NEET SS Counselling માટે રજીસ્ટ્રેશન શરૂ, mcc.nic.in પર કરો અરજી

મેડિકલ કાઉન્સિલ કમિટી દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, NEET SS Counselling માટે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ 1 ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે.

NEET SS Counselling માટે રજીસ્ટ્રેશન શરૂ, mcc.nic.in પર કરો અરજી
NEET SS Counselling
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 23, 2022 | 8:25 AM

મેડિકલ કાઉન્સિલ કમિટી દ્વારા NEET સુપર સ્પેશિયાલિટી પરીક્ષા માટે કાઉન્સેલિંગ સંબંધિત મહત્વની માહિતી આપવામાં આવી છે. NEET SS કાઉન્સેલિંગના રાઉન્ડ 1 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ કાઉન્સેલિંગમાં ભાગ લેવા માગે છે તેઓ MCC- mcc.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને કાઉન્સિલિંગની વિગતો જોઈ શકે છે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો વેબસાઈટ પર જઈને કાઉન્સેલિંગની વિગતો જોઈ શકે છે.

NEET SS કાઉન્સેલિંગ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 28 નવેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ 1 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. તમે નીચે સંપૂર્ણ શેડ્યૂલ જોઈ શકો છો.

NEET SS Schedule મહત્વપૂર્ણ તારીખો

  1. NEET SS કાઉન્સેલિંગ માટે નોંધણી શરૂ થાય છે – 22 નવેમ્બર 2022
  2. NEET SS કાઉન્સેલિંગ માટે અરજી કરવાની છેલ્લી તારીખ – 28 નવેમ્બર 2022
  3. NEET SS કાઉન્સેલિંગ ચોઇસ ફિલિંગ – 25 નવેમ્બરથી 28 નવેમ્બર 2022
  4. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જાહેર કરવાની તારીખ – 1 ડિસેમ્બર 2022
  5. ઉમેદવારોને કોલેજ ફાળવવાની પ્રક્રિયા – 02 ડિસેમ્બર 2022 થી 07 ડિસેમ્બર 2022 સુધી

NEET Counsellingમાં આ રીતે કરો રજીસ્ટ્રેશન

  1. નોંધણી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ-
  2. વેબસાઇટના હોમ પેજ પર NEET SS Counselling 2022ની લિંક પર ક્લિક કરો.
  3. આ પછી Super Specialty Counselling 2022ની લિંક પર ક્લિક કરો.
  4. હવે Online Registrationના વિકલ્પ પર જાઓ.
  5. પૂછવામાં આવેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
  6. રજીસ્ટ્રેશન પેજની પ્રિન્ટ જરૂર લો.

NEET SS કાઉન્સેલિંગની પ્રક્રિયામાં જોડાતા પહેલા, વેબસાઈટની મુલાકાત લઈને સંપૂર્ણ શેડ્યૂલ તપાસો. તમને જણાવી દઈએ કે, વેબસાઈટ પર NEET સુપર સ્પેશિયાલિટી 2022ની પરીક્ષા 1 અને 2 સપ્ટેમ્બરના રોજ અલગ-અલગ જૂથો માટે લેવામાં આવી હતી અને પરિણામ 15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું.

NEET SS 2022 કાઉન્સેલિંગ પ્રક્રિયા ભારતભરની 156 સંસ્થાઓમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન (DM) અને માસ્ટર ઑફ ચિરૂર્ગી (MCh) બેઠકોમાં પ્રવેશ માટે હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારો mcc.nic.in પર NEET SS 2022 કાઉન્સેલિંગ શેડ્યૂલ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati