ફેબ્રુઆરી-માર્ચમાં (February-March)યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (state assembly elections 2022) દરમિયાન રોડ શો, પદયાત્રા, સાયકલ, બાઈક કે વાહનોની રેલી અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. ચૂંટણી પંચે (Election Commission) રવિવારે અખબારી યાદી જાહેર કરીને આ માહિતી આપી હતી. જો કે, કમિશને ઇન્ડોર હોલમાં અને આઉટડોરમાં યોજાતી મીટિંગ્સ માટે કેટલીક છૂટછાટો આપી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, માર્ગદર્શિકાનું કડક પાલન ચાલુ રહેશે.
આઉટડોર મીટીંગો, ઇન્ડોર મીટીંગો, રેલીઓના સંબંધમાં પ્રતિબંધો એ શરતે વધુ હળવા કરવામાં આવશે કે, હાજરી આપનાર વ્યક્તિઓની સંખ્યા ઇન્ડોર હોલની ક્ષમતાના મહત્તમ 50 ટકા અને ખુલ્લા મેદાનના 30 ટકા સુધી મર્યાદિત રહેશે.
ઓપન ગ્રાઉન્ડ રેલીઓ ફક્ત જિલ્લા સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા મેદાનમાં જ યોજી શકાશે. આવી રેલી જે તે જિલ્લાના SDMAની તમામ શરતોના પાલનને આધીન રહેશે. આ મેદાનની ફાળવણી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈ-સુવિધા પોર્ટલ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે સમાન રીતે કરવામાં આવશે. આવા મેદાનોની ક્ષમતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવશે અને તમામ પક્ષકારોને તેની જાણ કરવામાં આવશે.
આવા સ્થાનો ઉપર એકથી વધુ પ્રવેશ દ્વાર અને બહાર નીકળવાના દરવાજા હોવા જોઈએ જેથી લોકો સ્થળ પરથી આવતા-જતા હોય ત્યારે ભીડ એકઠી ના થાય. તમામ પ્રવેશદ્વારો પર સંપૂર્ણ સ્વચ્છતા અને થર્મલ સ્ક્રીનીંગ હોવું જોઈએ. એન્ટ્રી ગેટ પર તેમજ તેની અંદર પૂરતી સંખ્યામાં હેન્ડ સેનિટાઈઝર રાખવા જોઈએ. શારીરિક અંતર, માસ્ક પહેરવા અને અન્ય પગલાંના ધોરણો હંમેશા સુનિશ્ચિત કરવા જોઈએ.
ઓપન ગ્રાઉન્ડ મીટિંગ દરમિયાન લોકોને પૂરતા ગ્રુપમાં વહેચી દેવા. આવા ગ્રુપ વચ્ચે પૂરતું અંતર જાળવી રાખવુ પડશે. આયોજકો આ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે અને નોડલ ઓફિસર તેનું પાલન સુનિશ્ચિત કરશે.
આયોજકો અને સંબંધિત રાજકીય પક્ષોએ ઉપરોક્ત તમામ સૂચનાઓ અને SDMA સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. કોરોના સંબંધિત પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના કોઈપણ ઉલ્લંઘન માટે આયોજકો જવાબદાર રહેશે તેમ પણ ચૂંટણી પંચની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ એક જ દિવસે મતદાન યોજાશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. ઉત્તરાખંડની 70, ઉત્તર પ્રદેશની 403, પંજાબની 117, મણિપુરની 60 અને ગોવામાં 40 બેઠકો માટે 10 માર્ચે મતગણતરી થશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ