5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં મતગણતરી કેન્દ્ર નજીક મળ્યું EVM મશીન, ઉમેદવારની હાજરીમાં કરવામાં આવી તપાસ

શનિવારે સાંજે રાજ્યના હૈલાકાંડીમાં (Hailakandi) એક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મળી આવ્યું હતું. કેસની માહિતી મળતા જ ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

  • TV9 Webdesk13
  • Published On - 9:18 AM, 2 May 2021
5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં મતગણતરી કેન્દ્ર નજીક મળ્યું EVM મશીન, ઉમેદવારની હાજરીમાં કરવામાં આવી તપાસ
File Photo

આસામમાં ફરી એકવાર ઇવીએમ સંબંધિત કેસ સામે આવ્યો છે. શનિવારે સાંજે રાજ્યના હૈલાકાંડીમાં (Hailakandi) એક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મળી આવ્યું હતું. કેસની માહિતી મળતા જ ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઈવીએમ (EVM) આરક્ષિત હતું અને તેમાં મત આપવામાં આવ્યા ન હતા.

અહેવાલ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી મેઘ નિધિ દહલ સાથે અન્ય રીટર્નિંગ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને પૂછપરછ કરી હતી. ખાસ વાત એ છે કે, આ દરમિયાન ચૂંટણી લડનારા ઉમેદવારો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. નિવેદનમાં જણાવ્યા અનુસાર, મત ગણતરીના સ્થળે પહોંચેલ ઇવીએમ આરક્ષિત છે અને તેમાં કોઈ મત આપવામાં આવ્યો નથી.

આ EVM મશીન ઉમેદવારોની સામે ખોલવામાં આવ્યું હતું અને તેઓ પરિણામથી સંતુષ્ટ દેખાયા હતા. ત્યારબાદ આ ઇવીએમ તાત્કાલિક નાયબ કમિશનરની કચેરી નજીકના ઇવીએમ વેરહાઉસ લઈ જવામાં આવ્યાં હતાં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી લડનારા ઉમેદવારને સંતોષ છે કે ઈવીએમ અનામત છે અને તેમાં કોઈ મત આપવામાં આવ્યાં નથી. બાદમાં મશીનને ઈવીએમ વેરહાઉસમાં લઈ જવામાં આવ્યું હતું અને સુરક્ષિત રાખવામાં આવ્યું હતું.

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE