Kam Ni Vaat : અભ્યાસ માટે લોનની જરૂર છે? તો જાણો પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના વિશે

ગરીબ વિદ્યાર્થીઓની મદદ માટે કેન્દ્ર સરકારે લાગુ કરેલી પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાની જાણો વિશેષતા અને અરજી કરવાની રીત.

Dipali Barot

| Edited By: Hasmukh Ramani

Apr 22, 2022 | 1:57 PM

પૈસાની સમસ્યાના કારણે અનેક વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન લઇ શકતા નથી. ગરીબ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે (Central Government) પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ તમને અભ્યાસ માટે 10 થી 20 લાખ સુધીની લોન મળી શકે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થી લોન (Education loan) લઇને આગળનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે અને તેને નોકરી મળ્યા બાદ ચુકવી શકે છે. આ યોજનાને સેન્ટ્રલ સ્કીમ ટૂ પ્રોવાઇડ ઇન્ટરેસ્ટ સબ્સિડી એટલે કે CSIS કહેવામાં આવે છે.

પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના (Pradhan Mantri Vidya Lakshmi Yojana) ની વિશેષતા

 1.  તમે દેશમાં ઉચ્ચ શિક્ષણ (Higher education) લેવા ઇચ્છો છો તો બેન્ક તમને 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે.
 2.  વિદેશમાં એડમિશન (Foreign education) મળે તો 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.
 3.  લોન અને સ્કોલરશિપ (Scholarship) સાથે જોડાયેલી ફરિયાદો પણ આ જ પોર્ટલ પર કરી શકાય છે.
 4.  અત્યાર સુધી દેશની 13 નેશનલાઇઝ બેન્કો (Nationalized banks) એ આ પોર્ટલ પર એજ્યુકેશન લોનના 22 પ્રકારના પ્લાનની નોંધણી કરાવી છે.
 5.  તમે તમારી પસંદગીનો પ્લાન સિલેક્ટ કરી શકો છો.
 6.  વ્યાજદર (Interest rate) ની જાણકારી માટે બેન્ક (Bank) જઇને માહિતી મેળવી શકો છો.
 7.  16થી 35 વર્ષની વચ્ચેની ઉંમરવાળા વિદ્યાર્થીઓને જ લોન મળશે.

4 લાખ સુધી લોન પર સિક્યોરિટીની જરૂર નથી

 1. જો તમે 4 લાખ રૂપિયા સુધી એજ્યુકેશન લોન (Education loan) માટે અરજી કરો છો તો આ લોન તમને માતા-પિતા સાથે સંયુક્ત રીતે મળશે.
 2.  આ માટે કોઇપણ પ્રકારની સિક્યોરિટી (Security) જમા કરાવવાની જરૂર નથી હોતી.

અહીં ગેરન્ટર જરૂરી

 1.  જો 4 થી 6.5 લાખની વચ્ચે લોન લો છો તો તમારે કોઇ ત્રીજી વ્યક્તિને ગેરન્ટર (Guarantor) તરીકે રજૂ કરવી પડશે.
 2.  જો લોન 6.5 લાખ રૂપિયાથી વધારે છે તો બેન્ક તમને કોઇ સંપત્તિ સિક્યોરિટી (Property Security) તરીકે રાખવા માટે કહીં શકે છે.

એજ્યુકેશન લોન (Education loan) ના ફાયદા

 1. તમારી જરૂરિયાત પ્રમાણે લોન લઇ શકો છો.
 2. વિદ્યાર્થીઓને ભટકવું ન પડે એટલે એક જ પ્લેટફોર્મ પર તમામ ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવે છે.
 3. આ લોનથી તમે કોલજ-યુનિવર્સિટીની ફી, લાઇબ્રેરી ફી, બિલ્ડિંગ ડિપોઝિટ, લેબ-ટ્યૂશન-પરીક્ષા અને હોસ્ટેલની ફી સહિતના ખર્ચ ચુકવી શકો છો.
 4. કોર્સ પૂર્ણ થયા બાદ બેન્ક તમને લોન ચુકવવા માટે પાંચથી સાત વર્ષનો સમય આપે છે.

પોર્ટલની અન્ય સુવિધા

 1. વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળવા માટે ઇમેઇલ સુવિધા
 2. યોજના હેઠળ લોન અરજીની સ્થિતિ જોવા માટે ડેશબોર્ડ (Dashboard) સુવિધા
 3. બેન્કો માટે લોન પ્રક્રિયાની હાલની સ્થિતિ અપલોડ કરવાની સુવિધા
 4. સરકાર દ્વારા દેશભરના વિદ્યાર્થીઓની સૂચના અને યોજનાઓમાં અરજી કરવા માટે રાષ્ટ્રિય શિષ્યવૃત્તિ પોર્ટેલ (National Scholarship Portal) ને તેની સાથે જોડ્યું
 5. તમામ બેન્કોમાં એક પ્લેટફોર્મથી એજ્યુકેશન લોન માટે અરજી કરવાની સુવિધા

આ વાતોનું રાખો ધ્યાન

 1.  તમારા પરિવારની નાણાંકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને લોન લેવાનો નિર્ણય કરો.
 2.  લોન સમયસર નહીં ચુકાવો તો તમારી સાથે તમારા માતા-પિતા પણ બેન્કના ડિફોલ્ટર (Bank defaulter) ની યાદીમાં આવી જશે.
 3.  જો તમે નબળા વર્ગમાંથી આવો છો તો સરકારી બેન્ક (Government Bank) માંથી જ લોન લો.
 4.  સરકારી બેન્કમાં વ્યાજ સબસિડી (Interest subsidy) ની સરકારી યોજનાનો લાભ તમને મળી શકે છે.
 5.  લોનની રકમ દરેક સેમેસ્ટરની શરૂઆતમાં સીધી શૈક્ષણિક સંસ્થા (Educational institution) પાસે પહોંચે છે.
 6.  તમારે ધ્યાન રાખવું પડશે કે તેમાં કોલેજ-યુનિવર્સિટીના તમામ ખર્ચ કવર કરવામાં આવ્યા હોય.

આ રીતે કરો અરજી

અરજી કરવાની બે રીત છે

 1. તમામ જરૂરી દસ્તાવેજો લઇને તમે કોઇ નેશનલાઇઝ બેન્કમાં જાઓ અને ત્યાં જઇને ફોર્મ ભરો.
  બીજી રીત
 2.  ઓનલાઇન અરજી કરવા માટે તમે પોર્ટલ www.vidyalakshmi.co.in પર ક્લિક કરો.
 3. અહીં તમે સ્કોલરશિપ અને એજ્યુકેશન લોન સાથે જોડાયેલી જાણકારી મળશે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

 1. અરજી સાથે આઇડી પ્રૂફ (આધાર, વોટર આઇડી, પાનકાર્ડ) અને પાસપોર્ટ સાઇઝ ફોટો
 2.  એડ્રેસ પ્રૂફ (આધાર, વોટર આઇડી અથવા ઇલેક્ટ્રિસિટી બિલ)
 3.  માતા-પિતાની આવકનું પ્રમાણપત્ર
 4.  હાઇસ્કૂલ અને ઇન્ટરમીડિએટની માર્કશીટની ફોટો કોપી, જે સંસ્થામાં તમે ભણવા જઇ રહ્યાં છો તેની
 5.  સંસ્થાનું એડમિશન લેટર અને પાઠ્યક્રમની અવધિના પ્રૂફ સાથે જ ખર્ચનું વિવરણ કરવું પડશે
 6.  બેન્ક પોતાની પ્રક્રિયા પૂર્ણ કરશે. ત્યારબાદ જ લોન મળશે

આ પણ વાંચો : Kam Ni Vaat: જો તમારી પાસે એકથી વધારે બેંક અકાઉન્ટ હોય તો થઈ જજો સાવધાન, વધુ બેન્ક અકાઉન્ટ બની શકે છે નુકસાનકારક

આ પણ વાંચો : Kam-Ni-Vaat : જાણો કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, શું છે તેના લાભ, કેટલી મળે છે લોન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati