Assembly Election Result 2021: આજે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, રાજકીય પક્ષોમાં હલચલ તેજ

Assembly Election Result 2021 Tomorrow Time: Assembly Election Result 2021:  દેશમાં પાંચ રાજ્યના રવિવારે 2 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાના છે. જેની લોકો અને રાજકીય પક્ષો  આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તેમાં પણ આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વિરુદ્ધની સત્તાની જંગ કોણ જીતશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

Assembly Election Result 2021: આજે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, રાજકીય પક્ષોમાં હલચલ તેજ
5 state assembly election results 2021 LIVE: આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને તમિલનાડુનાં પરિણામનું મેળવો સૌથી ઝડપી અપડેટ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: May 02, 2021 | 12:10 AM

Assembly Election Result 2021:  દેશમાં પાંચ રાજ્યના રવિવારે 2 મે 2021 ના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાના છે. જેની લોકો અને રાજકીય પક્ષો  આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તેમાં પણ આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વિરુદ્ધની સત્તાની જંગ કોણ જીતશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

જેમાં West Bengal  અસમ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી સહિત પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા પછી  દરેક પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યાં  છે. જેની માટે  2 મે (રવિવાર) 2021 સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેમાં  અડધા કલાક પછી વલણો આવવાનું શરૂ થશે. સાંજ સુધીમાં તે નક્કી  થશે કે કોણ કયા રાજ્યમાં સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે, West Bengal ની 294, તમિલનાડુની 234, અસમની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં સૌથી વધુ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. આ વખતે ટીએમસી અને ભાજપ વચ્ચે મુકાબલો છે. કેટલાંક એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ફરી પરત આવવાનું દર્શાવ્યું હતું. જો કે, ભાજપનો દાવો છે કે તે 200 થી વધુ બેઠકો જીતી લેશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

અસમ વિશે વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપનું સ્થાન મજબૂત હોવાનું કહેવાય છે. પુડ્ડુચેરીમાં યુપીએ અને કેરળમાં એલડીએફને ભારે ગણાવ્યું છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો એઆઈએડીએમકે સરકાર તમિલનાડુમાં ફરી શકે છે. જો કે વાસ્તવિક પરિણામો રવિવારની રાત સુધીમાં જાણી શકાશે.

એક્ઝિટ પોલના પરિણામોમાં બંગાળની પણ ખૂબ ચર્ચા થઇ 

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 ના ​​આઠમા અને અંતિમ તબક્કાના મતદાન યોજાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, વિવિધ એક્ઝિટ પોલ્સનાં પરિણામો આવવાનું શરૂ થયું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે પરંતુ તમામની નજર પશ્ચિમ બંગાળ પર છે.એક્ઝિટ પોલના પરિણામોમાં બંગાળની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી આવેલા મોટાભાગના સર્વેમાં મમતા બેનર્જી પરત ફરતા જોવા મળે છે.

એગ્ઝિટ પોલનાં સર્વે શું કહે છે?

ટીવી 9 ભારતવર્ષ અને પોલસ્ટ્રેટના સર્વેમાં ટીએમસીની સરકાર બનતી જોવા મળી રહી છે. ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટ સર્વે અનુસાર ટીએમસીને 142-152 બેઠકો, ભાજપને 125-135 અને કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને 16 થી 26 બેઠકો મળી રહી છે. તે જ સમયે, ટાઈમ્સ નાઉ-સી મતદાતા સર્વેમાં ભાજપને 115 બેઠકો, ટીએમસી 158 અને કોંગ્રેસ-ડાબેરી જોડાણની 19 બેઠકો મળી રહી છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">