ઓપરેશન દરમિયાન ડોકટરો કેમ હંમેશા લીલા કે વાદળી રંગના જ કપડા પહેરે છે? જાણો રસપ્રદ કારણ

ઓપરેશન થિયેટરમાં લીલા અને વાદળી કપડાં પહેરવાનું એક મોટું કારણ છે. આની સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે. ચાલો જણાવીએ તમને રસપ્રદ કારણ.

ઓપરેશન દરમિયાન ડોકટરો કેમ હંમેશા લીલા કે વાદળી રંગના જ કપડા પહેરે છે? જાણો રસપ્રદ કારણ
પ્રતિકાત્મક તસ્વીર

આપણા બધાંએ એકવાર કોઈના કોઈ કારણસર હોસ્પિટલની મુલાકાત લીધી જ હશે. હોસ્પિટલમાં તમે ડોક્ટર, નર્સો અને વોર્ડ બોયને ઘણીવાર સફેદ કોટમાં જોયા હશે. પરંતુ જ્યારે આ ડોકટરો અને નર્સ દર્દીનું ઓપરેશન કરવા જાય છે, ત્યારે તેઓ લીલા અથવા વાદળી વસ્ત્રો પહેરે છે. તમે હોસ્પિટલમાં લીલા અથવા વાદળી કપડાંમાં ઘણા ડોકટરો જોયા હશે. પરંતુ ઓપરેશન દરમિયાન ડોકટરો, નર્સો અને વોર્ડ બોય હંમેશા લીલા અને વાદળી રંગનાં જ કપડાં કેમ પહેરતા હોય છે? તેઓ લાલ, પીળો, કાળો અથવા અન્ય કોઈ રંગના કપડા કેમ નથી પહેરતા હોતા? આજે અમે તમને આ પ્રશ્નનો સંપૂર્ણ અને વિગતવાર જવાબ આપીશું.

ઓપરેશનમાં લાંબા સમય સુધી જોવું પડે છે લાલ લોહી

ઓપરેશન થિયેટરમાં લીલા અને વાદળી કપડાં પહેરવાનું એક મોટું કારણ છે. આની સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે. દર્દીના ઓપરેશન દરમિયાન ડોકટરો અને નર્સો કેમ ફક્ત લીલા અથવા વાદળી કપડાં પહેરે છે તેની પાછળનું કારણ રસપ્રદ છે. ઓપરેશન દરમિયાન ડોકટરોએ લાંબા સમય સુધી લોહી જોવું પડે છે. ઘણી વખત ડોકટરોએ એક ઓપરેશન માટે કલાકો સુધી લોહી જોવું પડતું હોય છે.

આવી સ્થિતિમાં તેમની આંખોમાં લાંબા સમય સુધી સતત લાલ રંગ જ દેખાય છે. લાંબા સમય સુધી લાલ રંગ જોવાને કારણે, માનવ આંખો પર ઘણો ભાર પડે છે. જેના કારણે ડોકટરો ઓપરેશન અથવા શસ્ત્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ થઇ જાય છે. તેથી ઓપરેશન દરમિયાન લાલ રંગ સિવાય લીલા અથવા વાદળી રંગના કપડાં પર નજર રાખે છે, જે તેમને ઘણી રાહત આપે છે.

લીલો અને વાદળી રંગ આંખોને રાહત આપે છે

આવા પ્રશ્નો ઘણા લોકોના મનમાં પણ ઉદભવે છે કે ઓપરેશન દરમિયાન લીલા અથવા વાદળી કપડાંની જગ્યાએ સફેદ કપડાં કેમ ન પહેરવા. ઓપરેશન દરમિયાન સફેદ કપડાં પહેરવામાં આવતા નથી આની પાછળ એક કારણ છે. પહેલા ઓપરેશન દરમિયાન ડોકટરો ફક્ત સફેદ કપડાં જ પહેરતા હતા. પરંતુ વર્ષ 1914 માં એક જાણીતા સિનિયર ડોક્ટરએ ઓપરેશન દરમિયાન સફેદને બદલે લીલા કપડાં પહેર્યા હતા. તે પછી તે પ્રચલિત થયા.

લાંબા સમય સુધી લાલ રંગ જોયા પછી, જ્યારે આપણી નજર સફેદ રંગ પર પડે છે. ત્યારે તે આંખોમાં ખૂંચવા લાગે છે અને આપણને સફેદ રંગની સાથે બીજા ઘણા રંગો પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ડોકટરો ઓપરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ થઇ જાય છે. આ જ કારણ છે કે ઓપરેશન દરમિયાન ડોકટરો ફક્ત લીલા અથવા વાદળી કપડાં પહેરે છે.

 

આ પણ વાંચો: IAS Officer Salary: UPSC પાસ કર્યા પછી એક IAS અધિકારીને કેટલો પગાર મળે છે? જાણો

આ પણ વાંચો: આ અઠવાડિયાના TOP 5 શો, અનુપમાને પાછળ છોડીને આ સિરિયલ આવી ગઈ નંબર 1 પર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati