Assam Election 2021 : આસામમાં બીજા તબક્કામાં સરેરાશ 73.03 ટકા મતદાન નોંધાયું

આસામમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 73.03 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં 26 મહિલા ઉમેદવારો સહિત 345 ઉમેદવારોના ભાવિ ઈવીએમ કેદ થયા છે. આ બેઠકોમાંથી છ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને પાંચ અનુસૂચિત જાતિ માટે અનામત છે.

Assam Election 2021 : આસામમાં બીજા તબક્કામાં સરેરાશ 73.03 ટકા મતદાન નોંધાયું
આસામમાં બીજા તબક્કામાં સરેરાશ 73.03 ટકા મતદાન
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 7:19 PM

Assam Election 2021 : આસામમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 73.03 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં 26 મહિલા ઉમેદવારો સહિત 345 ઉમેદવારોના ભાવિ ઈવીએમ કેદ થયા છે. આ બેઠકોમાંથી છ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને પાંચ અનુસૂચિત જાતિ માટે અનામત છે. કુલ 36,09,959 મહિલાઓ સહિત 73,44,631 મતદારો છે. જેમાં કુલ 1,09,292 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા, તેમાંથી 556 મતદાન મથકો એવા હતા જેનું સંચાલન મહિલાઓના હાથમાં હતું.

અમે બાંગ્લાદેશીઓને ભગાડીએ છીએ – બદરૂદ્દીન અજમલ

એઆઇયુડીએફના બદરૂદ્દીન અજમલે મતદાન બાદ જણાવ્યું હતું કેપહેલા તબક્કામાં આપણને -3૦–3૨ બેઠકો મળી રહી છે અને આ અમારો કવિસ્તાર છે. તો બીજા તબક્કામાં ભાજપને આગળ વધવાનો કોઈ સવાલ જ નથી. અમારી મહાગઠબંધનની સરકાર બનાવવામાં આવશે. ભાજપ બાંગ્લાદેશીઓને લાવે છે, અમે બાંગ્લાદેશીઓને લાવવા નથી તેમને ભગાડીએ છીએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે મતદાન કર્યું 

કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે સિલ્ચર મતદાન મથક નંબર 146-148 પરથી મતદાન કર્યું હતું. બીજા તબક્કામાં આસામમાં 13 જિલ્લાના 39 મત વિસ્તારોમાં માટે મતદાન ચાલુ છે.

જેમાં રાજ્યની 39 બેઠકો પર 26 મહિલાઓ સહિત 345 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં આસામની કુલ 126 વિધાનસભા બેઠકોમાંથી, 27 માર્ચે 47 બેઠકો પર મતદાન થયું છે. રાજ્યમાં છેલ્લા તબક્કાની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાશે અને પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

પાંચ મંત્રીઓ  સહિત અનેક  નેતાઓનું  ભાવી  ઈવીએમ સીલ

Assam  વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાનથી પાંચ મંત્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને કેટલાક મહત્વપૂર્ણ વિપક્ષી નેતાઓનું રાજકીય ભાવી  ઈવીએમ સીલ થયું છે.

Assam માં આ તબક્કામાં શાસક ભાજપ 34 બેઠકો પર ચુંટણી લડી રહી છે જ્યારે તેના સાથી પક્ષો, અસોમ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીએલ) અનુક્રમે છ અને ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી જો કે, પાથરકાંડી અને અલ્ગાપુરમાં ભાજપ અને એજીપી વચ્ચે મૈત્રીપૂર્ણ હરીફાઈ હતી. મજબત અને કાલીગાંવમાં પણ ભાજપ અને યુપીએલ વચ્ચે મૈત્રી સંઘર્ષ છે.

કોંગ્રેસ જે મહાગઠબંધન સાથે જોડાયેલી છે તે 28 બેઠકો પર ચુંટણી લડશે. જ્યારે એઆઈયુડીએફ સાત અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ચાર બેઠકો પર વિપક્ષ સામે બે બેઠક પર ચૂંટણી મેદાનમાં હતા.

નવી રચાયેલી Assam જાતિયા પરિષદ (એજેપી) 19 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ તબક્કામાં એનડીએ અને ગ્રાન્ડ એલાયન્સની 25 બેઠકો પર સીધી હરિફાઈ છે. જ્યારે બાકીની બેઠકો ત્રિકોણીય હરીફાઈમાં જોવા મળી રહી હતી .

ભાજપના પ્રધાન પરિમલ શુકલાવૈદ્યની કોંગ્રેસના ઉમેદવાર કામૈયા પ્રસાદ માલા સાથે સીધા હરિફાઈમાં છે. ભાજપના વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અમીનુલ હક લસ્કરની સોનાઇમાં એઆઈયુડીએફના કર્મીઉદ્દીન બારભુયા સાથે સીધી લડાઈ હતી. મંત્રી પીજુષ હઝારિકાની જાગીરોડ બેઠક (એસસી માટે અનામત) પર કોંગ્રેસના સ્વપન કુમાર મંડળ અને એજેપીના બુબુલ દાસ સાથે ત્રિકોણીય લડાઈ છે. તેમના મંત્રીમંડળના સહયોગી ભાવેશ કાલિતા રંગીયા મત વિસ્તારના એજેપીના બાબુલ શાહરીયા સાથે સીધી લડતનો સામનો કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">