West Bengal Election 2021: ઓપચારિક જાહેરાતમાં ભલે હજુ સમય બાકી છે, પરંતુ રાજકીય પક્ષો અને તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા અભિયાનનો શંખનાદ કરી દેવામાં આવ્યો છે. નવી માહિતી અનુસાર નવેમ્બરથી લગભગ ત્રણ કરોડની જાહેરાતો ફક્ત બંગાળ સંબંધિત ફેસબુક પેજો પર મૂકવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં મમતા બેનર્જીના સમર્થનમાં અને મોદી વિરોધની જાહેરાતોએ વેગ પકડ્યો છે. જો કે સૌથી વધુ સર્ચ કરાયેલ શબ્દમાં BJP સામેલ છે. ફેસબુક એડ લાઇબ્રેરીના ડેટા અનુસાર 20 નવેમ્બરથી 17 ફેબ્રુઆરી 2021 સુધી ફેસબુક જાહેરાતની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ ટોચ પર રહ્યું. એટલું જ નહીં આ ખર્ચામાં રાજકીય પક્ષો જ ટોચ પર છે.
ત્રણ મહિનામાં મમતા સમર્થન પેજ પર લગભગ 96 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. તે જ સમયે, તેનો સામનો કરવા માટે ભાજપે એક વિશેષ ચૂંટણી ફેસબુક પેજ પણ બનાવ્યા છે. આ અંતર્ગત ‘અમાર પોરીબાર બીજેપી પોરીબાર’માં 33 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ સાથે બીજેપી સમર્થિત બીજા પેજ ‘આર નોઈ અન્નાય’ પણ લગભગ 30 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
કરોડો રૂપિયાની રેલમછેલ
ત્રણ મહિનાની અંદર કોંગ્રેસ તરફથી ખર્ચના કોઈ આંકડા હજી જોવા નથી મળ્યા. પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરોધી પેજ પર ખર્ચમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા મહિનામાં કટાક્ષ રીતે પોસ્ટ કરવાના નામે બનેલા પેજ ‘ખોટીકારોક મોદી’ પર જાહેરાત કરવા માટે 51 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ફેસબુકની જાહેરાતો પર ખર્ચ વધ્યો છે. ફેબ્રુઆરી 2019 પછી થયેલા કુલ ખર્ચમાંથી અડધો ખર્ચ માત્ર ત્રણ મહિનામાં થઈ ચૂક્યો છે. બે વર્ષમાં 87.4 કરોડ ખર્ચ થકી ફેસબુક પર 6 લાખથી વધુ જાહેરાતો જાહેર કરવામાં આવી છે.
સર્ચ અને જાહેરાતમાં ભાજપ આગળ
જો છેલ્લા બે વર્ષના આંકડા જોઈએ તો ભાજપ સૌથી વધુ ખર્ચ કરનારી પાર્ટી છે. ભાજપે 2680 જાહેરાતો પર 4.6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ બંગાળની ચૂંટણીના પગલે મમતા બેનર્જી સમર્થનનું ‘બાંગલાર ગોરબો મમતા’ નામનું પેજ પાછળ નથી. આ પેજ પર 1378 જાહેરાતો પાછળ બે વર્ષમાં 2.1 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ભાજપ શબ્દ સર્ચમાં મોખરે છે. તે એક અઠવાડિયામાં 50 હજારથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું છે. તે જ સમયે ટોચના 5માં બીજા અને ત્રીજા નંબર પર સોશિયલ મીડિયા માર્કેટિંગ અને રીઅલ એસ્ટેટ શબ્દ સર્ચ કરવામાં આવ્યા છે. આ બાદ ચોથા અને પાંચમા સ્થાને નરેન્દ્ર મોદી અને મોદી શબ્દનું સર્ચ થયું છે.