Ukraine War: યુદ્ધે ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, પહેલા છોડ્યો દેશ અને હવે છોડશે યુનિવર્સિટીઓ, અન્ય દેશોમાં એડમિશન માટે કરી રહ્યા છે પ્લાન

Indians Evacuated form Ukraine: યુક્રેનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ માટે તેમના આગળના અભ્યાસ અંગે ચિંતાનું વાતાવરણ છે. વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોમાં પણ પ્રવેશ લેવાનું મન બનાવી રહ્યા છે.

Ukraine War: યુદ્ધે ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, પહેલા છોડ્યો દેશ અને હવે છોડશે યુનિવર્સિટીઓ, અન્ય દેશોમાં એડમિશન માટે  કરી રહ્યા છે પ્લાન
Indian Students Ukraine
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Jul 07, 2022 | 3:13 PM

Indian Students from Ukraine: રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયું છે. ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં યુદ્ધને (Ukraine War) કારણે ભારત પરત ફર્યા છે અને હવે તેમનું ભવિષ્ય અધ્ધરતલ લટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી ઓમકાર વેંકટાચારી KROK-1ની તૈયારી કરી રહ્યો છે, જે યુક્રેનની મેડિકલ પરીક્ષા છે. પરંતુ યુદ્ધને કારણે યુક્રેન પરત ફરવું તેના માટે મુશ્કેલ છે. આ કારણે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે બીજા દેશમાં જવાની તૈયારી કરી રહ્યો છે.

બીજા દેશમાં જવાના પણ અલગ-અલગ ફાયદા અને ગેરફાયદા છે

ઓમકારે જણાવ્યું કે, ગયા અઠવાડિયે જે કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ગયા હતા, તેમણે એક મતદાન કર્યું હતું. આ પોલમાં પૂછવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા માગે છે કે અન્ય કોઈ દેશમાં. આ પ્રશ્નનો જવાબ સર્વસંમતિથી હા હતો. જો કે, ઓમકારે કહ્યું કે, બીજા દેશમાં જવાના પણ અલગ-અલગ ફાયદા અને ગેરફાયદા છે. તેમણે કહ્યું, ‘અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે અમે ક્યા દેશમાં જઈશું. ડોક્યુમેન્ટ્સ, ક્વોલિફાઈંગની પરીક્ષા અને અન્ય કઈ-કઈ મહત્વની બાબતોની જરૂર પડશે. શું અમારે બીજી ભાષા શીખવી પડશે? ત્યાં જવાનો કેટલો ખર્ચ થશે?

ભારત પાછા ફરવાની આશા, પરંતુ હવે નિરાશ

ચેર્નેવેસ્તીની બોકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા પાર્થ દીક્ષિતે પણ આવી જ સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. પાર્થે કહ્યું, ‘જ્યારે અમે ભારત પાછા ફર્યા ત્યારે થોડી આશા હતી. તે લોકોએ (યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન) કહ્યું કે, ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે અને જૂન સુધીમાં અમે યુનિવર્સિટીમાં પાછા ફરીશું. આજે પણ અમારી યુનિવર્સિટીની નજીકનો વિસ્તાર યુદ્ધથી પ્રભાવિત થયો નથી.’ તેમણે કહ્યું, ‘તેઓ કહે છે કે તેઓ સપ્ટેમ્બરથી ઑફલાઇન ક્લાસ શરૂ કરશે. પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ જાણતા નથી કે તેઓ યુક્રેન પાછા ફરવા માંગે છે કે નહીં.

કટોકટીના કારણે યુક્રેનમાં રહેવું મોંઘું છે

યુદ્ધગ્રસ્ત યુક્રેન હાલમાં સંકટનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે ત્યાં રહેવું મોંઘું છે. આવી સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓ આ ખર્ચ ઉઠાવી શકતા નથી. પ્રાંજલ કૌશિક આવી જ એક વિદ્યાર્થીની છે, જેણે દિન્પ્રો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. કૌશિકે કહ્યું, “અમે યુક્રેનમાં મિત્રો સાથે ભાડા પર ફ્લેટ લીધો હતો. અમે પોતે સામાન ખરીદતા અને ભોજન રાંધતા. પરંતુ હવે ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચ્યા છે અને માત્ર ખાવાનું જ નહીં.’ તેણે કહ્યું, ‘ફ્લેટનું ભાડું પણ વધી ગયું છે. તેમજ વિસ્તાર અસુરક્ષિત છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પરિસ્થિતિ પહેલાંથી જ ખરાબ થઈ ગઈ છે. ભારત પરત ફરતા વિદ્યાર્થીઓની સ્થિતિ સૌથી વધુ નાજુક બની ગઈ છે. આ વિદ્યાર્થીઓ પાસે ન તો પાછા ફરવાનો કે ન તો તેમનો અભ્યાસ પૂર્ણ કરવાનો વિકલ્પ છે. જો કે, કેટલીક સંસ્થાઓએ આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કહ્યું છે. હવે આ વિદ્યાર્થીઓ પાસે અન્ય દેશોમાં પ્રવેશ લેવાનો વિકલ્પ બચ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati