હવે ધોરણ-12 સાયન્સના જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ BEમાં મળશે પ્રવેશ, આ વર્ષે આટલા વિદ્યાર્થીઓ મેરીટલીસ્ટમાં

Admission Committee for Professional Courses : આ નવો નિયમ આ વર્ષે પ્રથમ વખત અમલમાં આવી રહ્યો છે. પ્રથમ વર્ષમાં જ BE માં પ્રવેશ મેળવવા માટે, ગુજરાતમાં બાયોલોજી  વિષયમાંથી ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરનારા 1305 વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

હવે ધોરણ-12 સાયન્સના જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ BEમાં મળશે પ્રવેશ, આ વર્ષે આટલા વિદ્યાર્થીઓ મેરીટલીસ્ટમાં
Students with Biology subject in Std-12 Science will also get admission in Bachelor of Engineering

AHMEDABAD : વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રવેશ સમિતિ (ACPC) એ રવિવારે 5 સપ્ટેમ્બરે BE માં પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી હતી. આ વર્ષે માસ પ્રમોશનને કારણે ગયા વર્ષ કરતાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં 4300થી વધુ વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ મેરિટમાં સ્થાન મેળવ્યું છે. ACPC અનુસાર, આ વર્ષે 36216 વિદ્યાર્થીઓએ BE માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 34585 વિદ્યાર્થીઓએ BEના ગુજકેટ આધારિત પ્રોવિઝનલ મેરિટમાં સ્થાન મેળવ્યું છે. આમાં ખાસ વાત એ છે કે આ વર્ષથી ધોરણ-12 સાયન્સમાં જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ BEમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ BEમાં પ્રવેશ
ગુજરાતમાં આ વર્ષે ગણિતને બદલે જીવવિજ્ઞાન સાથે ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરનારા 933 વિદ્યાર્થીઓ બેચલર ઓફ એન્જિનિયરિંગ BEમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યાં છે.તેમને રવિવારે વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રવેશ સમિતિ (ACPC) દ્વારા જાહેર કરાયેલા 34585 વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરિટ લીસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ નવો નિયમ આ વર્ષે પ્રથમ વખત અમલમાં આવી રહ્યો છે. પ્રથમ વર્ષમાં જ BE માં પ્રવેશ મેળવવા માટે, ગુજરાતમાં બાયોલોજી  વિષયમાંથી ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરનારા 1305 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, તેમાંથી 933 વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરિટમાં સ્થાન મળ્યું છે.

AICTE ના નવા નિયમ હેઠળ પ્રવેશ અપાયો
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) ના નવા નિયમો હેઠળ વર્ષ 2021-22 થી જે વિદ્યાર્થીઓએ ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સાથે પાસ કરી છે તેઓ પણ ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકે છે.

સામાન્ય રીતે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષય સાથે ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવામાં આવે છે. નવા નિયમો હેઠળ જીવવિજ્ઞાન સાથે ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને BE ના 15 અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યાં છે.

આ 15 અભ્યાસક્રમમાં મળશે પ્રવેશ
બાયોલોજી વિષય સાથે ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને BE ના 15 અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. જેમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ, નેનો ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, રબર ટેકનોલોજી, ટેક્સટાઇલ ટેકનોલોજી, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ, કૃષિ ટેકનોલોજી, એગ્રી એન્જિનિયરિંગ, કેમિકલ અને બાયોકેમિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ અને રોબોટિક એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને બાયોઇન્ફોર્મેટિક્સ એન્જિનિયરિંગ સામેલ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati