મેડિકલ પ્રવેશમાં ઓબીસી અને EWS અનામતની જાહેરાતથી ગુજરાતના વિધાર્થીઓને કેટલો થશે ફાયદો , જાણો વિગતે

આમ મેડિકલની 78 અને ડેન્ટલની કુલ 14 બેઠકો પર અનામતનો અમલ કરવા આવશે. જેના લીધે કુલ 92 બેઠકો પર અનામત લાગુ પડશે.

મેડિકલ પ્રવેશમાં ઓબીસી અને EWS અનામતની જાહેરાતથી ગુજરાતના વિધાર્થીઓને  કેટલો થશે ફાયદો , જાણો વિગતે
how Gujarat Student will benefit from announcement of OBC and EWS reservation in Medical Admission

મોદી  સરકારે ઓલ ઈન્ડિયા મેડિકલ(Medical)  ક્વોટામાં ઓબીસી(OBC) અને ઇડબ્લ્યુએસ(EWS) અનામત લાગુ કરતાં ગુજરાત(Gujarat) ની 92 બેઠકો પર આ અનામત લાગુ પડશે.તેમજ આ અનામત ચાલુ એકેડેમિક વર્ષથી 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રવેશમાં લાગુ થશે.

જેમાં જોવા જઇએ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોની ઓલ ઈન્ડિયાની 210 બેઠકો સામે 57 બેઠકો અને ડેન્ટલમાં 37 બેઠકોમાંથી 10 બેઠકો પર પ્રવેશ થશે. જ્યારે 10 ટકા નબળા આર્થિક વર્ગની અનામત મુજબ મેડિકલની 21 અને ડેન્ટલની 4 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. આમ મેડિકલની 78 અને ડેન્ટલની કુલ 14 બેઠકો પર અનામતનો અમલ કરવા આવશે. જેના લીધે કુલ 92 બેઠકો પર અનામત લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં સરકારી મેડિકલ અને ડેન્ટલ કોલજોમાં 15 ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટાથી કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવે છે જ્યારે બાકીની 85 ટકા બેઠકો જે તે રાજ્યની પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે ,દેશમાં તબીબી શિક્ષણ(Medical Education) ક્ષેત્રે સરકાર દ્વારા ગુરુવારે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અખિલ ભારતીય મેડિકલ અને ડેન્ટલ શિક્ષણ અંડરગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોટા હેઠળ ઓબીસી વિદ્યાર્થીઓને 27 ટકા અને નબળા આવક જૂથ (EWS)ના વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવામાં આવશે.કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી અને આર્થિક નબળા વિભાગ (EWS)માંથી આવતા 5,550 વિદ્યાર્થીઓને લાભ થશે.

સરકારના આ નિર્ણયથી અંદાજે 5500 જેટલા વિધાર્થીઓને તેનો લાભ થશે

પીએમ મોદીએ 26 જુલાઇના રોજ કેન્દ્રીય મંત્રાલયોને લાંબા સમયથી પડતર મુદ્દાના ઝડપી ઉકેલ માટે નિર્દેશ આપ્યો હતો. જો કે સરકારના નિર્ણયથી એમબીબીએસના 1500 ઓબીસી વિધાર્થીઓ અને અનુસ્નાતકના 2500 ઓબીસી વિધાર્થીઓ તેમજ ઇડબ્લ્યુએસના એમબીબીએસના 550 અને અનુસ્નાતકના 1000 જેટલા વિધાર્થીઓને લાભ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી અંદાજે 5500 જેટલા વિધાર્થીઓને તેનો લાભ થશે.

પીએમ મોદીએ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો

પીએમ મોદીએ પણ ટ્વિટ કરી લખ્યું કે, ‘અમારી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક મેડિકલ / ડેન્ટલ કોર્સમાં ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) હેઠળ ઓબીસીને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ હજારો યુવાનોને દર વર્ષે વધુ સારી તકો મેળવવા અને દેશમાં સામાજિક ન્યાયના નવા સ્વરૂપના નિર્માણ કરવામાં મદદ કરશે.

કેન્દ્ર  સરકારે વર્ષ 1986માં શરૂ કરી હતી યોજના 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ 1986 માં અખિલ ભારતીય ક્વોટા (એઆઈક્યુ) યોજના શરૂ કરી હતી. જેથી કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી બીજા રાજ્યમાં આવેલી સારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની મેરીટ આધારિત તક મેળવી શકે.

આ પણ  વાંચો :  Deepika in action: ‘પઠાન’માં એક્શન સીન્સ માટે દીપિકાએ દર્શાવી પોતાની પ્રતિભા, દરરોજ પાડી રહી છે જીમમાં પરસેવો

આ પણ  વાંચો :  CBSE 12th Result 2021: 99.67 ટકા સાથે છોકરીઓએ બાજી મારી, જાણો કેવું રહ્યું પરિણામ

Click on your DTH Provider to Add TV9 Gujarati