ઈલેક્શન કમિશને આજે (14-10-2022) હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર કરી છે. હિમાચલપ્રદેશ (Himachal Pradesh)માં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાવાની છે. હિમાચલમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ 26 દિવસના અંતરાલ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓ પણ સાથે જ યોજાવાની શક્યતા જોવાઈ રહી છે. જ્યારે પરિણામ (Result) પણ બંને રાજ્યોનું એક જ દિવસે જાહેર થવાની પણ પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. ચૂંટણીપંચનો પણ નિયમ છે કે 6 મહિનાની અંદર જ જો બે રાજ્યોની ચૂંટણી થવાની હોય તો બંને રાજ્યોની મતગણતરી એક જ દિવસે કરાવવાની હોય છે. નહીં તો એક રાજ્યનું પરિણામ બીજા રાજ્યના પરિણામને પ્રભાવિત કરી શકે છે, આથી હિમાચલ અને ગુજરાતની ચૂંટણીઓ એકસાથે જ થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ 20 ઓક્ટોબર જાહેર થવાની શક્યતા છે. બંને રાજ્યોના પરિણામ એક જ દિવસે આવી તેવી પણ શક્યતા છે.
સામાન્ય રીતે જ્યારે બે રાજ્યોની ચૂંટણી એકસાથે યોજાતી હોય છે તેમાં મતગણતરી પણ એક જ સમયે થતી હોય છે. આથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ પરિણામ આવવાની શક્યતા છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાની શક્યતા છે. તે સાથે જ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાનું મતદાન થઈ શકે છે. આથી 24થી 25 ઓક્ટોબરની વચ્ચે જાહેર થઈ શકે છે. જેમાં ગુજરાત ઈલેક્શનનું શેડ્યુલ જાહેર કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં હાલ દિવાળી વચ્ચે અથવા દિવાળી બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. 16થી 20 ઓક્ટોબર દરમિયાન ચૂંટણી પંચની સમીક્ષા બેઠક મળવાની છે. જેના માટે ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ ચૂંટણી કમિશનર દિલ્હીથી ગુજરાત આવશે. ચૂંટણી પંચ દરેક ઝોનવાઈઝ બેઠકની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બાદ જ ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. 19થી20 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. 19 ઓક્ટોબરે ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં પીએમ મોદીના કાર્યક્રમ છે. પીએમ મોદી 20 ઓક્ટોબરે મહિસાગર, છોટાઉદેપુર અને કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં પણ સામેલ થશે.