Pariksha Pe Charcha 2023 : ફરીથી થશે PM મોદી સાથે પરીક્ષા પે ચર્ચા, આ લિન્ક પર કરો રજીસ્ટ્રેશન

Pariksha Pe Charcha 2023 Registration : બોર્ડની એક્ઝામ પહેલાં PM MODIની સાથે સ્ટુડન્ટ્સ ઘણી વાર ચર્ચા કરતાં હોય છે. તો આવતા વર્ષે પણ આ ચર્ચા થવા જઈ રહી છે. જેને માટે વિદ્યાર્થીઓએ mygov.in લિન્ક પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તો જાણો તેના સ્ટેપ્સ.

Pariksha Pe Charcha 2023 : ફરીથી થશે PM મોદી સાથે પરીક્ષા પે ચર્ચા, આ લિન્ક પર કરો રજીસ્ટ્રેશન
Pariksha Pe Charcha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:56 AM

Pariksha Pe Charcha : વર્ષ 2023માં આવનારી બોર્ડની પરીક્ષા પહેલાં વડાપ્રધાન મોદી ફરીથી બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. તે શિક્ષકો સાથે પણ વાત કરવાના છે. જો તમારે પણ આ ચર્ચામાં હિસ્સો લેવો હોય તો તમે પણ આમાં નોંધણી કરાવી શકો છો. આ માટે તમારે PPC 2023 માટે નોંધણી કરાવવી પડશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ ભારત સરકારની વેબસાઈટ mygov.in પર શરૂ છે. આ કાર્યક્રમમાં ધોરણ-9 થી 12 સુધીના બાળકો અને ટીચર્સ પણ ભાગ લઈ શકશે. તેને પણ પ્રશ્નો પુછવાની તક મળશે. જાણો Pariksha Pe Charcha માં તમે કેવી રીતે ભાગ લઈ શકશો.

પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. આ પ્રક્રિયા 25 નવેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. તમે 30 ડિસેમ્બર સુધી આનું રજીસ્ટ્રેશન કરી શકો છો. જુઓ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા…

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ રીતે કરો PPC 2023 Register

  1. તમે mygov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે અલગ સેગમેન્ટ છે. તમે ફક્ત તમારી કેટેગરીમાં જ રજીસ્ટ્રેશન કરો.
  2. જે વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેટ સુવિધા, ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર નથી તેઓ શિક્ષક વિકલ્પ દ્વારા પરિક્ષા પે ચર્ચા 2023માં ભાગ લઈ શકે છે.
  3. રજીસ્ટ્રેશન કર્યા પછી, શિક્ષક તેના ID વડે લોગિન કરી શકે છે અને એક સમયે એક અથવા વધુ વિદ્યાર્થીઓની વિગતો સબમિટ કરી શકે છે.
  4. આ માટે કોઈ ફી ભરવી પડશે નહીં. તમે મફતમાં નોંધણી કરાવી શકો છો. યોગ્ય રીતે નોંધણી કરાવ્યા પછી જ તમને PM Narendra Modi સાથે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

Pariksha Pe Charcha હાઈલાઈટ્સ

  1. PPC 2023માં વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ થીમ આપવામાં આવી છે. જ્યારે તમે નોંધણી કરો ત્યારે તમારે થીમ પસંદ કરવી આવશ્યક છે.
  2. દરેક પ્રવૃતિ માટે આપેલા શબ્દ મર્યાદા કરતાં વધુ લખવા નહી. PMને જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તે લખવા માટે શબ્દની મર્યાદા 500 છે.
  3. સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. તમે તેને mygov પરથી ડાઉનલોડ કરી શકો છો અને #PPC2023 સાથે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
  4. નોંધણી કરતી વખતે, વિદ્યાર્થીઓ તેમના પોતાના, માતાપિતા અથવા તેમના શિક્ષકના મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકે છે.
  5. અલગ-અલગ વિષયોમાં વિજેતા થનારા વિદ્યાર્થીઓને વિશેષ પરિક્ષા પે ચર્ચા કીટ આપવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા લખાયેલા એક્ઝામ વોરિયર્સ પુસ્તક પણ હશે. આ સિવાય NCERT ડાયરેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
  6. યાદ રાખો : સરકાર તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ નોંધણી વખતે તમે જે પણ લખેલું છે તેમાં કંઈ પણ અનુચિત કે કોઈ ઉશ્કેરણી જનક ન હોવું જોઈએ. તમે જે માહિતી આપેલી હશે તે સરકારને જરૂર પડશે તો કોઈ પણ રીતે તેનો ઉપયોગ પણ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">