Pariksha Pe Charcha 2023: હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક પર આપો ધ્યાન, PM મોદીએ વિદ્યાર્થીઓને આપી આ 12 ટિપ્સ

'પરીક્ષા પે ચર્ચા' (Pariksha pe Charcha) 2023 કાર્યક્રમનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ તો આપ્યા જ, પરંતુ તેમને પરીક્ષાને લગતી ઘણી ટિપ્સ પણ આપી.

Pariksha Pe Charcha 2023:  હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક પર આપો ધ્યાન, PM મોદીએ વિદ્યાર્થીઓને આપી આ 12 ટિપ્સ
Pariksha pe Charcha 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 4:36 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમને વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવનો સામનો કેવી રીતે કરવો તે વિશે કહ્યું હતું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત પરીક્ષા પે ચર્ચા 2023 માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે કહ્યું હતું. તેમને કહ્યું કે વિદ્યાર્થીઓએ સ્માર્ટ વર્ક પર ભાર મૂકવો જોઈએ. પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન ચિટીંગ કરનારાઓ વિશે પણ વાત કરી.

પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટને લઈને માત્ર ટીપ્સ જ આપી ન હતી, પરંતુ દબાણમાં કેવી રીતે કામ કરવું તેની પણ વાત કરી હતી. આવામાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપેલી ટિપ્સ વિશે જાણો.

  1. દેશભરમાંથી વિદ્યાર્થીઓ મને પત્ર લખે છે અને સલાહ માંગે છે. તેઓ તેમના આઈડિયા શેયર કરે છે. પરીક્ષા પે ચર્ચા મારી પણ ચર્ચા છે. તેનાથી મને ખુશી મળે છે. તે જોવાનું મારું સૌભાગ્ય છે કે મારા દેશના યુવા મન શું વિચારે છે .
  2. પરિવારના સભ્યોની અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે. પરંતુ સોશિયલ સ્ટેસસની માટે અપેક્ષા રાખવી એ ચિંતાનો વિષય છે. હું વાલીઓને વિનંતી કરું છું કે તેઓ બાળકો પર દબાણ ન કરે. બાળકોએ પણ તેમના માતા-પિતાની વાત સાંભળવી જોઈએ અને તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.
  3. ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
    જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
    Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
    Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
    અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
    1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
  4. જ્યારે તમે સારું કરો છો ત્યારે અપેક્ષાઓ વધે છે. આના કારણે દબાણ વધે છે. પરંતુ આપણે આ દબાણને દબવું ન જોઈએ. એક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને, તમે દબાણના સંકટમાંથી બહાર આવશો. ક્રિકેટરો લોકોની બૂમો પર ધ્યાન આપવાને બદલે રમત પર ધ્યાન આપે છે. આ રીતે વિદ્યાર્થીઓએ દબાણનો સામનો કરવો જોઈએ.
  5. ટાઈમ મેનેજમેન્ટ જીવનમાં ખૂબ જ મહત્તવ હોય છે. તેથી જ માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવન માટે પણ ટાઈમ મેનેજમેન્ટ વિશે જાગૃત રહેવું જોઈએ. દરેક વિષય માટે સમય નક્કી કરો. પહેલા ઓછા મનપસંદ વિષયોને સમય આપો. ત્યારપછી તમને ગમે તે વિષયને સમય આપો. ટાઈમ મેનેજમેન્ટ તમે તમારી માતા પાસેથી શીખી શકો છો.
  6. પોતાને ઓછી આંકશો નહીં. તમારી અંદર જુઓ અને આત્મનિરીક્ષણ કરો. તમારે તમારી પોતાની ક્ષમતા સમજવી જોઈએ. તમારે તમારી આકાંક્ષાઓ અને તમારો ટારગેટ નક્કી કરવો જોઈએ. તે પછી આ બધા માટે મહેનત કરીને તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો.
  7. કોપી કરનાર વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે જેઓ પરીક્ષામાં કોપી કરે છે તેઓ એક કે બે પરીક્ષા પાસ કરશે, પરંતુ જીવન ક્યારેય પાસ કરી શકશે નહીં. મહેનતી વિદ્યાર્થીઓની મહેનત ચોક્કસપણે તેમના જીવનમાં રંગ લાવે છે. કોપી કરવાથી બે થી ચાર માર્કસ વધુ આવી શકે છે. પરંતુ જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ આવશે. તમારી આંતરિક શક્તિ તમને આગળ લઈ જશે
  8. કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ જ મહેનત કરે છે, એટલે કે હાર્ડ વર્ક કરે છે. પરંતુ કેટલાક લોકોના જીવનમાં હાર્ડ વર્ક જેવું કંઈ હોતું નથી. કેટલાક લોકો ક્યારેક ક્યારેક જ સ્માર્ટ વર્ક કરે છે. આવામાં સારા પરિણામ મેળવવા માટે મહેનત કરવાને બદલે સ્માર્ટ વર્ક કરવું જોઈએ. આપણે ‘સ્માર્ટલી હાર્ડવર્ક’ કરવું જોઈએ, તો જ આપણને સારા પરિણામો મળશે.
  9. તમારી આંતરિક ક્ષમતાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્ષમતા જાણ્યા પછી, અનુકૂળ કાર્યો કરવા સરળ બને છે. જે દિવસે તમે તમારી ક્ષમતાને જાણશો, તે દિવસે તમે ખૂબ શક્તિશાળી બની જશો. દરેક માતા-પિતાએ તેમના બાળકોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ અને બાળકોની અંદર ઈન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સ આવવા ન દેવું જોઈએ.
  10. વ્યક્તિએ પોતાને ક્યારેય એવરેજ તરીકે જોવું જોઈએ નહીં. દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ અસાધારણ સ્કિલ હોય છે. તમારે તેને ઓળખવું પડશે. સામાન્ય લોકો જ્યારે અસાધારણ વસ્તુઓ કરે છે, ત્યારે તેઓ ઊંચાઈ પર જાય છે અને સરેરાશના ધોરણોને તોડે છે.
  11. જો કોઈ તમારી આદતથી ટીકા કરે તો તેના પર ધ્યાન ન આપો. આપણે ક્યારેય આપણું ફોકસ ન ગુમાવવું જોઈએ. વાલીઓને પણ હું વિનંતી કરું છું કે તમે તમારા બાળકોને વાત દ્વારા ‘મોલ્ડ’ ન કરી શકો. ‘ટીકા’ અને ‘દોષ’ વચ્ચે ઊંડી અને એક મોટી રેખા છે. ટીકાઓ આપણને વધુ સારી બનાવે છે અને દોષ એ એવી વસ્તુ છે જેના પર આપણે જીવનમાં ધ્યાન પણ ન આપવું જોઈએ.
  12. સ્માર્ટફોન, ટેબલેટ જેવા ગેજેટ્સ વિશે વાત કરતા પીએમે કહ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ગેજેટ્સ કરતા તે વધુ સ્માર્ટ છે. ટેક્નોલોજીના ગુલામ ન બનો. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. ટેક્નોલોજીના લીધે તમારું ધ્યાન વિચલિત ન થવા દો. તમારે નક્કી કરવાનું છે કે તમે સ્માર્ટ છો કે ગેજેટ સ્માર્ટ. તમે ગેજેટનો ઉપયોગ જેટલી સ્માર્ટ રીતે કરશો તેટલા સારા પરિણામો તમને મળશે.
  13. એક પરીક્ષામાં નાપાસ થવા અંગે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે વિચારીએ છીએ કે જો આ પરીક્ષા જતી રહી તો જિંદગી ખતમ થઈ જશે, આ વિચાર યોગ્ય નથી. કારણ કે જીવન કોઈ એક સ્ટેશન પર અટકતું નથી. આનાથી આગળ પણ એક દુનિયા છે. જેટલું તમે પોઝિટીવ અનુભવ કરશો, તેટલું તમને સારું લાગશે.

આ પણ વાંચો : આજે ‘Pariksha Pe Charcha 2023’ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓને આપશે તણાવમુક્ત રહેવાનો મંત્ર

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">