નવા શૈક્ષણિક સત્રથી જ શાળા શરૂ કરવા, ધો. 1થી 8મા માસ પ્રમોશન આપવા સરકારની વિચારણા

નવા શૈક્ષણિક સત્રથી જ શાળા શરૂ કરવા, ધો. 1થી 8મા માસ પ્રમોશન આપવા સરકારની વિચારણા

ધો. 9થી 12ની પરિક્ષા યોજવા, બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીથી ભરાવાની સંભાવના

ગુજરાતમાં આગામી વર્ષના શૈક્ષણિક સત્રથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધોરણ 9થી 12ની પરિક્ષા યોજવા સરકાર વિચારણા કરી રહી હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. કોરોનાકાળમાં ધોરણ 1થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તો સંભવ છે કે બાળકોને કોરોનાનુ સંક્રમણ લાગી શકે છે. જ્યારે 9થી 12ના વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરિક્ષા લઈ શકાશે.જાન્યુઆરી 2021થી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરાશે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati