બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ રાખશે ખાસ તકેદારી, CCTV યુક્ત વર્ગખંડોને જ બનાવશે પરીક્ષા કેન્દ્ર

33 જિલ્લામાં સીસીટીવી સાથેના વર્ગખંડો હોય તેવા જ કેન્દ્ર પસંદ કરવામાં આવ્યા છે.જેના કારણે પરીક્ષામાં પારદર્શીતા જળવાઇ રહે. ગૌણ સેવા પસંદગી મંડળ કેન્દ્ર પસંદગી માટે સર્વે કરી રહી છે.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ રાખશે ખાસ તકેદારી, CCTV યુક્ત વર્ગખંડોને જ બનાવશે પરીક્ષા કેન્દ્ર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:14 PM

આગામી 13 ફેબ્રુઆરીએ બિનસચિવાલય ક્લાર્ક(Non-Secretariat Clerk)ની પરીક્ષા લેવાવા જઇ રહી છે. જેને લઇને ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ(Gujarat Secondary Service Selection Board) દ્વારા પરીક્ષાને લગતી તમામ તૈયારીઓને વેગ અપાઇ રહ્યો છે. ગૌણ સેવા પસંદગી બોર્ડ પરીક્ષાર્થીઓ(Examiners)ને કોઇ અગવડ ન પડે અને પરીક્ષાની પારદર્શિતા જળવાઇ રહે તે સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવા પ્રયાસ કરી રહ્યુ છે.

જિલ્લાની મધ્યભાગમાં રહેશે પરીક્ષા કેન્દ્ર

મોટા ભાગના કેન્દ્ર શહેરના અથવા જિલ્લાના મધ્ય ભાગમાં રાખવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેના કારણે પરીક્ષાર્થીઓને દુર દુરના કેન્દ્ર સુધી જવુ ન પડે.

CCTVવાળા કેન્દ્ર જ રહેશે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

33 જિલ્લામાં સીસીટીવી સાથેના વર્ગખંડો હોય તેવા જ કેન્દ્ર પસંદ કરવામાં આવ્યા છે.જેના કારણે પરીક્ષામાં પારદર્શીતા જળવાઇ રહે. ગૌણ સેવા પસંદગી મંડળ કેન્દ્ર પસંદગી માટે સર્વે કરી રહી છે અને મોટા ભાગના જિલ્લામાં આ સર્વે પૂર્ણતાના આરે છે.

કેટલા સેન્ટર રહેશે?

3,901 જેટલી વેકેન્સી માટે 10 લાખ 45 હજાર કરતા વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. લગભગ 34 હજાર કરતા વધુ વર્ગખંડ અને ત્રણ હજાર કરતા વધુ કેન્દ્ર પરીક્ષા માટે રાખવામાં આવશે.

કેટલાક સેન્ટર કરાયા બ્લેક લિસ્ટ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેટલોક અભ્યાસ કરવામાં આવ્યો છે. કેટલાક કેન્દ્ર ઉપર ગેરરીતિના બનાવ વારંવાર બનતા હતા, તેવા કેન્દ્રને DEO અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નામંજુર કરવામાં આવ્યા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં કે જ્યાં કેટલીક શાળાઓ પાસે BU પરમીશન નથી તેને ગેરકાયદેસર જાહેર કરાયેલી છે. તેવી શાળા અને કોલેજનો સર્વે કરીને તેમની માન્યતા રદ કરવાની હોવાથી તેમને કેન્દ્ર તરીકે પસંદગી અપાઇ નથી.

અગાઉ પરીક્ષા રદ થઇ હતી

મહત્વનું છે કે 2 વર્ષ પહેલા આ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારી સહિતના કારણોના લીધે પરીક્ષા યોજાઇ શકી નહતી. 2 વર્ષ પહેલા પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2 લાખ 45 હજાર ઉમેદવારોએ અરજી કરી હતી.

દાવેદારી કોણ કરી શકશે?

હવે ફરીથી આ પરીક્ષાની નવી તારીખ જાહેર થઇ હોવા છતા પહેલા ઉમેદવારી નોંધાવી હોય તે તમામ ઉમેદવારો તેમની વયમર્યાદા વધી હોવા છતા પરીક્ષા આપી શકશે. જો કે ઉમેદવારી માટેની જેટલી જગ્યા ખાલી છે તેમાં વધારો કરી શકાશે નહીં. પહેલા જેટલી વેકેન્સી હતી તે 3,901 જગ્યા માટે જ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

બોર્ડ દ્વારા આગામી પરીક્ષા માટે તમામ તકેદારી લેવામાં આવી છે. સંપૂર્ણ પારદર્શિતા જળવાઇ રહે અને પરીક્ષા અંગેની ગોપનિયતા જળવાઇ રહે તેવી તમામ તકેદારી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાખવામાં આવી છે.

આ પણ વાંચો : હવે મનીષ તિવારીના પુસ્તકનો વિવાદ, 26/11 પછી PAK પર કાર્યવાહી ન કરવી એ મનમોહન સરકારની નબળાઈ, ભાજપે માંગ્યો જવાબ

આ પણ વાંચો : Mandi: અમદાવાદના ધંધુકા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">