Assam Election 2021 : ચૂંટણીપંચે BJPના દિગ્ગજ નેતા હેમંત બિસ્વા સરમા પર પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો

Assam Election 2021 : ચૂંટણી પંચે BJPના વરિષ્ઠ નેતા અને મંત્રી હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે.

Assam Election 2021 : ચૂંટણીપંચે BJPના દિગ્ગજ નેતા હેમંત બિસ્વા સરમા પર પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 10:26 PM

Assam Election 2021 : આસામ વિધાનસભાની ચૂંટણી દરમિયાન BJP ના વરિષ્ઠ નેતા અને મંત્રી હેમંત બિસ્વા સરમા (Hemant Biswa Sarma)ને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય ચૂંટણીપંચે તાત્કાલિક અસરથી હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધિત લગાવી દીધો છે.આસામ સરકારના મંત્રી અને BJP ના નેતા હેમંત બિસ્વા સરમા આગામી બે દિવસ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણીપંચે સરમા સામે મળેલી ફરિયાદના આધારે તેમના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચૂંટણીપંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવ્યો કેન્દ્રીય ચૂંટણીપંચે તાત્કાલિક અસરથી હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર 48 કલાક માટે પ્રતિબંધિત લગાવી દીધો છે. કોંગ્રેસે હેમંત બિસ્વા સામે ફરિયાદ કરી હતી કે તેમણે કોંગ્રેસ અને બીપીએફ ઉમેદવાર મોહલેરીને ધમકી આપી હતી કે તેઓ NIAનો ઉપયોગ કરીને જેલમાં મોકલશે.

અગાઉ કારણદર્શક નોટીસ ફટકારી હતી અગાઉ ચૂંટણીપંચે આસામના મંત્રી અને ભાજપ નેતા હેમંત બિસ્વા સરમાને વિપક્ષી નેતા બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના નેતા હગરામ મોહિલેરી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી હતી. ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસની ફરિયાદ પર નોટિસ ફટકારવામાં આવી હતી.બોડોલેન્ડ પીપલ્સ મોરચો આસામમાં કોંગ્રેસનો સાથી છે. કોંગ્રેસ બદરૂદ્દીન અજમલની પાર્ટી એઆઇયુડીએફ અને બીપીએફ સાથે ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

જાણો હેમંત બિસ્વા સરમા વિશે ગત ટર્મમાં હેમંત બિસ્વા સરમા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા તે એક મોટી રાજકીય ઘટના હતી, ત્યારબાદ કોંગ્રેસ આસામમાં ખરાબ રીતે હારી ગઈ. 2016માં વિધાનસભા ચૂંટણી પહેલા સરમા તરુણ ગોગોઈની આગેવાનીવાળી કોંગ્રેસની સરકાર છોડીને ભાજપમાં જોડાયા હતા. સરમાને એક અનુભવી ચૂંટણી વ્યૂહરચનાકાર માનવામાં આવે છે, જેનો પરિચય તેમણે ગત ચૂંટણીમાં આપ્યો હતો. સરમાએ ભાજપને એ એ બેઠકો પર જીત અપાવી જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ભાજપે પણ તેમનું મહત્વ સમજી તેમને મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પદ આપ્યું હતું. તેમણે ભાજપને માત્ર આસામમાં જ નહીં, પણ મણિપુરમાં પણ સરકાર બનાવવામાં મદદ કરી. ભાજપે તેમને જલુકબાડી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાંથી તેઓ 2001 થી સતત જીતતા આવ્યાં છે.

આસામમાં ચૂંટણીના બે તબક્કા પૂર્ણ આસામ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બે તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 27 માર્ચે લગભગ 79.97 ટકા મતદારોએ 47 બેઠકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ગુરૂવારે બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં 80.83 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાકીની 40 બેઠકો પર 6 એપ્રિલે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન જશે.

આસામમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન આસામની 126 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. ત્રીજા અને અંતિમ તબક્કા માટે 6 એપ્રિલે મતદાન યોજાશે. આ તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે. 2 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ વખતે આસામમાં મુખ્ય હરિફાઇ ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">