ચૂંટણી પહેલા TMC ના સંસદ અને સ્ટાર પ્રચારક નુસરત જહાં કોરોના પોઝિટિવ? શું કાર્યક્રમો થશે રદ?

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. ત્યારે એવા અહેવાલ આવ્યા હતા કે TMCના સાંસદ અને સ્ટાર પ્રચારક નુસરત જહાંને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ અંગે નુસરતે વાત કરી હતી.

  • Updated On - 1:33 pm, Mon, 1 March 21 Edited By: Bipin Prajapati
ચૂંટણી પહેલા TMC ના સંસદ અને સ્ટાર પ્રચારક નુસરત જહાં કોરોના પોઝિટિવ? શું કાર્યક્રમો થશે રદ?
નુસરત જહાં

બંગાળની પ્રખ્યાત અભિનેત્રી અને ટીએમસીના સાંસદ નુસરત જહાં વિશે કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે ઓતે કોવિડથી સંક્રમિત છે. અને આ કારને તેણે બધી મીટિંગ્સ અને કાર્યક્રમો રદ કર્યા છે. પરંતુ આ વાતથી નુસરત જહાંએ ઇનકાર કર્યો છે. તેને કહ્યું છે કે મારો અત્યારે કોવિડ ટેસ્ટ થયો જ નથી.

સમાચાર ખાનગી સંસ્થા સાથે વાત કરતા નુસરત જહાંએ કહ્યું હતું કે ‘મને તાવ હતો અને ડોકટરે મને વાયરલ તાવ માટે દવા આપી છે. ડોકટરે મને હજી સુધી કોવિડ ટેસ્ટ કરવાનું કહ્યું નથી, તેથી હું કોવિડ પોઝિટિવ કેવી રીતે હોઈ શકું? હું ટેસ્ટ કરાવીશ અને પોઝિટિવ રીપોર્ટ આવશે તો હું જાતે જાણ કરી દઈશ.

જણાવી દઈએ કે નુસરત મનોરંજનની દુનિયાની સાથે સાથે રાજકારણમાં પણ ખૂબ સક્રિય છે. નુસરત વારંવાર ભાજપ પર નિશાન સાધતા રહેતા હોય છે. ગયા મહિને નુસરતે એક કાર્યક્રમમાં ટ્વિટ કરીને મમતા બેનર્જીના વિરોધમાં નારા લાગ્યા હતા ત્યારે નુસરતે કહ્યું હતું કે, ‘રામ નામ ગળે મળીને બોલો, ના કે ગળું દબાવીને. સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણીના સરકારના કાર્યક્રમમાં રાજકીય અને ધાર્મિક નારાની હું નિંદા કરું છું. ‘

રાજકારણની સાથે, બીજી તરફ નુસરત સિનેમામાં ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં નુસરતની ફિલ્મ ડિક્શનરી 12 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ સિવાય નુસરત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર ચાહકો સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. ચાહકોને નુસરતની તસવીરો પણ ખૂબ ગમે છે.

જાહેર છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત થી ગઈ છે. આ બાદ પોલીટીકલ પાર્ટીઓમાં પ્રચારને લઈને જોરશોરની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ અંગે TMCમાં નુસરત જહાંને સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. પરંતુ જો તેમની તબિયત આવી સ્થિતિમાં લથડે છે તો ટીએમસીને આના કારણે ઘણું નુકસાન થવાની સંભાવના છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati