ડાભી કાળુભાઈ રૂપાભાઈને હરાવ્યા

આણંદ ચૂંટણી પરિણામો 2017

ભાજપ -2,  કોંગ્રેસ-5,  અન્ય-0

  1.  ખંભાત : ભાજપના મહેશકુમાર કનૈયાલાલ રાવલે કોંગ્રેસના પટેલ ખુશમનભાઈ શાંતિલાલને હરાવ્યા
  2.  બોરસદ : કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ ભાજપના સોલંકી રમણભાઈ ભીખાભાઈ સામે જીત્યા
  3.  આંકલાવ : કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપના હંસાકુંવરબા જનકસિંહ રાજને હરાવ્યા
  4. ઉમરેઠ : ભાજપના પરમાર ગોવિંદભાઈ રાયજીભાઈએ કોંગ્રેસના કપિલાબેન ગોપાલભાઈ ચાવડાને હરાવ્યા
  5. આણંદ : કોંગ્રેસના કાંતિ સોઢા પરમાર ગુજરાતના આણંદમાં ભાજપના યોગેશ પટેલ પાસેથી જીતી ગયા.
  6. પેટલાદ : કોંગ્રેસના પટેલ નિરંજન પુરુષોત્તમદાસે ભાજપના ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલ (સી.ડી. પટેલ)ને હરાવ્યા
  7.  સોજિત્રા : કોંગ્રેસના પુનમભાઈ માધાભાઈ પરમારે ભાજપના પટેલ વિપુલકુમાર વિનુભાઈને હરાવ્યા

ખેડા ચૂંટણી પરિણામો 2017

ભાજપ -3,  કોંગ્રેસ-3,  અન્ય-0

  1. માતર : ભાજપના કેસરીસિંહ જેસંગભાઈ સોલંકીએ કોંગ્રેસના પટેલ સંજયભાઈ હરિભાઈને હરાવ્યા
  2. નડિયાદ : ભાજપના દેસાઈ પંકજભાઈ વિનુભાઈએ કોંગ્રેસના જીતેન્દ્ર સૂર્યકાંતભાઈ પટેલને હરાવ્યા
  3.  મહેમદાવાદ : ભાજપના ચૌહાણ અર્જુનસિંહ ઉદેસિંહે કોંગ્રેસના ગૌતમભાઈ રવજીભાઈ ચૌહાણને હરાવ્યા
  4. મહુધા : કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારે ભાજપના ભરતસિંહ રાયસિનાગભાઈ પરમારને હરાવ્યા
  5.  થાસરા : કોંગ્રેસના કાંતિભાઈ શભાઈભાઈ પરમારે ભાજપના રામસિંહ પરમારને હરાવ્યા
  6.  કપડવંજ : કોંગ્રેસના ડાભી કાળાભાઈ રાયજીભાઈએ ભાજપના ડાભી કનુભાઈ ભુલાભાઈને હરાવ્યા

મહીસાગર ચૂંટણી પરિણામો 2017

ભાજપ -1,  કોંગ્રેસ-1,  અન્ય-1

  1.  લુણાવાડા : INDના રાઠોડ રતનસિંહ મગનસિંહે ભાજપના પટેલ મનોજકુમાર રાયજીભાઈને હરાવ્યા
  2.  સંતરામપુર : ભાજપના દિંડોર કુબેરભાઈ મનસુખભાઈએ કોંગ્રેસના ડામોર ગેંદલભાઈ મોતીભાઈને હરાવ્યા
  3.  બાલાસિનોર : કોંગ્રેસના ઉમેદવાર અજીત ચૌહાણ જીત્યા

પંચમહાલ ચૂંટણી પરિણામો 2017

ભાજપ -3,  કોંગ્રેસ-1,  અન્ય-1

  1.  શહેરા : ભાજપના આહીર (ભરવાડ) જેઠાભાઈ ઘેલાભાઈએ કોંગ્રેસના ચૌહાણ દુષ્યંતસિંહ નરવતસિંહને હરાવ્યા
  2.  મોરવા હડફ : INDના ખાંટ ભૂપેન્દ્રસિંહ વેચાતભાઈએ ભાજપના ડિંડોર વિક્રમસિંહ રામસિંહને હરાવ્યા
  3.  ગોધરા : કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ બલવંતસિંહ (લાલાભાઈ)એ ભાજપના સી.કે. રાઉલજીને હરાવ્યા
  4.  કાલોલ: ભાજપના ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહે કોંગ્રેસના ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહને હરાવ્યા
  5.  હાલોલ : ભાજપના જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમારે કોંગ્રેસના બારિયા ઉદેસિંહ મોહનભાઈ સામે જીત મેળવી હતી

દાહોદ ચૂંટણી પરિણામો 2017

ભાજપ -3,  કોંગ્રેસ-3,  અન્ય-0

  1. ફતેપુરા : ભાજપના કટારા રમેશભાઈ ભુરાભાઈએ કોંગ્રેસના મચ્છર રઘુભાઈ દિતાભાઈને હરાવ્યા
  2.  ઝાલોદ : ભાજપના બચુ ખાબડનો વિજય
  3.  લીમખેડા : ભાજપના ભાભોર શૈલેષભાઈ સુમનભાઈએ કોંગ્રેસના તડવી મહેશભાઈ રતનસિંગને હરાવ્યા
  4.  દાહોદ : દાહોદમાં કોંગ્રેસના વજેસિંગ પનાડા ભાજપના કનૈયાલાલ કિશોરી સામે 15,503 મતોથી જીત્યા
  5.  ગરબાડા : કોંગ્રેસના ચંદ્રિકાબેન છગનભાઈ બારીયાએ ભાજપના મહેન્દ્રભાઈ રમેશભાઈ ભાભોરને હરાવ્યા
  6.  દેવગઢબારિયા : ભાજપના ખાબડ બચુભાઈ મગનભાઈએ કોંગ્રેસના વખાલા ભરતસિંહ પ્રતાપભાઈને હરાવ્યા

વડોદરા ચૂંટણી પરિણામો 2017

ભાજપ -8,  કોંગ્રેસ-2,  અન્ય-0

  1.  સાવલી : ભાજપના કેતનભાઈ મહેન્દ્રભાઈ ઈનામદારે સાગર પ્રકાશ કોકો બ્રહ્મભટ્ટને હરાવ્યા
  2.  વાઘોડિયા : ભાજપના શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈએ વાઘેલા ધર્મેન્દ્રસિંહ રણુભાને હરાવ્યા
  3.  ડભોઈ : ભાજપના મહેતા શૈલેષભાઈ કનૈયાલાલે કોંગ્રેસના પટેલ સિદ્ધાર્થભાઈ ચીમનભાઈને હરાવ્યા
  4.  વડોદરા શહેર : ભાજપના કેતન ઇનામદારની જીત
  5. સયાજીગંજ : ભાજપના જિતેન્દ્ર રતિલાલ સુખડિયાએ કોંગ્રેસના નરેન્દ્ર રાવતને હરાવ્યા
  6. અકોટા : ભાજપના સીમાબેન અક્ષયકુમાર મોહિલેએ રણજિત શરદચંદ્ર ચવ્હાણને હરાવ્યા
  7. રાવપુરા : ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી “રાજુભાઈ વકીલ” કોંગ્રેસના ચંદ્રકાંત આર. શ્રીવાસ્તવ “ભથુભાઈ” ને હરાવ્યા
  8. માંજલપુર : ભાજપના યોગેશ પટેલે ચિરાગ હંસકુમાર ઝવેરી (ચિરાગ ઝવેરી) ને હરાવ્યા
  9. પાદરા : કોંગ્રેસના જશપાલસિંહ મહેન્દ્રસિંહ ઠાકોરે ભાજપના દિનેશભાઈ બાલુભાઈ પટેલને હરાવ્યા
  10. કરજણ : કોંગ્રેસના અક્ષય કુમાર ઈશ્વરભાઈ પટેલે ભાજપના સતીષભાઈ મોતીભાઈ પટેલને હરાવ્યા

છોટા ઉદેપુર ચૂંટણી પરિણામો 2017

ભાજપ -1,  કોંગ્રેસ-2,  અન્ય-0

  1.  જેતપુર : કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા જીત્યા
  2.  છોટા ઉદેપુર : કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા ચૂંટણી જીત્યા
  3. સંખેડા : ભાજપના અભેસિંહ મોતીભાઈ તડવીએ કોંગ્રેસના ભીલ ધીરુભાઈ ચુનીલાલને હરાવ્યા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">