TamilNadu Elections: શું શ્રુતિ હસન મુકાઈ જશે મુશ્કેલીમાં? કમલ હસનની પુત્રી વિરુદ્ધ ભાજપે કરી ફરિયાદ

તમિલનાડુની ચૂંટણીમાં મતદાન હજુ હમણા પૂરું થયું છે. જેનું પરિણામ હજુ આવવાનું બાકી છે. આવામાં કમલ હસનની પુત્રી શ્રુતિ હસન વિરુદ્ધ ભાજપે EC માં ફરિયાદ નોંધાવી છે.

TamilNadu Elections: શું શ્રુતિ હસન મુકાઈ જશે મુશ્કેલીમાં? કમલ હસનની પુત્રી વિરુદ્ધ ભાજપે કરી ફરિયાદ
શ્રુતિ હસન વિરુદ્ધ ફરિયાદ
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 3:57 PM

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીથી છેલ્લા કેટલાક સમયથી માહોલ ગરમ છે. તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીના રાજકીય ઉત્સાહીઓ વચ્ચે ફિલ્મ અભિનેત્રી શ્રુતિ હાસન વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મક્કલ નીધી મય્યમ (એમએનએમ) ના વડા કમલ હસનની પુત્રી શ્રુતિ હસન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શ્રુતિએ કમલ હસનની સાથે મતદાન મથકની મુલાકાત લીધી હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

અહેવાલ અનુસાર મંગળવારે પોતાનો મત આપ્યા પછી, કમલ હસને તેની પુત્રી શ્રુતિ હસન અને અક્ષરા હસન સાથે કોઈમ્બતુર દક્ષિણની મુલાકાત લીધી હતી. જ્યાંથી તે ચૂંટણી લડી રહ્યા છે. મતદાનની માહિતી મેળવવા માટે કમલ હસને મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શ્રુતિ પણ તેની સાથે હાજર હતી. ત્યારબાદ તેમણે ચૂંટણી પંચને ભાજપની ફરિયાદ કરી હતી, જેમાં તમિળનાડુ ચૂંટણીમાં વિજય મેળવે છે તો મતદારોમાં પૈસા વહેંચવાનું વચન આપવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો.

જો કે હવે કમલ હસનની પુત્રી શ્રુતિ સામે ભાજપે ફરિયાદ નોંધાવી છે. ભાજપ રાષ્ટ્રીય મહિલા વિંગના નેતા વનાથી શ્રીનિવાસન વતી ભાજપ જિલ્લા પ્રમુખ નંદાકુમારે જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખીને માંગણી કરી છે કે, મતદાન મથકોની મુલાકાત લેવા માટે અભિનેત્રી શ્રુતિ હસન સામે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

બીજેપીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એક નિયમ છે કે બૂથ એજન્ટો સિવાય કોઈને મતદાન મથકો પર જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે તામિલનાડુ વિધાનસભાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું અને 71.79 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: વધતા જતા કોરોનાના આતંક વચ્ચે સોનુ સૂદે લીધી કોરોના વેક્સિન, જાણો વેક્સિન લઈને શું કહ્યું

આ પણ વાંચો: Naxal Attack: ગુમ થયેલા કોબ્રા કમાન્ડોનો પહેલો ફોટો સામે આવ્યો, નક્સલવાદીઓએ પત્રકારને મોકલી આ તસ્વીર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">