GANDHINAGAR : શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીમાં ફેરફાર કરાયો

રાજ્યની શાળાઓમાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકો ન પહોંચતા ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઈ છે આ સિવાય તમામ વિષયની કસોટી યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 11:52 AM

GANDHINAGAR : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 3 થી 5 ની ગણિત અને પર્યાવરણતાથા ધોરણ 6 થી 8 મા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની સામાયિક કસોટી યોજાવાની હતી. રાજ્યની શાળાઓમાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકો ન પહોંચતા ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઈ છે આ સિવાય તમામ વિષયની કસોટી યોજાશે.રાજ્યની લગભગ 30 હજાર શાળાઓમાં ધોરણ 6થી ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઇ છે.

રાજ્યમાં ધોરણ 1 થી 8 માં લેવાનારી સામયિક કસોટીમાં પાઠ્ય પુસ્તકોના મળ્યા ન હોવાથી ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાનની કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની ઘણી શાળાઓમાં ધોરણ 7 અને 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તકો પહોંચ્યા ન હોવાથી કોર્સ પૂર્ણ કરવો અશક્ય હોવાની રજૂઆતો થઈ હતી. જેના પગલે ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાનની સામયિક કસોટી મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. જ્યારે બાકીની સામયિક કસોટી નિયત કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે.

ધોરણ 7 અને 8 માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકો રાજ્યની તમામ શાળાઓ સુધી પહોંચ્યા ન હોવાના લીધે સામયિક કસોટીમાં મુશ્કેલી ન થાય તે માટે GCERT દ્વારા ધોરણ 6 થી 8 માં યોજાનારી સામાજિક વિજ્ઞાનની કસોટી તમામ માધ્યમ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા અંગે નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. ઓગસ્ટ માસમાં લેવાનારી ધો .6 થી 8 સામાજિક વિજ્ઞાન સિવાયની બાકીની તમામ કસોટીઓનું આયોજન યથાવત રહેશે.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં પડ્યો વરસાદ

આ પણ વાંચો : GANDHINAGAR : જનસંપર્ક માટે કેન્દ્રસ્તરેથી BJPની જન આશીર્વાદ યોજના, ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં કરશે પ્રવાસ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">