UGC Internship Guidelines : ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ઇન્ટર્નશિપ માટે UGCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો વિગતે

યુજીસીએ ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સ માટે ઇન્ટર્નશિપ (Graduation course Internship) ફરજિયાત બનાવી છે. આ માટે યુજીસીએ માર્ગદર્શિકા બહાર પાડી છે.

UGC Internship Guidelines : ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ઇન્ટર્નશિપ માટે UGCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો વિગતે
UGC Internship Guidelines (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 9:50 PM

Graduation Internship: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ચાર વર્ષનો સ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન ઇન્ટર્નશિપ ફરજિયાત કરી છે. યુજીસીએ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ પગલું ભર્યું છે. UGC એ નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓના શિક્ષકો સાથે સંશોધન માર્ગદર્શિકા (UGC Internship Guidelines) પણ તૈયાર કરી છે. યુજીસીએ નક્કી કર્યું છે કે રિસર્ચ ઈન્ટર્નશિપ બે પ્રકારની હશે. પ્રથમ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બીજી ઇન્ટર્નશિપ વ્યક્તિગત સંશોધન લાયકાત વિકસાવવા માટે હશે.

10 અઠવાડિયા માટે ઇન્ટર્નશિપ ફરજિયાત

નવી ગાઈડલાઈન મુજબ તૈયાર કરાયેલા નવા કોર્સમાં યુજી ડિગ્રી કોર્સમાં સંશોધન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચાર વર્ષના સ્નાતક અભ્યાસક્રમના ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓની સંશોધન સંબંધિત ક્ષમતા પર ભાર આપવામાં આવ્યો છે. UG વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ પછી 10 અઠવાડિયાના સમયગાળાની તેમની પ્રથમ સંશોધન ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. કોઈ વ્યક્તિ UG ડિગ્રી પ્રોગ્રામના બીજા વર્ષ પછી 10 અઠવાડિયાના સમયગાળાની બીજી સંશોધન ઇન્ટર્નશિપ પૂર્ણ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ સંશોધન સાથે ચાર વર્ષનો UG ડિગ્રી કોર્સ કરવા માગે છે તેઓએ 7મા સેમેસ્ટર દરમિયાન સંશોધન એબિલીટીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે.

ઇન્ટર્નશિપ માટે ક્રેડિટ આપવામાં આવશે

તેમજ સંશોધન પ્રોજેક્ટ વર્ક 7મા અને 8મા સેમેસ્ટર દરમિયાન પૂર્ણ કરવાનું રહેશે. ચાર વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી 40 ક્રેડિટ પોઈન્ટ્સ હોવા ફરજિયાત છે. UGC દ્વારા ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે 8 થી 10 અઠવાડિયાની ઇન્ટર્નશિપની 10 ક્રેડિટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા કરીને અભ્યાસક્રમ છોડવા માગે છે તેમના માટે ઇન્ટર્નશિપ ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓ 4 વર્ષનો ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ પૂરો કરવા માગે છે તેમણે 1 વર્ષનું રિસર્ચ વર્ક અને 10 અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરવી પડશે. સંશોધન વિના ગ્રેજ્યુએશન કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓએ પણ ઓછામાં ઓછી 8 થી 10 અઠવાડિયાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

જેમાં ચાર વર્ષના ડિગ્રી કોર્સમાં રિસર્ચ સ્ટુડન્ટ્સ ઈન્ડસ્ટ્રી સિવાય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, રિસર્ચ લેબ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, કોઈપણ યુનિવર્સિટી કે કોલેજના રિસર્ચ પ્રોફેસર બનીને ઈન્ટર્નશિપ કરી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">