વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરશે PM, પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ, જાણો વિગત
pm દ્વારા વિદ્યાર્થીઑ સાથે સંપર્કમાં આવવા માટે સૌ પ્રથમ વાર 2018માં પહેલીવાર પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં આવા 6 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં શરૂ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ અથવા માતા-પિતા પીએમ મોદી સાથે વાત કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ innovateindia.mygov.in પર જઈને અરજી કરી શકે છે.

વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. આ સેગમેન્ટને “પરીક્ષા પે ચર્ચા” નામ આપવામાં આવ્યું છે. જેમાં ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લે છે. પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે 12 જાન્યુઆરી 2024 સુધીનો સમય છે.
પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં શરૂ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ કે માતા-પિતા પીએમ મોદી સાથે વાત કરવા અને પરીક્ષા અંગે ચર્ચા કરવા માટે નોંધણી કરાવવા માગે છે તેઓએ વહેલી તકે અરજી કરવી જોઈએ. નોંધણી કરવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો.
પરિક્ષા પે ચર્ચા 2024 માટે અરજી કરો
- આમાં નોંધણી કરવા માટે, ઉમેદવારો પહેલા સત્તાવાર વેબસાઇટ innovateindia.mygov.in પર જવાનું રહેશે.
- આ પછી તમારે તમારા હોમપેજ પર ‘પરીક્ષા પે ચર્ચા’ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી શ્રેણીના આધારે mygov.in એકાઉન્ટમાં લોગિન કરો.
- પછી જરૂરી વિગતો સાથે નોંધણી ફોર્મ સબમિટ કરો.
- તમે આ ફોર્મની પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો અને ભવિષ્ય માટે તમારી પાસે રાખી શકો છો.
પરીક્ષાની ચર્ચા પાછળ કરોડો ખર્ચાયા
2024માં એક મોટી ઘટના થવાની સંભાવના છે. વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેના વાર્તાલાપ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ના આ કાર્યક્રમ પર ખર્ચ લગભગ 6 ટકા વધારીને 9 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
2018માં પહેલીવાર પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં આવા 6 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, વર્ષ 2024માં યોજાનારી pm મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ના આયોજન પર ટેક્સ અને અન્ય વસ્તુઓ સહિત લગભગ 9 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વર્ષ 2023ની સરખામણીમાં 2024માં પરીક્ષા પર ચર્ચાના આયોજન પરના પ્રસ્તાવિત ખર્ચમાં લગભગ 6 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે EdCIL ની કન્સલ્ટન્સી ફી/સર્વિસ ચાર્જ 7 ટકા નક્કી કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘પરીક્ષા પે ચર્ચા-2023’માં વિદ્યાર્થીઓ સહિત કુલ ભાગીદારી 38.8 લાખ હતી.
