કોણ છે 8 વર્ષનો ઋષિ શિવ કે જેનું આઈક્યૂ લેવલ આઈન્સ્ટાઈનથી પણ વધુ છે, તેણે 3 એન્ડ્રોઈડ એપ્સ વિકસાવી અને 2 પુસ્તક પણ લખ્યા

કર્ણાટકના 8 વર્ષીય એન્ડ્રોઇડ એપ ડેવલપર ઋષિ શિવ પ્રસન્ના પણ વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2023ના 11 વિજેતાઓમાં સામેલ છે. અહેવાલો અનુસાર, તેમનું IQ સ્તર 180 છે.

કોણ છે 8 વર્ષનો ઋષિ શિવ કે જેનું આઈક્યૂ લેવલ આઈન્સ્ટાઈનથી પણ વધુ છે, તેણે 3 એન્ડ્રોઈડ એપ્સ વિકસાવી અને 2 પુસ્તક પણ લખ્યા
Rishi Shiva
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 4:45 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 23 જાન્યુઆરીએ કુલ 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023 પુરસ્કારથી સન્માનિત કર્યા. તેમાંથી એક બેંગલુરુના 8 વર્ષીય ઋષિ શિવ પ્રસન્ના હતો. ઋષિની વાત કરીએ તો તેને એન્ડ્રોઇડ એપ વિકસાવવા બદલ પીએમ રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યો છે. ઋષિએ માત્ર 8 વર્ષની ઉંમરમાં જ એક નહીં પણ ત્રણ એપ વીકસાવી ચૂક્યો છે.

જાણો કોણ છે ઋષિ શિવ?

કર્ણાટકના 8 વર્ષીય એન્ડ્રોઇડ એપ ડેવલપર ઋષિ શિવ પ્રસન્ના વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2023ના 11 વિજેતાઓમાં સામેલ છે. અહેવાલો અનુસાર, તેમનું IQ સ્તર 180 છે જે વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના IQ સ્તર (160) કરતા પણ વધારે જણાવવામાં આવી રહ્યું છે. સૌથી યુવા પ્રમાણિત એન્ડ્રોઇડ ડેવલપર્સમાંના એક, પ્રસન્નાએ ‘એલિમેન્ટ્સ ઓફ અર્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આ બાળકે નાની ઉંમરમાં મોટી સિધ્ધિ હાંસલ કરી છે.

 આઈન્સ્ટાઈન કરતા પણ વધારે છે આઈક્યૂ

રિપોર્ટ અનુસાર, પ્રસન્નનું આઈક્યુ લેવલ 180 છે અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આઈક્યુ લેવલ માત્ર 160 હતું. પ્રસન્ના મેન્સા ઈન્ટરનેશનલના સૌથી યુવા સભ્યોમાંનો એક છે, જે વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત હાઈ-આઈક્યુ સોસાયટી છે. તે 4 વર્ષ અને 5 મહિનાની ઉંમરે મેન્સા ઈન્ટરનેશનલમાં જોડાયા હતા. પરંતુ તેના કારનામા બુદ્ધિના પ્રમાણિત પરીક્ષણો સુધી મર્યાદિત નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રસન્નાએ માત્ર બે વર્ષની ઉંમરે વાંચવાનું શીખી લીધું હતું. જ્યારે એક સામાન્ય બાળક ત્રણ વર્ષની ઉંમરથી જ મૂળાક્ષરો શીખવાનું શરૂ કરી દે છે. ત્યારે માત્ર બે વર્ષની ઉંમરમાં જ ઋષિ વાંચતા શીખી ગયો હતો. આ સાથે તે સૂર્યમંડળ, બ્રહ્માંડ, ગ્રહો, આકાર અને સંખ્યાઓ વિશે ઘણું બધું જાણે છે.

5 વર્ષની ઉંમરે કોડિંગ શીખી લીધું

તેની અવકાશ અને વિજ્ઞાનથી લઈને ટેકનોલોજી અને કોડિંગમાં પણ ઘણો રસ ધરાવે છે. પ્રસન્ના કહ્યુ કે, મેં 5 વર્ષની ઉંમરે કોડિંગ શીખી લીધું હતું અને હવે ઘણી યુઝર-ફ્રેન્ડલી એપ્સ વિકસાવી છે. હું એક વૈજ્ઞાનિક બનવા માંગુ છું જે પૃથ્વીનું રક્ષણ કરવામાં મદદ કરે.

સૌથી યુવા Google પ્રમાણિત એન્ડ્રોઇડ ડેવલપર્સ

પ્રસન્ના સૌથી યુવા Google પ્રમાણિત એન્ડ્રોઇડ ડેવલપર્સમાંના એક છે. તેણે બાળકો માટે ‘આઈક્યુ ટેસ્ટ એપ’, ‘કન્ટ્રીઝ ઑફ ધ વર્લ્ડ’ અને ‘સીએચબી’ બનાવી છે. એટલું જ નહીં, 5 વર્ષની ઉંમરે પ્રસન્નાએ જેકે રોલિંગની આખી હેરી પોટર સિરીઝ વાંચી હતી. આ પુસ્તક એક લાખથી વધુ શબ્દોમાં છે અને તેના સાત ભાગો છે.

2 પુસ્તકો લખી ચૂક્યો છેે ઋષિ

વાંચન ઉપરાંત તેને લેખનમાં પણ રસ છે. તેઓ 2 પુસ્તકો લખી ચૂક્યા છે. પ્રસન્નનું પ્રથમ શીર્ષક ‘લર્ન વિટામિન્સ વિથ હેરી પોટર’ એ બાળકોનું પુસ્તક છે જે વિટામિન્સનું મહત્વ સમજાવે છે અને તેમનું બીજું પુસ્તક ‘એલિમેન્ટ્સ ઓફ અર્થ’ પૃથ્વી પરના પાંચ મૂળભૂત તત્વોને સમજાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">