Banaskantha: નવરાત્રીમાં મા અંબાના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અંબાજીમાં ચીખલા ખાતે જંગી સભા પણ યોજશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) ખૂબ જ ઓછા મહિના બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન ગુજરાતમાં ભાજપનો (BJP) પ્રચાર પ્રસાર વધારી રહ્યા છે. આગામી 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે.

Banaskantha: નવરાત્રીમાં મા અંબાના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અંબાજીમાં ચીખલા ખાતે જંગી સભા પણ યોજશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 5:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એક પછી એક પોતાના ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) ખૂબ જ ઓછા મહિના બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન ગુજરાતમાં ભાજપનો (BJP) પ્રચાર પ્રસાર વધારી રહ્યા છે. આગામી 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. આ સમય દરમિયાન નવરાત્રી છે. ત્યારે નવરાત્રીમાં વડાપ્રધાન યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન પણ કરશે. 30 સપ્ટેમ્બરે તેઓ બનાસકાંઠાના ચીખલા ખાતે વિશાળ જંગી સભા પણ યોજવાના છે. મા અંબાના આશીર્વાદ સાથે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે તેઓ પ્રચાર પ્રસાર કરવાના છે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ શરુ

બનાસકાંઠાના અંબાજીના ચીખલા ખાતે વડાપ્રધાન મોદીના આગમનને લઇને વહીવટી તંએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 30 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અંબાજીમાં માતાજીના દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદીની ચીખલા ખાતે વિશાળ જંગી સભા યોજાશે. જેને લઈને પ્રથમ વખત વિશાળ જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ ડોમની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ ડોમમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે. વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે.

GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપે તેવી સંભાવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

નવરાત્રીમાં જ મેટ્રો ટ્રેનની આપશે ભેટ

નવરાત્રીમાં વડાપ્રધાન મોદી અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી પાંચમા નોરતાએ એટલે કે 30 સપ્ટેંમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ મેટ્રોને CMRS એટલે કે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની મંજુરી મળી ગઈ છે. ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. જ્યારે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીના રૂટને પણ PM મોદી લીલી ઝંડી આપશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા જણાઈ રહી છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">