ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફર કરાયા અલગ અલગ કોર્સ

Education News: MBA (Master Degree ) માં અલગ અલગ પ્રકારના સ્પેશિયલાઇઝેશન કોર્સ આપવામાં આવી રહ્યા છે. જેમાં પબ્લિક પોલિસી મેનેજમેન્ટ,બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ પબ્લિક ફાયનાન્સવગેરે કોર્સ આપવામાં આવે છે.

  • Publish Date - 1:56 pm, Wed, 21 July 21 Edited By: Niyati Trivedi
ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફર કરાયા અલગ અલગ કોર્સ
સાંકેતિક તસ્વીર

Education News: શૈક્ષણિક સત્ર 2021-2022 માટે ગુજરાત યૂનિવર્સિટી (Gujarat University) દ્વારા અલગ અલગ કોર્ષ ઓફર કરવામાં આવ્યા છે. ઇચ્છુક ઉમેદવારો https://oas2021.gujaratuniversity.ac.in/ પર જઇ એપ્લાય કરી શકે છે.

ગુજરાત યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવતા કોર્સની વાત કરવામાં આવે તો

MBA (Master Degree)

MBA (Master Degree ) માં અલગ અલગ પ્રકારના સ્પેશિયલાઇઝેશન કોર્સ આપવામાં આવી રહ્યા છે. જેમાં પબ્લિક પોલિસી મેનેજમેન્ટ,બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ પબ્લિક ફાયનાન્સવગેરે કોર્સ આપવામાં આવે છે. આપને જણાવી દઇએ કે આ તમામ કોર્સ ગ્રેજ્યુએશન પૂર્ણ બાદ થઇ શકશે.કોર્સનો સમયગાળો બે વર્ષનો રહેશે.

M.Design (Master Degree )

UI &UX , સિનેમેટોગ્રાફી એનડ ડાયરેક્શન સહિત કોર્સ આપવામાં આવી રહ્યા છે. આ કોર્સ પણ બે વર્ષનો રહેશે . ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ આ માટે અપ્લાઇ કરી શકશે.

આ ઉપરાંત M.Sc IT , M.Sc. જેવા માસ્ટર ડિગ્રી પ્રોગામમાં અલગ અલગ સ્પેશલાઇઝેશન કોર્સ આપવામાં આવી રહ્યા છે. આ કોર્સનો સમયગાળો પણ બે વર્ષનો રહેશે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એપ્લાઇ કરી શકશે.

માસ્ટર ડિગ્રી સિવાય ગ્રેજ્યુએશન તેમજ ધોરણ 12 પાસ કર્યા બાદ પણ અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ ગુજરાત યૂનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહ્યા છે.વધારે જાણકારી  www.gujaratuniversity.ac.in પરથી મેળવી શકાશે.

ધોરણ 12 પછી ઇન્ટીગ્રેટેડ પ્રોગામ

આ સિવાય ધોરણ 12 પછી 5 વર્ષના ઇન્ટીગ્રેટેડ પ્રોગામ પણ ગુજરાત યૂનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહ્યા છે. જેમાં BBA+MBA , M.Sc IT, M.Sc જેવા પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ પ્રોગામ આવી રહ્યા છે. આ સિવાય B.Sc Honours  in Food and Nutritional Science જેવા કોર્સ પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગામ 

આ સિવાય ગ્રેજ્યુએશન બાદ એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં પ્રોગામ પણ ઓફર કરવામાં આવ્યા રહ્યા સાથે સાથે જ ગ્રેજ્યુએશન બાદ પણ અલગ અલગ સર્ટિફિકેટ કોર્સ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહ્યા છે. વધારે જાણકારી  www.gujaratuniversity.ac.in પરથી મેળવી શકાશે.