Independence Day 2021 : દેશની સૈનિક સ્કૂલમાં છોકરીઓ પણ ભણશે પીએમ મોદીએ લીધો નિર્ણય

બે થી અઢી વર્ષ પહેલા દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ મિઝોરમની સૈનિક શાળામાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગરીબી સામે લડવા માટે બનાવવામાં આવી છે

Independence Day 2021 :  દેશની સૈનિક સ્કૂલમાં છોકરીઓ પણ ભણશે પીએમ મોદીએ લીધો નિર્ણય
PM Modi

ભારત આજે પોતાની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. પીએમ મોદીએ (PM Modi ) લાલ કિલ્લા પરથી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.  આ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેતા પીએમ મોદીએ કહ્યું કે હવે દેશની તમામ સૈનિક શાળાઓ (Sainik Schools) દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે.  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે હું દેશવાસીઓ સાથે ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશા મળતા હતા કે તેઓ પણ સૈનિક શાળામાં ભણવા માંગે છે, સૈનિક શાળાઓના દરવાજા તેમના માટે પણ ખોલવામાં આવે.

 

બે થી અઢી વર્ષ પહેલા દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ મિઝોરમની સૈનિક શાળામાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગરીબી સામે લડવા માટે બનાવવામાં આવી છે.તેમણે કહ્યું કે ભાષાને કારણે પ્રતિભા પાંજરામાં બંધાયેલી રહેતી હતી. એ પણ કહ્યું કે આજે દેશમાં 21 મી સદીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે.

તેમણે કહ્યું, “જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણ્યા પછી પ્રોફેશનલ્સ બનેશે, ત્યારે તેમની ક્ષમતા સાથે ન્યાય થશે. હું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈમાં એક સાધન માનું છું

વડાપ્રધાને કહ્યું કે લદ્દાખ પણ તેના વિકાસની અમર્યાદિત સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યુ છે. એક તરફ લદ્દાખ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના જોઈ રહ્યું છે, તો બીજી તરફ ‘સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી’ પણ લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવી રહી છે.સિંધુ નદીના નામ પર ખુલનારા વિશ્વવિદ્યાલય માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવી લીધુ છે.

 

લોકસભામાં ગુરુવારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સંશોધન) વિદ્યેયક 2021 રજૂ કરવામાં આવ્યુ જેમાં સંઘ રાજ્ય ક્ષેત્ર લદ્દાખમાં એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે લદ્દાખમાં આ યુનિવર્સિટીની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ અહીં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.22 જુલાઇએ કેન્દ્રીય કેબિનેટે લદ્દાખમાં સિંધુ યુનિવર્સિટીની સ્થાપના માટે મંજૂરી આપી હતી.

 

આ પણ વાંચો :શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો

આ પણ વાંચો :IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઈલમાં ધોરણ 10 અને 12 પાસ માટે બમ્પર ભરતી, આ રીતે કરો અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati